________________
૪ર. સ્થિતિ ભાવ
શ્રા.શુ. ૧૨ સ્થિતિ ભાવ એટલે સ્થિતિ નામનો પદાર્થ. વસ્તુ માત્રમાં તે હોય છે. જેમકે કાય સ્થિતિ, વયસ્થિતિ, કાયાની સ્થિતિ કયાં સુધી હોય ? વયની સ્થિતિ કેટલી ? વિગેરે મોક્ષ સ્થિતિ કયાં સુધી તો કહીએ છીએ કે અનાદિ અનંત કાલ સ્થિતિ છે. એક જીવ આશ્રયી સાદી અનંત કાલ સ્થિતિ છે.
કોઈ વસ્તુ એવી નથી કે જેની સ્થિતિ ન હોય અથવા વસ્તુ સાથે તાદાત્મ્યભાવથી સ્થિતિ નામનો પદાર્થ રહેલો છે. પણ જે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેમાં સ્થિતિ પણ તેની સાથે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પણ શાશ્વત પદાર્થો છે તેમાં સ્થિતિ અનાદિ અનંત છે. પણ તેના પર્યાયોની સ્થિતિ ક્ષણિક છે. સમયે-સમયે પલટાતી રહે છે.
છ પદાર્થોમાં છ એ છ પદાર્થો શાશ્વત છે. એકેનો મૂળથી નાશ નથી, ઉત્પત્તિ નથી, માટે તેની સ્થિતિ અનાદિ અનંત છે. પણ તે દરેક પદાર્થોની પર્યાયો ક્ષણિક છે. તેની સાદિ સાંત સ્થિતિ છે, પુદ્ગલ અનિત્ય કહેવાય છે તે વ્યવહારથી છે કેમકે તે રૂપી છે ચક્ષુથી દશ્ય છે તેથી તેની પર્યાય જે સમયે-સમયે પલટાય છે તે ભલે નથી દેખાતી. તેનો નાશ અને ઉત્પત્તિ ચક્ષુગોચર નથી બનતી પણ જયારે કાળના યોગે થતી સૂક્ષ્મતાના નાશે તે દેશ્ય બને છે, અર્થાત્, જેમ-જેમ કાળ જાય છે તેમ-તેમ તેનું સૂક્ષ્મ પરિવર્તન થતું નાશ પામે છે અને મોટો ફેરફાર દેખાય છે. સ્કંધ-દેશ-વિભાગ પડી જાય છે ત્યારે તે સ્કંધનું રૂપાંતર થતાં નાશ દેખાય છે. એટલે અનિત્યતા ભાસે છે.
વળી પુદ્ગલના રાગે અને દ્વેષે જીવ કર્મબંધ કરે છે. તે તેની મૂઢતા દૂર કરવા માટે પુદ્ગલના વિભાગ પડતા અથવા તેની એક પર્યાયનું દર્શન કરાવી તેની અનિત્યતાનું ભાન કરાવે છે ત્યારે તે રાગ અને દ્વેષથી વિરમે છે. ખરેખર તો પુદ્ગલ સ્કંધની નાશ સ્થિતિ નથી તેમ શાશ્વત સ્થિતિ પણ નથી. તેનું મૂળ સ્વરૂપ પરમાણુ, તે શાશ્વત છે.
આ સ્થિતિ નામના પદાર્થની વિચારણા દરેક પદાર્થોમાં રહેલી કલ્પના સ્થિતિને દૂર કરી મૂળ સ્થિતિ જે અનાદિ અનંત સ્થિતિ છે તે રૂપે નિશ્ચયથી સ્વીકારી, વ્યવહારે જયાં-જયાં જે સ્થિતિ માનવાથી રાગ-દ્વેષની પરિણતિથી જીવ વિરામ પામે તે તે સ્થિતિરૂપે ક૨વાની છે. જેથી પોતાના મૂળ સ્વરૂપને પામી શકે. જેની સાદી અનંત સ્થિતિ કાળ છે.
૪૩. જ્ઞાનઘન
શ્રા.શુ. ૧૩
જ્ઞાનની ગહનતા તેને જ્ઞાનઘન કહેવાય છે. આમ તો જ્ઞાનઘન એટલે આત્મા. જેમ આનંદઘન આત્મા આનંદના ઘનસ્વરૂપ છે, તેમ જ્ઞાનના પણ ઘન સ્વરૂપ છે.
જ્ઞાનની ગહનતા આત્મામાં રહેલી છે. કેમ કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે આત્મા ઉપર કર્મનાં પડલો હોવાથી જ્ઞાનની ગહનતા અવરાઈ ગયેલી છે. ક્ષયોપશમ ભાવનું જ્ઞાન પ્રકાશિત હોવાથી સંપૂર્ણ જ્ઞાન
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
48
www.jainelibrary.org