________________
પ૧. જ્ઞાનની સબળતા
શ્રી.વ. ૮ જ્ઞાન એ આત્માની મહાન શકિત છે, તેનાથી જ આખા વિશ્વનું સામ્રાજય મેળવી શકાય છે, કોઈ પણ સાધ્ય-સિદ્ધિમાં જ્ઞાન એ સબળ કારણ છે. આત્માના અનંતગુણોનું પ્રાકટય જ્ઞાનને આભારી છે. કેમકે બોધ વિના સાધના શેની? અને સિદ્ધિ માટે પ્રબળ પુરુષાર્થ પણ સમજ વિના કઈ રીતે થાય?
જ્ઞાન એ આત્માનું કિંમતીમાં કિંમતી રત્ન છે. તેનું દાન થઈ શકે પણ વેચાણ ન થાય.
જ્ઞાનની સબળતા એટલા માટે જરૂરી છે કે બધા વિના ચાલે પણ તેના (જ્ઞાન) વિના ન ચાલે, માટે એનું જેટલું બળ વધુ પ્રાપ્ત કરીએ તેટલું આત્મસુખ વધુ પ્રાપ્ત કરી શકીએ.
બધા બળોમાં જ્ઞાનનું બળ વધે છે. તેની સમાનતામાં કોઈ પણ આવી શકે તેમ નથી. તેના એક જ કિરણનો પ્રકાશ દોષોના ગંજ રૂ૫ અંધકારને ઉલેચી નાખવાની કક્ષા ધારણ કરે છે એટલું એ બળવાન છે.
ઘણી વખત અજ્ઞાનને પણ જ્ઞાનની હરોળમાં કેટલાક મૂકી દે છે. પણ જયારે તેનું બળ તપાસવામાં આવે છે ત્યારે તેની નિર્બળતાથી તે તુરત ઓળખાઈ જાય છે. તેનાથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. જડભાવની સિદ્ધિ કદાચ થતી હોય તો પણ આધ્યાત્મિક જગતમાં તે કાર્યની કોઈ કિંમત નથી. માટે તે સબળ ન કહેવાય. જ્ઞાનનું બળ મેળવી આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કર્તવ્ય છે. પર. અજ્ઞાનનો સમૂહ તમસ (અંધકાર)
શ્રા.વ.હિ. ૮ જગતમાં અંધકાર બે પ્રકારના છે ૧. સૂર્ય અસ્ત થવાથી જગતમાં છવાઈ જતો અંધકાર જે આપણી બાહ્યદૃષ્ટિ (ચાક્ષુષ) ને અંધ બનાવી દે છે. ૨. જ્ઞાન પ્રકાશ અસ્ત થવાથી આત્મામાં છવાઈ જતો અંધકાર જે આપણી આંતરદૃષ્ટિ (સાચી સૂઝ) ને અંધ બનાવી દે છે. આ બન્નેને તમસુ (અંધકાર) જ કહેવાય છે. પહેલો અંધકાર દુનિયાના ઈષ્ટ સ્થાને પહોંચવાની ગતિ રોકી રાખે છે. વ્યવહારો બંધ થઈ જાય છે. બીજો અંધકાર આત્મા તરફ જવાની ગતિને રોકી રાખી ત્યાં જ ઊભા રહેવાની ફરજ પાડે છે. બંને અંધકારમાં મતિ મૂંઝાઈ જાય છે. ગતિ અટકી જાય છે. પણ પહેલો અંધકાર દૂર થવાની મર્યાદા હોય છે એટલે સૂર્ય ઉદય થતાં પાછી ગતિ શરૂ થઈ જાય છે. આમાં ફકત વિલંબે ઈષ્ટ સ્થાને પહોંચાય છે તેટલું જ તે તમસ તરફથી નુકસાન છે. પણ જે બીજો અંધકાર છે તેની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. વળી અજ્ઞાનનો સમૂહરૂપ તમન્ હોય ત્યારે તેનું કાર્ય સ્થગિત થઈ જતું નથી પણ ચાલુ જ રહે છે તેથી આત્માને ઘણું નુકસાન પહોંચે છે. અંધકારમાં જે કાર્ય થાય તે મોહાધીન બનીને કરે છે કેમકે અજ્ઞાન હોય તે વખતે જે કાર્ય કરે તેમાં મતિ મૂંઝાય. મતિને મૂંઝવે તે જ મોહ છે. અંધકારમાં કઈ બાજુ ગતિ કરવી તેની સૂઝ પડતી નથી તે વખતે મતિ ચલાવે તો મૂંઝાય છે કે કઈ બાજુ જવું? આમ અજ્ઞાન અને મોહને સારો સંબંધ છે. તે પ્રાયઃ જુદા પડતા નથી. આને શાસ્ત્રીય પરિભાષામાં
સાધકનો અંતર્નાદ
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org