________________
પરમાત્મામાં ભગવત્તાનાં દર્શનથી પોતાની ભગવત્તા સાંભરે છે અને તેમના આલંબનથી પોતામાં રહેલી ભગવત્તા ગુણ ખજાનો મેળવવા પ્રયત્ન કરે છે. માટે આત્મ ભગવત્તાને હંમેશાં ઝંખો, તેમાં રમો અને તેને સ્વાધીન બનાવીને જંપો. ૬૬. ઉપયોગની ઓળખાણ
ભા.વ. ૭ ઉપયોગ એક નિર્મળ અરીસો છે તેમાં આખું જગત પ્રતિબિંબિત થાય છે. તે જગતને જોનારો આત્મા છે. પણ ઉપયોગ રૂપી અરિસામાં પ્રતિબિંબિત થયેલું જગત કયારે દેખાય ? જોનારો તો બેઠો છે. પણ અરિસો મલિન હોય તો તેમાં પ્રતિબિંબિત વસ્તુ ન દેખાય તેમ ઉપયોગ મલિન હોય તો પ્રતિબિંબિત જગત ન દેખાય. ઉપયોગને મલિન કરનારો પણ જગતને જોનારો જ છે તે પોતે ભાન ભૂલો બની રાગ, દ્વેષ, મોહને આધીન બને અને પરિણતિ બગડે એટલે તે અરિસામાં મોટા મોટા ડાઘ પડે છે તેથી યથાર્થ વસ્તુ ન દેખાય.
ઉપયોગ જેમ મલિન હોય તો વસ્તુ ન દેખાય તેમ અસ્થિર હોય તો પણ શુદ્ધ વસ્તુ યથાર્થરૂપે ન દેખાય. જો કે ઉપયોગનો સ્વભાવ અસ્થિર નથી. મનની ચપળતાના કારણે ઉપયોગ અસ્થિર થાય છે, કેમકે ઉપયોગ જે આપણે અનુભવીએ છીએ તે તો મનની જ સૂક્ષ્મ અવસ્થા છે. ઉપયોગ તો આત્માના જ્ઞાન દર્શન સ્વભાવરૂપ છે. તેને તો કેવલી ભગવંત અનુભવી શકે. આપણે જે ચિત્તઉપયોગ મૂક્યો ધ્યાન દોર્યું વગેરે સમજીએ છીએ તે તો મનને જ તીર્ણ કરીને તે વસ્તુમાં પરોવીએ છીએ ત્યારે આત્મામાં રહેલો જ્ઞાનોપયોગનો સંબંધ જોડાય છે મનની સાથે ત્યારે તે વસ્તુનું જ્ઞાન આત્માને થાય છે. અર્થાતુ, મન એ પુદ્ગલ સ્વરૂપ છે જેમ પાંચે ઈદ્રિયો. તે મનને ઉપયોગની સાથે જોડાવા માટે અતિ સૂક્ષ્મ થવું પડે છે. મનની જેટલી સૂક્ષ્મતા તેટલું ઉપયોગની સાથે તેનું જોડાણ તીવ્ર બને છે. એટલે જ ધ્યાનમાં મનોલય થતાં આત્માનુભવ થાય છે ત્યારે બહારનું કોઈ જ્ઞાન હોતું નથી. અથવા કેવળ ઉપયોગ-જ્ઞાન-મય આત્માને જ અનુભવે છે. આપણે જે ઉપયોગ મૂકયો તેમ વાત કરીએ છીએ તે તો મનને સૂક્ષ્મ કરીને ઉપયોગ સાથે જોડીને વાત પહોંચાડીએ છીએ કે આ તે વસ્તુ છે. અર્થાતુ, બોધ આત્માને એ રીતે થાય છે.
એટલે આપણે જે ઉપયોગ સમજીએ છીએ તે તો સૂમ મન છે. તેને અનુભવીએ છીએ. સૂક્ષ્મ મનમાં પડેલા આકાર જોઈએ છીએ. જ્ઞાનોપયોગ સ્વરૂપ આત્મા તે તો મનોલય થતાં અનુભવાય. અર્થાત્ તે ઉપયોગને તો કેવળી ભગવંત જ અનુભવી શકે. આપણને તેનો અનુભવ ન થાય.
“જિહાં જેહવી વસ્તુ દેખીએ.”.....
તે પણ સૂક્ષ્મ મનમાં પડેલો આકાર છે, તેને ઉપયોગ સ્વરૂપ આત્મા જુએ છે. એટલે તે વખતે તેનો જ્ઞાનોપયોગ તે આકારને પામેલો વ્યવહારથી કહેવાય છે કે આત્મા તે આકારને પામેલો છે. માટે ઘટ રૂ૫ આત્મા વિગેરે કહેવાય છે. પણ આત્મા કે ઉપયોગ તે આકારને પામતા નથી પણ સૂક્ષ્મ મનમાં
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org