________________
સાથે કુમતિ હોય છે એટલે તે વખતે સ્વામીથી દૂર ખસેલી સુમતિ પોતાની પટુતાથી કુમતિને દૂર ખસેડવાના પ્રયત્ન કરે છે. તેની પટુતા એ છે કે દૂર રહેલી સુમતિ પોતાનું સ્વરૂપ આતમદેવને દેખાડ્યા કરે છે અને આતમદેવની તેના ઉપર નજર પડતાં વળી તેના પર મોહિત થતાં સ્વઘરમાં આવે છે. સુમતિ પોતાનું સ્વરૂપ એ રીતે દેખાડે છે કે જગતના સર્વે જીવો સમાન છે, સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે, “આત્મવત્ સર્વભૂતેષુ” પોતાના આત્મા સમાન જગતના સર્વ જીવોનું દર્શન કરો જેથી મૈત્રીનો પ્રકાશ આત્મામાં થાય પછી (પરજડ) પરઘરમાં જવાનું મન નહિ થાય. એ ઉદ્દેશથી દૂર રહેલી સુમતિ પટુતાથી પોતાનું સ્વરૂપ દેખાડીને આત્મદેવને કુમતિને ત્યજવાનું મન થાય તેમ કરે છે અને પાછા સ્વઘરમાં આવી જાય છે ત્યારે સુમતિ તેનો સંગ છોડતી નથી. સુમતિનું સ્વરૂપ છે મૈત્રીની પ્રભાસતા અને મૈત્રીભાવનું ભાન કરાવી તેનો પ્રકાશ. (જગત, જિન, આત્મા આ ત્રણેના એજ્યને પામેલો આત્માને સ્વઘરમાં રમાડે છે.)
૬૦. નવકાર છંદ રણને નવપદ અંગ
ભા.વ. ૧
નવકારમાં મુખ્ય છંદ નમો છે. તે આત્માનો ગુણ છે. ધર્મનો પ્રારંભ નમોથી થાય છે અને અંત પણ નમોમાં જ છે. પ્રારંભમાં નમવુ એટલે કર જોડવા, મસ્તક નમાવવું, અંતે નમવું એટલે પરિણમવું. કોને નમવું ? અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓને અને શેમાં પરિણમવું ? કોણ પરિણમે ? આત્મા પંચપરમેષ્ઠિઓમાં પરિણમે. પરિણમે એટલે તદ્રુપ બને, તદાકાર બને, તન્મય બને અને છેલ્લે તે સ્વરૂપને ધારણ કરે.
નમો-નમસ્કાર કરનાર આત્મા છે. તેથી નમો પદ નિશ્ચયવાચક છે. અરિહંતાદિ પાંચે વ્યવહારવાચક છે. જયારે આત્મા નમો દ્વારા તત્ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે પદો નિશ્ચય સ્વરૂપ બને છે.
આત્માનો ગુણ નમો છે પરંતુ પ્રારંભમાં અહંકારાદિ મોહના કારણે તે ગુણ અવરાયેલો હોવાથી તે ગુણનું દર્શન થતું નથી. અંતે તો તે પોતાના સજાતીય તત્ત્વમાં જ મળી જવા તલસે છે અને છેવટે તેમાં પરિણમીને જ જંપે છે અને ત્યારે જ પોતાના સાચા સુખને પામીને આનંદ-વિભોર બને છે. વિભાવ સ્વરૂપ અંહકારાદિમાં તે દુઃખથી પીડાતો જ હોય છે. તેમાં તેને ચેન પડતું નથી માટે તે, તે વખતે સુખના ફાંફા મારતો હોય છે પણ અજ્ઞાન અને મોહને આધીન હોવાથી તે અહંકારનું પોષણ થાય તેવા જ ઉપાયો શોધે છે અને તેનું પોષણ થાય તેવા બનાવોમાંથી કાલ્પનિક સુખ મેળવી ક્ષણિક શાંતિ અનુભવે છે અને દ્વિગુણિત ફોર્સમાં અહંકાર ઉછળે છે અને દુઃખની ખીણમાં પટકાય છે. તે માટે આ રાંક, પામર જીવને નવકાર એ ચિંતામણિથી અધિક, અમૃતથી પણ કંઈક ઘણો અને કામકુંભ કલ્પવૃક્ષ કરતાં પરમ શાતા અર્પનાર મહાન ઔષધ છે. નમોના પરમ અંતને પામેલા પાંચ પરમેષ્ઠિઓના આલંબને નવકારના મુખ્ય છંદ નમોને સાધવાથી પરમ સમાધિને પામી શકાય છે.
નવકારમાં પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર છે, તે છંદ છે, બાકીના ચારે પદો પણ તે છંદ તુલ્ય
સાધકનો અંતર્નાદ
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org