________________
‘મુળ-રુપ રસ બંધ સ્પર્શવમ્ પર્યાય.' સડવું, ખરી પડવું, વિધ્વંસ થવો, પરમાણુરૂપ બનીને દ્રવ્યરૂપ બની જવું, પોતાના સ્વરૂપમાં ભળી જવું.
ધર્માસ્તિકાય - ગુણ - જીવ અને જડને ગતિ સહાયક બનવું. અધર્માસ્તિકાય - ગુણ - જીવ અને જડને સ્થિતિ સહાયક બનવું. આકાશાસ્તિકાય - ગુણ - જીવ અને જડને અવગાહમાં સહાયક બનવું.
કાળ - વર્તવારૂપ છે.
ધર્માસ્તિકાય - પર્યાય-જીવ અને જડ જે આકારે જગતમાં હોય તે આકાર ધારણ કરી રહેવું. અધર્માસ્તિકાય - પર્યાય-જીવ અને જડ જે આકારે જગતમાં હોય તે આકાર ધારણ કરી રહેવું. આકાશાસ્તિકાય - પર્યાય-જીવ અને જડ જે આકારે જગતમાં હોય તે આકાર ધારણ કરી રહેવું. કાળ પુદ્ગલને નવું જૂનું બનાવી તે સારો ખરાબ કાળ બનવું. જીવ-દ્રવ્ય-ઉપયોગ સ્વરૂપ-ચૈતન્ય સ્વરૂપ છે. ગુણ-જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાદિ અનંત પર્યાય દ્રવ્યની શુદ્ધ પર્યાય પોતાની મુક્ત અવસ્થામાં સ્વરૂપને પામવું.
અશુદ્ધ પર્યાય-અનેક રીતે છે. ધાતિ કર્મ ના ક્ષયોપશમથી થનારી તથા અઘાતિ કર્મના ઉદયથી થનારી સર્વ પર્યાયો જીવની અશુદ્ધ પર્યાયો છે.
૭૪. નિશ્ચલ અને અચલના ભેદ તેમજ સમન્વયપણું
આ.શુ. ૐ
નિશ્ચલ એટલે પહેલાં ચલ હતું અને પછી જેને સ્થિર થાય તે નિશ્ચલ કહેવાય અને જે ચલ જ નથી પણ સ્થિર જ છે તે અચલ કહેવાય. જેમ આપણું ધ્યાન પ્રથમ ચલ હોય છે પછી સ્થિરતા આવે તો તેની નિશ્ચલતા કહેવાય છે. નિશ્ચલ ધ્યાન કહેવાય, પણ અચલ ધ્યાન ન કહેવાય તેવી રીતે ઘણી વસ્તુમાં નિશ્ચલ-અચલનો વિભાગ પડી શકે છે. દા.ત. ગુણસ્થાનકે ચઢતા અધ્યવસાય પ્રથમ ચલ હોય છે પછી સ્થિરતા-નિશ્ચલતા પામતાં આગળ ક્રમે ઉપર ચઢે છે. પણ અચલતા તો છેલ્લે ગુણસ્થાનકે જ આવે છે. બાકીના ગુણસ્થાનકે નિશ્ચલતા હોય છે. કાર્યોત્સર્ગમાં અચલપણાની સાધનાનો અભ્યાસ છે અચલપણા પહેલાં નિશ્ચલપણાની સાધના થઈ ગઈ હોય છે. જાપ ધ્યાન દ્વારા નિશ્ચલની સાધના પૂર્ણ થયા બાદ અચલની સાધના શરૂ થાય છે. છેવટે અનંત સુખમાં સ્થિરતા છે ત્યાં અચલ પદને પામે છે.
નિશ્ચલ કરતાં અચલની સાધનામાં શારીરિક સંબંધ છૂટી જાય છે ત્યારે જીવનમુક્તિનો આનંદ ભોગવી શકાય છે.
નિશ્ચલ એ ચલમાંથી સ્થિર થયેલ છે એટલે તેમાં સ્થિરતા પૂર્વની અવસ્થામાં જે ચલતા છે તેનો અંશ સ્થિરતામાં પણ અનુભવાય છે. જયારે શુદ્ધ અચલતા છે તે તો આત્મિક અનંત આનંદ અને સુખની પ્રાપ્તિનું કારણ બને છે અને તે મોક્ષ અવસ્થા જ છે તે આત્મિક અનંત આનંદ અને સુખની પ્રાપ્તિનું કારણ બને છે અને તે મોક્ષ અવસ્થા જ છે તે પહેલાંની બધી જ સ્થિર અવસ્થા પણ આત્માની નિશ્ચલતા જ ગણાય છે.
જો કે એક દૃષ્ટિએ જોતાં બંનેની સ્થિર અવસ્થા છે તે તો સરખી જ છે. આ રીતે વિચાર કરતાં
સાધકનો અંતર્નાદ
72
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org