________________
અવિદ્યા કહેવાય છે. અવિદ્યાના જોરે તો આ જીવનો સંસાર ચાલુ છે. એક અજ્ઞાન પણ આત્માને માટે ખતરનાક છે તો તેનો સમૂહ તે તો ગાઢ અંધકાર છે. તે આત્મામાં છવાઈ જાય પછી તો કેવી તેની ગંભીર સ્થિતિ બને તે ખૂબ વિચારણીય છે. અજ્ઞાન એકલું એટલું બધું નુકસાનકારક નથી અર્થાત્ એકલું અજ્ઞાન આત્મામાં ગાઢ અંધકારને છાઈ દેતું નથી પણ તેમાં મોહ ભળેલો હોય છે એટલે અંધકારમાં આત્મા પાસે ઊંધાં કામ કરાવીને નરકરૂપી ગર્તામાં ફેંકી દે છે. આ ગાઢ અંધકારને દૂર કરવા પ્રથમ તો જ્ઞાન-પ્રકાશના શરણે જવું જોઈએ. તે પ્રકાશ જ્ઞાનીના આત્મામાં હોય છે. જ્ઞાનીની ચારે બાજુ તે પ્રકાશ ફેલાયેલો હોય છે. તે પ્રકાશમાં રહેવાથી આપણો થોડો અંધકાર દૂર થાય છે. આપણી દષ્ટિ થોડું કામ કરી શકતી હોય છે. અને આપણી આત્મા તરફ ગતિ ચાલુ થાય છે. પછી તેમના પ્રકાશના સંસર્ગથી આપણો પ્રકાશ પ્રગટે છે અને સ્વમેળે આપણી ગતિ આત્મા તરફ વેગમાં થવા માંડે છે. અને ઈષ્ટ સ્થાને મોક્ષે આત્મા પહોંચી જાય છે.
૫૩. વિભાવદર્શીપણું (વિભાવદર્શિતા)
શ્રી.વ. ૯ આત્માની વિભાવદર્શિતા અનાદિ કાળથી ચાલી આવે છે. ભાવ એટલે પદાર્થ. જેની દુનિયામાં (ભૂ.સત્તાયામ્) સત્તા હોય તે બધી જ વસ્તુ આવી જાય, તો વિભાવ કોનો ? અહી છ પદાર્થો-દ્રવ્યો મુખ્યત્વે બતાવ્યા છે પણ તે બધામાં આત્મદ્રવ્ય કિંમતી દ્રવ્ય છે. સૌ સૌના સ્થાને સૌ કિંમતી છે છતાં છયે માં આત્મદ્રવ્ય ઝળહળતા રત્ન જેવું છે. તે છે તો બાકીનાની કિંમત છે. માટે ભાવ એટલે અહીં આત્મા નામનો પદાર્થ, અને એનાથી વિપરીત ભાવપદાર્થ તે વિભાવ. આત્મ દ્રવ્ય સક્રિય છે, નિષ્ક્રિય પડી રહેલાં દ્રવ્યોની કિંમત કાંઈ ગણાતી નથી. સક્રિય એવું આત્મદ્રવ્ય પોતાનામાં જયારે રહે છે ત્યારે તે સ્વભાવમાં છે એમ કહેવાય છે. તે સક્રિય છે એટલે કાં તો સ્વમાં રહે અગર વિપરીત ભાવમાં પોતાનું સક્રિયપણું બતાવે, જયારે પોતાના ભાવને - આત્મદ્રવ્યને છોડીને વિપરીત ભાવ - પદાર્થ - પુગલ આદિમાં તેની સક્રિયતા ઢળે ત્યારે તેની વિભાવ તરફ નજર હોય છે. આ દષ્ટિ તેની મોહાદિના કારણે પ્રગટેલી હોય છે. કેવળ વિભાવદર્શીપણું એ ભવાભિનંદીતાનું સૂચક છે. અનાદિ કાળની ચાલી આવતી પુગલ વાસના (પુગલ તરફ ઢળવાના સંસ્કાર) આત્મ વાસનાને પ્રગટ થવા દેતી નથી. પુદ્ગલ એ જીવથી તદ્ન વિરુદ્ધ લક્ષણવાળું છે. એટલે પુગલ તરફ ઢળવામાં આત્માને કોઈ ભ્રમ થઈ જવાનું કારણ નથી. છતાં મોહવાસિત આત્મા પોતાની સક્રિયતાનો ઉપયોગ જે સ્વમાં-આત્મામાં, સ્વભાવમાં કરવો જોઈએ તે કરી શકતો નથી. વિભાવ તરફ જોવું એ આત્માનું કામ નથી પણ મોહનું કામ છે. મોહ તેનું મુખ તે બાજુ ફેરવી નાખે છે જેથી જે આત્માની પોતાની વસ્તુ નથી તેવા આત્મા સિવાયના પાંચે દ્રવ્ય-અર્થાત્ પુદ્ગલ દ્રવ્ય, જે નિરંતર ચક્ષુદ્વારા પણ અનુભવી શકાય છે અર્થાતું, પ્રત્યક્ષ છે. તેના તરફ જોવાપણું એ તો આત્માનું અસતિત્વ છે. જે પર છે તે બાજુ દૃષ્ટિ કરવાનો
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org