________________
છે તે પ્રાથમિક ભૂમિકામાં ઈચ્છાયોગનો હોય છે અને છેલ્લે સામર્થ્યયોગનો હોય છે.
ભકિતની શરૂઆત નમસ્કારથી થાય છે. પ્રભુ ભક્તિ કરનાર પ્રથમ નમસ્કાર કરે છે પછી તેમનાં ગુણગાન કરે છે પછી તેમાં તલ્લીન, તદ્રુપ, તદાકાર બની. સામર્થ્ય યોગનો નમસ્કાર સિદ્ધ કરે છે ત્યારે અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરી મુકિતમાં પહોંચી જાય છે.
મન ધાતુ પરથી ભક્તિ શબ્દ બનેલ છે. ભજવું, ભજન કરવું, એટલે ગુણગાન કરવા અને આગળ વધતાં તેમની આજ્ઞાનું પાલન કરવું એટલે તેમના વચન અનુસાર વર્તવું. આ જ સાચું ભજન છે, સાચી સેવા છે. તેમનાં વચનોમાં એટલા બધા ભક્તિના આવેશથી તલ્લીન બની જવું કે પ્રભુ, પ્રભુનાં વચનો અને ભકત તેનો ભેદ ભાંગી જાય અને એકાકાર, એકરસમથી ચેતના બની જાય ત્યારે પ્રભુ-પ્રભુ-પ્રભુ હું જ પ્રભુ એમ પ્રભુતામાં લયલીનતા પામી નિજ પ્રભુતાનો અનુભવ-આસ્વાદ માણે. પ્રભુએ બતાવેલા મુક્તિ માર્ગના બધા જ યોગોમાં પ્રભુ ભક્તિ રહેલી છે, પછી તે પ્રભુની સ્તવના રૂપે હોય કે પ્રભુ વચનો પ્રત્યેના આદર,શ્રદ્ધા, બહુમાનરૂપે હોય કે પ્રભુના વચનોના સ્વીકાર રૂપે હોય, અગર પ્રભુ વચન પ્રમાણેના વર્તનરૂપે હોય કે પ્રભુ સેવાના અંતિમ ફળ રૂપે પ્રભુ સાથે તન્મયતા, તદ્રુપતા, તદાકારતા રૂપે હોય કે સદાને માટે અભેદ થઈને તેમની જયોતિમાં જ્યોતિના મિલનરૂપે હોય. મુક્તિને ભક્તિ ઉપર સહજ ભાવે રાગ રહેલો છે એટલે કર્મમુક્ત આત્માની પ્રત્યેક અવસ્થામાં તે ભક્તિને સાથે જ રાખે છે. અને ત્યારે જ તે કર્મના પંજામાંથી એક એક બંધનોને છોડતો પોતાની મુકતાવસ્થા પામી શકે છે.
પ્રભુ ભક્તિ નથી તે સર્વ અનુષ્ઠાન શૂન્યરૂપે છે. અર્થાતું, તે અનુષ્ઠાન અનુષ્ઠાનરૂપ કહેવાતાં નથી. માટે જ પોતાની મુક્ત અવસ્થાની પ્રાપ્તિ માટે પ્રભુ જ એક શુભ અમોઘ સાધન છે. તેમનો ઉપકાર પ્રતિક્ષણે આત્મા નિહાળતો હોય, કૃતજ્ઞભાવમાં તરબોળ બનતો હોય, પ્રભુના અનંત ઋણમાં ડૂબી ગયો હોય, તેમાંથી બહાર નીકળવા ફાંફાં મારતો હોય અંતે પ્રભુના જ પુષ્ટ અને શુદ્ધ આલંબનને પામેલો, તેમના સ્વરૂપમાં ભળી જઈને અનંત ઋણથી એક ક્ષણમાં મુક્તિના છુટકારાનો દમ ખેંચી શાશ્વત સુખમાં હાલતો હોય.
૦૨. આત્મ વેદ
ભા.વ. ૧૪ વિદ્ ધાતુ ઉપરથી વેદ શબ્દ બનેલો છે. વેદશાસ્ત્રો અન્ય દર્શનમાં છે તે ચાર પ્રકારે છે. યજુર્વેદ, ઋવેદ, સામવેદ અથર્વવેદ : તે બધાની ઉપર મોખરે જૈનદર્શનમાં આત્મવેદ છે. જૈન દર્શન જ આત્મવેદમાંથી નીકળેલું છે. જૈન દર્શનના પાયામાં જ આત્માની વાતો છે. જેમાં આત્માને ઓળખવાની વાત નહિ તે જૈન દર્શન નહિ. વિદ્ એટલે જાણવું કોને જાણવું ? આખું જગત જાણ્યું, તેના એક એક અંગ પ્રત્યંગ જાણ્યા પણ તેને જાણનારને ન જાણ્યો તો તે બધું જ નકામું છે. જાણનારો આત્મા છે. તેને પણ ઓળખવાનો છે આત્માથી જ. આત્માને ઓળખવાની બધી જ પ્રક્રિયા જૈનદર્શનમાં બતાવેલી છે. જૈન દર્શનમાં બધા જ અનુષ્ઠાનો આત્માની શુદ્ધિ કરી તેને જોવા જાણવાની પ્રક્રિયાવાળા છે. સાધકનો અંતર્નાદ
70
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org