________________
પડે. જેમાં આત્માનું મહત્ત્વ ન હોય, તેની યાદ ન હોય તેવી કોઈ પ્રવૃત્તિ લોકોત્તર બની શકશે નહિ. મુખ્યત્વે આત્માને જ ભજવાનો છે, સેવવાનો છે. તેની સેવાથી જ બાહ્ય ભાવનો ઘોંઘાટ ઓછો થશે ત્યારે આંતરમનમાં થતો સૂક્ષ્મ રણકાર (આત્માનો) સંભળાશે. અનાહતનાદ સૂક્ષ્માતિસૂક્ષમ છે, તે બાહ્ય કર્મોથી ન સંભળાય, તેને સાંભળનાર કર્યો પણ આંતરિક છે. તે કર્યો છે આંતર-સૂક્ષ્મમનઉપયોગ. તે જ આ સૂમનાદ સાંભળે છે અને આત્મા તેની અનુભૂતિ કરે છે. તે જ છે આત્માનંદની અનુભૂતિ. ૫૮. અજ્ઞાનનો ભૂતકાળ અને અજ્ઞાનનું ઉલેચવું તથા જ્ઞાનનું સ્થિરીકરણ
ભા.શુ. ૧૩ આ જીવને અજ્ઞાનનો ભૂતકાળ અનંતો ગયો છે. અર્થાતું, અજ્ઞાનનો ભૂતકાળ અનંતો છે, એ ભૂતકાળનું સ્મરણ કરવા આપણી નિગોદથી માંડીને અત્યાર સુધીની અર્થાતુ, જ્ઞાન ન પામ્યા ત્યાં સુધીની અવસ્થા સંભારીએ તો આ જીવે અજ્ઞાનદશામાં શું શું નથી કર્યું? તે કલ્પી શકાય તેમ નથી. અનંતા ઉપકારી એવા પંચ પરમેષ્ઠિની આશાતના, અનાદર તથા આપણા બંધુ સકલ જીવરાશિને પીડા, તિરસ્કાર, દુઃખ, ત્રાસ, સંકટ વગેરે કરવામાં અજ્ઞાનનો ભૂતકાળ આ જીવે વિતાવ્યો છે.
તે અજ્ઞાન છે તે અંધકાર છે, અંધકાર ઉલેચ્યો ઉલેચાય તેમ નથી, તેમ અજ્ઞાનની પણ તે જ દશા છે આપણને અજ્ઞાન ખટકે પછી તેને ઉલેચવા માંડીએ તો પાર આવે તેમ નથી. કારણ કે અનંતકાળથી તે છે તે કેમે ય ઉલેચાય નહિ તેને ઉલેચવા માટે જ્ઞાનનું એક જ કિરણ બસ છે. કારણ કે તેનું એક કિરણ પણ હજારો સૂર્યથી પણ અધિક પ્રકાશમાન છે. તે અનંતા અજ્ઞાનરૂપી અંધકારને ઉલેચી નાખે છે. તે જ્ઞાન અનંતા ભવે પુરુષાર્થ કરતાં-કરતાં કોઈ ભવિતવ્યતાના યોગે જ્ઞાની ગુરુનો યોગ મળતાં યોગાવંચક દશાને પામેલા જીવને ચરમાવર્તમાં મળે છે. ગુરુકૃપાને પામેલો જીવ જ્ઞાનદશામાં વર્તતો સકલ જીવરાશિના હિતને ઈચ્છતો, કોઈ પણ જીવને પીડા આદિ નહિ આપવાની પ્રતિજ્ઞાપૂર્વક જીવન વ્યવહાર ચલાવતો, અલ્પકષાયી જીવ અજ્ઞાનને ઉલેચવા જ્ઞાનનાં કિરણો પ્રસારતો જીવે છે ત્યારે અનંતુ અજ્ઞાન ઉલેચાઈ જાય છે. અને ગુરુની સેવા-આજ્ઞાબદ્ધ જીવન જીવતાં તેનામાં સજ્ઞાનનું સ્થિરીકરણ થાય છે. જ્ઞાનનું સ્થિરીકરણ થવાથી, સ્વ-પર ઉપકાર-હિત કરતો તે અનંતકાળના સ્થગિત દોષોનું એક ક્ષણમાં જ મૂળથી ઉમૂલન કરી પોતે પરમાનંદ સ્વરૂપ મુક્તિ પદને પામે છે અને અનેક જીવોને તે સ્વાદ ચખાડે છે. પ૯. સુમતિની પટુતા અને મૈત્રીની પ્રભાસતા
ભા.. ૧૪ સુમતિ તે આત્માની સાથે રહેનારી સહવાસિની છે અને સદા તેનું રક્ષણ કરનારી છે પણ જયારે આતમદેવ પરઘરમાં રમવા જાય ત્યારે તે દૂર ખસી જાય છે, અહીં એ પોતાની હોશિયારી વાપરે છે. જો તે વખતે પણ સુમતિ સાથે રહે તો તેને પણ કાળો ડાઘ લાગ્યા વિના રહે નહિ. પરઘરમાં આત્મા સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org