________________
કહે કે એમ કાંઈ છૂટે? એ પણ મારી સાથે અભેદભાવને પામેલું છે. ચેતના કહે ના રાજાજી એ મારી જેમ અભેદતાને નથી પામેલું, પણ તે એવી રીતે એકમેક થઈ ગયું છે જેથી ભ્રમ થાય છે. સાચો માર્ગ આ ભ્રમમાં પડી રહીને તેની જાળમાં ફસાયા કરવું તે નથી. પણ તેના મૂળમાં રહેલી તેની શક્તિઓને ઓળખી તેને ભાંગી નાખીને શક્તિ ઓછી કરવી જોઈએ. તે તેની શક્તિ છે રૂપી હોવા છતાં અદશ્ય રહેવાની. તેના પરિણામને જોઈ શકીએ છીએ પણ તેના મૂળને-કર્મ પુગલને જોઈ શકતા નથી. દા.ત.
દારિક વર્ગણા, કાર્મણ વર્ગણા વગેરે પુદ્ગલોને જોઈ શકતા નથી જે આ સ્થૂલ દેહ દેખાય છે તે ઔદારિક કાર્પણ વગણા નથી. પણ કર્મના પરિણામરૂપ જડ દેહ છે. તેનાથી છૂટવા માટે જ્ઞાનીના શરણે જઈ તેનો ઉપાય મેળવીએ.
તેનાથી છૂટવા માટે તેની જ સહાય લઈને શુભાનુષ્ઠાનથી કર્મને નિર્જરતા-નિર્જરતા શુદ્ધ બનેલા ચેતનને જોઈ શકીએ છીએ.
ચેતના કહે છે હું તમારું દિવ્ય સ્વરૂપ પણ હાલમાં જોઈ શકતી નથી. તમે જ્ઞાનીની વાત સાંભળી હવે પુરુષાર્થ આદરો તો હું તમારા બંધનની પીડા સહી રહી છું તેનાથી મુક્ત થઈને તમારામાં જ અંતર્લીન બની સાચા સુખને અનુભવી શકું. હું તમારી સાથે સદા આજ્ઞાંકિત અભેદપણે રહેનારી છું અને તમે જડનો-પરનો સંગ કરો છો તે મારાથી સતું જતું નથી. ચેતન ભાનમાં આવે છે અને પોતાની ચેતના સાથે હવે એકરંગી બનીને જડનો ત્યાગ કરી દિવ્ય સુખનો અનુભવ કરે છે. ૪૧. ઉપયોગની મધુરતા.
દ્ધિ.શ્રા.શુ. ૧૦ ઉપયોગ એજ આત્માની મૂડી છે. કોઈ પણ સાધનામાં તેને જ વાપરવી પડે છે. જો તે ન વાપરીએ તો સાધના જ ન થાય. આપણું સાધ્ય મોક્ષ છે. આવું મહાન સાધ્ય સિદ્ધ કરવું છે અને મૂડી અકબંધ રાખી મૂકવી છે એ કેટલું મૂર્ખતાભર્યું કામ છે! આ મૂડી જેમ-જેમ વાપરીએ તેમ સ્થિર થાય છે અને જરા પણ ખૂટતી નથી. તેને સાધનામાં વાપરીએ ત્યારે જ તે મૂડીના ભોગવટાની મીઠાશ આવે છે. તેમાં સાકર અને શેરડી દ્રાક્ષ કરતાં અનંત ગણી મધુરતા છે. તે મધુર છે સાથે નિર્મળ છે. તેમાં આલંબનનું પ્રતિબિંબ પડે છે આલંબન શુદ્ધ હોય તો તેમાં રહેલી મધુરતાનો આસ્વાદ લઈ શકાય છે. પણ જો આપણું ઉપાદાન પ્રગટ થયું હોય, તેમાં પ્રીતિ ધરાવતું હોય, તો કદી ન ભૂલાય તેવી મધુરતા ચાખી શકે છે. આ આસ્વાદ જેણે લેવો હોય તેણે તે ઉપયોગનો પરિચય કરવો અને તેમાં લીન બનવું. તેમાં લીન બનવાથી આપણું પ્રતિબિંબ (આત્માનું) તેમાં પડે છે. તેને જોવામાં ઉપયોગની મધુરતા વૃદ્ધિ પામે છે. અર્થાતુ, આત્માને તેની મીઠાશ આસ્વાદવામાં ખૂબ આનંદ આવે છે અને પરમ સુખનો અનુભવ કરે છે.
સાધનામાં ઉપયોગરૂપ મૂડી વાપરીએ તો સાધના મધુર લાગે છે કેમકે સાધનાને ઉપયોગનો સ્પર્શ હોય છે. માટે આંશિક આનંદ તે મધુરતામાંથી મેળવી શકે છે અને સંપૂર્ણ મધુરતાનો આસ્વાદ ઉપયોગમાં પ્રતિબિંબિત સ્પર્શ પામેલો આત્મા લઈ શકે છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org