________________
૬૩. તત્ત્વકુંભ
મિ.વ. ૪ જૈનશાસનમાં તત્ત્વો નવ બતાવ્યા છે, પણ તે બધા તત્ત્વો જેમાં રહેલા છે એવો કુંભ સ્વરૂપ આત્મા છે. આત્મા તત્ત્વકુંભ છે. તત્ત્વોનો આધાર આત્મા છે, બધાં તત્ત્વો આત્મામાં ભરેલાં છે. કુંભમાં જેમ જલધારણ શકિત છે તેમ આત્મામાં બધાં તત્ત્વોને ધારણ કરવાની શક્તિ છે, માટે જ તેને કુંભની ઉપમા આપવામાં આવી છે.
આમ ટૂંકમાં જગતમાં બે જ તત્ત્વો છે, જડ અને ચેતન. જડ અક્રિય છે, ચેતન સક્રિય છે. જડમાં જે સક્રિયતા દેખાય છે તે ચેતનના સંબંધથી છે. અક્રિયની જગતમાં કોઈ કિંમત નથી. જો ચેતન ન હોય તો વિશ્વમાં જડ એકલું શું કરી શકે? જડ ન હોય તો પણ ચેતન એકલું પણ સક્રિયપણે પોતાનું કાર્ય કરે જ છે. સિદ્ધાત્માઓને નિરંતર જ્ઞાનોપયોગ, દર્શનોપયોગથી વિશ્વને જોવા, જાણવાની ક્રિયા ચાલુ જ છે. દેશ્ય જડ જેટલું છે તે બધું પણ ચેતનની ક્રિયાથી જ બન્યું છે. ચેતન જ તેનો જન્મદાતા છે અથવા તેણે જ આ દૃશ્ય જગત ઉત્પન્ન કર્યું છે.
પણ આપણે તેને ઉત્પન્ન કરનારને ઓળખતા પણ નથી. કુંભમાં રહેલા પદાર્થને જોઈએ છીએ, તેની કિંમત આંકીએ છીએ અને તે પદાર્થને આધાર આપનાર તરફ દુર્લક્ષ કરીએ છીએ, કદર કરતા નથી.
તત્ત્વકુંભ એટલે સારભૂત પદાર્થોનો જેમાં સંગ્રહ છે. એવો કુંભ કયો? નમસ્કાર મહામંત્ર. તેમાં પણ એક દૃષ્ટિએ વિચાર કરતાં જવાબમાં આત્મા જ આવે છે. પાંચ પરમેષ્ઠિ-પરમ આત્મ સ્વરૂપ છે. તેમાં બે તો કર્મકલંક રહિત શુદ્ધાત્મા છે. ગુરુપદે રહેલા છે તે પણ પરમ આત્મ સ્વરૂપની ઝાંખી કરાવે તેવા પરમ પદે રહેલા પરમેષ્ઠિ ભગવંતો છે. તેથી નમસ્કાર મહામંત્રનું સ્વરૂપ, પરમેષ્ઠિ સ્વરૂપ પરમ આત્મા જ છે. એટલે તત્ત્વકુંભ છે આત્મા. વળી તત્ત્વકુંભ એ પ્રવચન પણ છે. કેમકે પ્રવચન વિતરાગ પરમાત્માની વાણીનાં તત્ત્વભૂત-સારભૂત છે તે સાર પ્રવચનરૂપી કુંભમાં રહેલો છે. માટે તત્ત્વકુંભ પ્રવચન છે. પરમાત્મા અને તેમનું આગમ અભેદ છે તેથી સારાંશમાં તત્ત્વકુંભ પરમાત્મા છે.
સંઘ પણ તત્ત્વકુંભ છે. કેમ કે સંઘ તે તત્ત્વોને ધારણ કરનારો છે. તત્ત્વએ શાસનના સારભૂત છે તત્ત્વ-પ્રવચન તેને માનનાર સંઘ છે. સંઘ એ ઉચ્ચ કોટિના આત્માઓનો સમુદાય છે માટે તત્ત્વકુંભ આત્મા છે. તેને જ સેવો, તેને જ પૂજો, તેને જ ધ્યાવો તેને જ શરણે રહીને તે કુંભના સ્વરૂપને પ્રગટાવો. ૬૪. સુમતિનું સૌભાગ્યો
ભા.વ. ૫ આત્મદેવ જયાં સુધી સ્વઘરમાં છે ત્યાં સુધી સુમતિનું સૌભાગ્ય ટકે છે. આત્મા પરભાવમાં જાય છે ત્યારે સુમતિનો આત્મા સાથેનો સંબંધ વિલીન થવાથી તેનું સૌભાગ્ય નાશ પામે છે. સુમતિ આત્માના પક્ષમાં રહેનારી, સુકુલિણી, આત્માની સહચારિણી છે. આત્મા પરઘરમાં રમે એટલે તેના
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org