________________
પડેલો આકાર જોનારો તે તદ્રુપતાને નથી પામતો. હા, તે સજાતીય દ્રવ્યમાં તદ્રુપતાને પામી અભેદતાને અનુભવે છે પણ,
‘‘જિહાં જેવી વસ્તુ દેખીએ.''.
તે તો વ્યવહારથી આત્મામાં આરોપ કરવામાં આવે છે કે તે વસ્તુનો આકાર આત્મામાં પડવાથી તે આકારને ધારણ કરનારો આત્મા છે.
જગતનાં તમામ દશ્યોને જોનારો આત્મા જે પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા છે તેમાં ઉપયોગ તે આકારને પામેલો છે તેમ નહિ પણ મન તે આકારને પામેલું છે અને તે આકારને ઉપયોગ દ્વારા જુએ છે. તે તેમાં એકમેકતાને પામી શકતો નથી. પણ આત્મા પોતાના સ્વરૂપને જોવા મન દ્વારા પ્રયત્ન કરે છે. ત્યારે દેખાતો નથી પણ મન ખસી જાય છે ત્યારે ઉપયોગ સ્વરૂપ આત્મા પોતે પ્રકાશિત થયેલો પોતાનો અનુભવ કરે છે.
૬૭. કર્મ ભોગવે છે, આત્મા બાંધે છે એ શું ?
ભા.વ. ૮
તપાદિ અનુષ્ઠાનોથી જીવ પુણ્યને બાંધે છે અને તે દ્વારા સત્તામાં રહેલા અશાતા વેદનીયાદિ કર્મને ભોગવે છે.
જીવ કોઈ પણ અનુષ્ઠાન (ધર્મનું) કરે છે ત્યારે બે ક્રિયા કરે છે. કર્મ બંધ અને કર્મની નિર્જરા. આત્મામાં તે અનુષ્ઠાન કરતાં પરિણતિ થાય છે. તે પરિણતિમાં એવી અચિંત્ય શક્તિ છે કે શુભનો બંધ અને અશુભની નિર્જરા થાય છે. નવા શુભકર્મનું આગમન જેટલું પ્રબળ હોય છે તેટલી પ્રબળતાથી અશુભ કર્મો ખરી પડે છે. કારણ કે નવા શુભમાં પરિણિતના બળથી તેવી તાપ આપવાની શક્તિ છે કે પેલો અશુભ કર્મો તેના આવવામાં જ પક્વ થઈ જાય છે અને જયાં આત્મ પ્રદેશો ઉપર પોતાનું સ્થાન જમાવે છે ત્યાં પેલા અશુભ તેના તાપથી પાકેલાં તે જ સમયે ખરી પડે છે. આવી એક અચિંત્ય શક્તિ પરિણતિમાં અર્થાત્ આત્મામાં ઊંડા પડેલા સંસ્કારથી ઘડાયેલી પરિણતિમાં રહેલી છે. એ કહેવાય છે પરિણતિ પણ આત્માથી અભિન્ન છે. ચારિત્ર મોહાદિના ક્ષયોપશમથી ઉઘડેલી આત્માની જ એક શક્તિ છે, તેનું આ બળ છે. આ પરિણતિને લાવવા માટે જ પરમાત્માએ આલંબન માટે તપ, જપ, સંયમ આદિ અનુષ્ઠાનાની યોજના કરી છે. અર્થાત્, પોતાના નિર્મળ જ્ઞાન દ્વારા જોઈને જીવોના હિત માટે આ માર્ગ બતાવ્યો છે.
પ્રાથમિક ભૂમિકામાં પરિણતિ, સનુષ્ઠાનો દ્વારા બદલાતી વિકાસને પામે છે અને ક્ષયોમશમ ગુણની પ્રાપ્તિ કરે છે. સાથે શુભ-અશુભ-બંધ-નિર્જરા કરે છે. પણ સાતમા ગુણ સ્થાનક સુધી બાહ્યાનુષ્ઠાનો દ્વારા ઘડેલી પરિણતિ બદલાતી રહે છે. સ્થિર નહિ હોવાને કારણે ક્ષયોપશમ ભાવનો વિકાસ બહુ ટકતો નથી જેથી અશુભ પરિણતને પામીને અશુભનો બંધ અને શુભની નિર્જરા પામે છે.
માટે અનુષ્ઠાનોના આલંબન દ્વારા ઘડાયેલી પરિણતિમાં નિશ્ચિત નહિ બનતાં આગળ ધ્યાન શ્રેણિના
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
67
www.jainelibrary.org