________________
ચેતના કહે કે ભારે થઈ! આના પંજામાં સપડાયેલા ભલભલા પડ્યા છે ! બહુરંગી એની છાયા છે, તેને તો ઓળખવો ય મુશ્કેલ છે. તે તો ધર્મના ય વાઘા ચડાવે છે, એમાં તો મોટા મોટા મહારથીઓ ય ફસાયા છે અને પડ્યા છે. તો તે જ્ઞાનજી ! શું કરીશું? જ્ઞાન કહે કે જા તું, ઊંઘવાનો દેશ છોડ અને સંપૂર્ણ જાગૃતિપૂર્વક ચેતનદેવ સ્વામીને કહે કે આપણી પ્રતિકૃતિનાં દર્શન કરીએ. હૃદય મંદિરમાં વીતરાગની મૂર્તિ છે તેને નિહાળો તે તમારી પ્રતિકૃતિ છે તેને જોવાનું આપણે વિસરી ગયા છીએ. આપણા મૂળ સ્વરૂપને ભૂલીને અવળે પંથે લઈ જનારો આ રાગ તે તો મોહનો સેવક છે તેને ઓળખવામાં આપણી મોટી ભૂલ થઈ ગઈ છે.
ચેતના કહે કે, આ બધું હું તો કરીશ. પણ તમે તમારો પ્રકાશ ફેંકવામાં કંજૂસ ન બનતા. તે વખતે બરાબર પ્રકાશ કરજો એટલે વિતરાગનાં દર્શન થાય અને રાગને પણ એ પ્રકાશમાં બરાબર ઓળખી લે. જો તમે રાગને ઓળખ્યો એટલે દ્વેષ તો ચાલવા જ માંડશે. પછી તો પ્રકાશ જ પ્રકાશ તેમના સ્વરૂપમાં થઈ જશે અને પછી તો એટલા બધા પ્રકાશમાં હું સદાને માટે જાગૃત જ છું.
ચેતન દેવે ચેતનાની સહાયથી રાગને ઓળખી ને તેને તિલાંજલિ આપી કેવળજ્ઞાનના પ્રકાશમાં અંતર્ધાન થઈ ગયા. ૫૦. જ્ઞાનની બહિર્મુખતા
શ્રા.વ. ૭ બહિર્મુખતા એટલે આપણું મુખ બાહ્યભાવ તરફ રહેવું. જ્ઞાનની બહિર્મુખતા એટલે જ્ઞાનનું મુખ બાહ્યભાવ તરફ રહેવું. એ કયારે બને? જ્ઞાન તો પ્રકાશ આપનાર છે, આત્માને. પ્રકાશ તો પદાર્થ જેવો હોય તેવો જ બતાવે, તેને-પ્રકાશને આત્માથી પર પદાર્થો છે તેને તેવા જ દેખાય છે. બાહ્યભાવરૂપે જ જુએ છે પણ તેનું વલણ-જ્ઞાનનું મુખ શા માટે એ બાજુ રહે છે? તેની સાથે મિથ્યામતિ ભળેલી છે જેને અવિદ્યા કહેવાય છે. તેણે તેનું જ્ઞાનનું વલણ બદલી નાંખ્યું છે. તેનો પ્રકાશ બાહ્યભાવો પર જ પડે છે, તે દિશા બદલી નાખે અને આંતરપ્રકાશ ફેલાવે તો તે જ જ્ઞાન આંતર્મુખ બને.
પરંતુ અનાદિના મિથ્યા સંસ્કારને કારણે બહિર્મુખતા સહજ બની ગઈ છે તેને બદલવા માટે મહાન પુરુષાર્થ આદરવો પડે તેમ છે. પ્રથમ દૃષ્ટિ બદલવી પડશે, મિથ્યા મહિને દેશનિકાલ કરવી પડશે.
જ્ઞાન તો મિથ્યાંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવવાના સ્વભાવવાળું છે પણ દૃષ્ટિને આંજી દેનારી મિથ્યામતિની ત્યાં હાજરી હોવાથી દિશા બદલાઈ ગઈ અને અંધકાર તરફ જ્ઞાનની ગતિ થવા માંડી જેથી જ્ઞાનનું મુખ બાહ્યભાવ તરફ થયું અને આત્મામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાને બદલે અંધકારઅંધકાર છવાઈ ગયો. - હવે તો મિથ્થામતિ જ્ઞાની ગુરુ પાસેથી ઓળખાઈ ગઈ છે. તેને સદબુદ્ધિ દ્વારા દેશવટો આપવાનો છે જેથી જ્ઞાનની બહિર્મુખતા ટળી જશે. અને આત્મસન્મુખ થશે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org