________________
મારો સહચારી બુદ્ધિ મિત્ર આ કોઈ પણ તારી માયાને ઓળખી લે તેમ છે, કયાંય ફસાય તેમ નથી અને ફસામણ જેવું હોય તો તેના સમાચાર તુરત આપે છે.
સબુદ્ધિ આવી પછી તો કુમતિને રહેવાનો કોઈ અવકાશ ન હોવાથી તે ચાલી ગઈ, અને આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં અંતર્લીન બની જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે. ૪૯. જ્ઞાનનો ચેતના સાથે સંવાદ
શ્રા.વ. ૬ ચેતના એટલે જ્ઞાનની જાગૃતિ, જ્ઞાન એ આત્માનો ગુણ છે. તે આત્માના બધા પદાર્થો પ્રકાશિત કરે છે, અર્થાત્ દેખાડે છે. જો ચેતના જાગ્રત ન હોય તો પ્રકાશિત એવા પદાર્થો પણ અંધકારમાં હોય તેવા ભાસે છે. ચેતના આત્માની દાસી છે. તે હરઘડી આત્માની તહેનાતમાં હાજર હોય છે. પણ આત્મા પરવશ પડયો હોય તો જ્ઞાનનો પ્રકાશ હોવા છતાં ચેતના ઊંઘે છે.
એક દિવસ જ્ઞાનને ચેતના સાથે સંવાદ થાય છે. જ્ઞાન કહે છે કે, સ્વામી પરાધીન બન્યા છે તે વખતે તારાથી ઊંઘી શકાય ? ત્યારે તો તારે વધુ કાળજી રાખવી જોઈએ. ત્યારે ચેતના કહે છે કે, સ્વામી પરવશ હોય છે ત્યારે તમારો પ્રકાશ ઝાંખો પડી જાય છે એટલે મને ઊંઘ આવી જાય છે માટે તમારે તે વખતે વધુ પ્રદીપ્ત બનવું.
જ્ઞાન કહે છે કે, મારો પ્રકાશ ઝાંખો નથી પડતો પણ તેઓ પરવશ હોવાથી મારા પ્રકાશને ઝાંખો દેખે છે એટલે તારી જાગૃતિમાં મંદતા આવી જાય છે. એમાં મારો દોષ નથી.
ચેતના કહે કે, તમારા જેવા સહભાવી અને સહવાસી હોવા છતાં શું સ્વામી પરવશ પડે ખરા? તો તમે સહવાસી થઈને શું કરવાના ? કેવળ ગૌરવ લેવાના કે હું આતમદેવની સાથે ને સાથે જ રહેનારો છું.
જ્ઞાન કહે કે ના, ના, એવું ગૌરવ લેવાનો મને શોખ નથી. હું તો સ્વામીને સમજાવું છું છતાં પરભાવે-પદાર્થોએ સુખની એવી લાલચ બતાવી છે કે ત્યાં સુખની શોધ કરવા મંડી પડયા છે.
ચેતના કહે કે તેઓ એમ પર ભાવોમાં લલચાય તેવા નથી, કોઈ દુષ્ટની સોબત થઈ ગઈ હશે. તમે સાથે રહ્યા છો તો તેનું ધ્યાન રાખવું જોઈએ કે કોણ છે એ દુષ્ટ ?
જ્ઞાન કહે અરે ચેતના ! તું તો મારો જ વાંક કાઢે છે? તું કયાં જાય છે તે વખતે? તારી દાસી તરીકે ફરજ નથી ? સ્વામી, ચાલો આ બાજુ ! એ દુષ્ટના પંજામાં સપડાવા જેવું નથી !
ચેતના કહે છે, પણ હું એને કયાં ઓળખું છું? ઓળખવાનું કામ તો તમારું છે. મારે તો ફકત જાગ્રતિ જ રાખવાની છે. માટે જાવ ! સ્વામીને ઓળખાવો કે આ જેની સોબતમાં છો તે કોણ છે ?
જ્ઞાન કહે મેં તો તેને જાણી લીધો છે પણ મને નથી લાગતું કે સ્વામી પાછા વળે. તે તો એટલા લટ્ટ બની ગયા છે એની વાક-જાળમાં કે હું ઓળખાવું તો પણ સાંભળવા તૈયાર નથી.
ચેતના કહે કે કોણ છે એ દુષ્ટ? જ્ઞાન કહે કે કોણ હોય? અનાદિ કાળથી પાછળ છિદ્રો તાકતો રાગ.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org