________________
તે પોતાના સ્વભાવમાં લીન થવા જ પ્રયત્નશીલ રહે છે. તેણે પોતાનું-આત્માનું સ્વરૂપ ઓળખ્યું છે (શ્રુતજ્ઞાન દ્વારા) તેથી પર વસ્તુમાં તે પરાયાપણાના ભાવથી વર્તે છે. પરની સાથે ચોવીસ કલાકની રમત રમતો હોય છે છતાં જ્ઞાન પ્રકાશ તેને નિરંતર જાગ્રત રાખે છે, એનાથી સાવધ રહેવાનો સ્વભાવટેવ પડી જાય છે અને તે જ જડની સહાય લઈને સ્વ તરફ જવા માટે તલસે છે. ત્યાં જ પોતાની વિભૂતિ દેખાય છે. તે જ સર્વસ્વરૂપે અનુભવે છે. ત્યાં જ સદા સ્થિરતા પ્રાપ્ત કરવામાં આનંદ માને છે. સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પરભાવનું આકર્ષણ છોડી સ્વભાવનો પ્રેમ લગાડી, તેને પ્રાપ્ત કરવા માટે ધૂણી ધખાવી, પરભાવને યજ્ઞમાં હોમી, સદા સ્વભાવમાં જ મેરૂની જેમ સ્થિર, અચલ થવાના કોડ પૂર્વક નિજ સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવી. તે સ્થિરતા જ અંતે પરમ પદ તરફ લઈ જશે અને અનંત અવ્યાબાધ પરમ સુખનો વિલાસી આત્માને બનાવશે. પછે. અનાહત નાદની અનુભૂતિ
ભા.સુ. ૧૦ અનાહત-નાદ એટલે અવાજ જે બે વસ્તુના અથડાવા સિવાય થાય છે. અર્થાતુ પુદ્ગલનો પુદ્ગલ સાથે અથડાવાથી અવાજ થાય છે તે આહત નાદ. તે સિવાય અથડાવા સિવાય આત્મામાંથી જે નાદ ઉત્પન્ન થાય છે તે અનાહત નાદ, આત્મામાં આ નાદ નિરંતર ચાલુ જ છે. તેને કોઈ વિરલા જ સાંભળી શકે છે. આહત નાદનો ઘણો ઘોઘાટ ચાલુ છે તેથી તે સાંભળી શકાતો નથી. એ ઘોંઘાટ જેની બાહ્યભાવની વૃત્તિ છે તેને અનાહત નાદ સાંભળવામાં ડખલગીરી કરે છે. જેણે બાહા ભાવ ત્યજયો છે, આંતરભાવને નિહાળ્યો છે, અને તેમાં રસ જમાવતા નિજ વૃત્તિ તદાકાર પામી છે, તેને પેલો ઘોંઘાટ કાંઈ અસર કરતો નથી. એ ઘોંઘાટ અનાદિના બાહ્યભાવ તરફના ઢળાવને લીધે ઉત્પન્ન થયો છે. તે ભાવને ત્યજવા આંતરભાવ તરફ ગતિ બદલવી જોઈએ. આંતરભાવનો આખો ઢળાવ જયારે સહજાનંદ સ્વરૂપ આત્મદેવ તરફ છે ત્યારે આત્મદેવ આપણો આંતરભાવ મળતાં હર્ષિત થાય છે. તેના હાસ્યનો આ રણકાર છે. અનાહત નાદ, આ અનાહતનાદની અનુભૂતિ આંતરભાવના અનુપમ મિલનને પામેલો આપણો આત્મા કરી શકે છે. તે અનુભૂતિનું સુખ તો તે નાદને સાંભળનાર જ કરી શકે પણ તેનું સ્વરૂપ વિલક્ષણ છે. આ જગતના કોઈ પદાર્થ સાથે સરખાવી શકાય તેમ નથી. પણ એ છે આત્માનંદનો વહેતો ઝરો છે તેમાંથી ઊડતા કણોની અનુભૂતિ છે. જો આત્માને જોવામાં અર્થાત્ આત્મદર્શનમાં પણ આખું જગત અને તેની માયા ભૂલાઈ જાય તો તેના (આત્માના) અનુભવમાં, અર્થાત્ આત્માનુભૂતિમાં તો કેવો અલૌકિક આનંદ ભોગવી શકાય ! આ નાદ પણ આત્માની અનુભૂતિના આનંદનો જ છે. હવે પ્રશ્ન એ રહ્યો કે આવી આત્માની અનુભૂતિ થાય કેવી રીતે? કેવળ લૌકિક જીવવામાં તે થાય? આત્મા એ લોકોત્તર પદાર્થ છે. તેને પ્રાપ્ત કરવા માટે લોકોત્તર જીવન જીવવું પડે. ભગવાને એટલા માટે જ તેની પ્રાપ્તિનો માર્ગ લોકોત્તર જ બતાવ્યો છે. તે માર્ગ લોકોના કેવળ વ્યવહાર-જીવનમાં ન દેખાય, પણ આધ્યાત્મિક જીવનમાં મળી શકે. મિથ્યા પ્રવૃત્તિઓ ત્યજીને કેવળ આંતરમનને આત્મા તરફ જ દોરવું
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org