________________
સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો જ સિદ્ધિ અવશ્ય છે. એક આત્મતત્ત્વ માટે જ આ બધી અથાગ મહેનત તીર્થકર ભગવાન અને ગુરૂ ભગવંતની જગતના જીવો માટે છે. શાસ્ત્ર-ભગવાનની આજ્ઞા પણ આત્મ તત્ત્વની સિદ્ધિ માટેનો જ પ્રયત્ન કરવા માટે છે. સાક્ષાત્ કદાચ ન પણ દેખાય પણ તેના પેટાળમાં તો એના માટે જ બધી ધામધૂમ છે. જો એ લક્ષ્યથી બધી જ ક્રિયા, અનુષ્ઠાનો અને વિચારો કરવામાં આવે તો જ તે ક્રિયા વગેરે સત્યની સિદ્ધિ માટે થાય. નહિતર પુણ્ય બંધાય પણ જે લક્ષ્ય હોય તે આપીને કવચિત્ પાપ પણ બંધાવે.
માટે હે ભવ્યો ! લક્ષ્ય બાંધો. મજબૂત બાંધો, જેથી ભવભ્રમણનો અંત આવે. સાલંબન ધ્યાનમાંસિધ્ધ પરમાત્મા તે લક્ષ્ય છે-સાધ્ય છે. આત્મ સ્વરૂપને જોવા માટે આદર્શ છે. તેમની વીતરાગતા તે આપણું લક્ષ્ય છે. પણ વીતરાગતા તે આલંબન નથી. વીતરાગતાનું આલંબન લઈ શકાય નહિ કારણ કે તે સિદ્ધ છે, સિદ્ધ તે આદર્શ છે, આપણું આત્મ સ્વરૂપ છે. અરિહંત પરમાત્મા તે વીતરાગતા પ્રગટ કરવા માટે સાધન છે - આલંબન છે. માટે પ્રથમ માર્ગદર્શક એવા તેમનો અનંત ઉપકાર છે તેનું આલંબન લઈ જીવની અનાદિ કાળની ચાલ જે અહંકાર-આપણા સિદ્ધિ માર્ગમાં પહાડની માફક આડો આવે છે તેને તોડીને સરળ માર્ગ કરવા માટે અરિહંત પરમાત્માના અનંત ઉપકાર (નિઃસ્વાર્થ ઉપકાર) આપણી રગેરગમાં લોહીના અણુએ-અણુમાં આત્માના પ્રદેશ-પ્રદેશે ભાવિત કરવા માટે તેમનું આલંબન લઈ હૃદય શુદ્ધિ-ચિત્ત શુદ્ધિ-ઉપયોગ શુદ્ધિ કરવા માટે નિરંતર ધારણ કરી કૃતજ્ઞભાવ ખીલવવો. તે પછી તેઓમાં રહેલી વીતરાગતા, સ્વરૂપ રમણતા આદિ ગુણો પ્રત્યે પ્રેમ જાગે, ભક્તિ જાગે ત્યારે તે ગુણોનું આલંબન લઈ સિદ્ધ બની શકાય છે. સિદ્ધ ભગવંતો તે સાધ્ય છે. આલંબન અરિહંત પરમાત્મા છે.
દ્ધિ.શ્રા.શુ. ૧૨ સમવસરણે ભગવાને કહ્યું ! હે જીવાત્મન્ ! અનાદિ કાળના જડ ચેતનના મિશ્રણથી ચેતના મુંઝાઈ રહી છે. પ્રભુ ! તે ચેતનાનો છુટકારો શી રીતે થાય ? તે શાથી મુંઝાય છે ?
જે પોતાનું નથી તેની સાથે રહેવું પડયું છે, તે પણ એકમેકતાથી રહેવું પડે છે તે કાંઈ ઓછા દુઃખની વાત છે ? કર્મના બંધનથી બંધાયેલો ચેતન ચેતનાને જાત જાતની આજ્ઞા ફરમાવે છે. જે ચેતનાને અનિષ્ટ છે. નિજ સ્વરૂપમાં જ જેને સદાને માટે શયન કરવું છે અને આરામના સુખનો અનુભવ કરવો છે એ શી રીતે અહીં શાંતિ અનુભવી શકે માટે આ બંધનથી છૂટવું છે પણ ચેતનની સાથે એકલા અભેદને પામેલી તેને ચેતનના બંધનનું દુઃખ સહેવું પડે છે ચેતન રાજા છે. ચેતના તો તેની આજ્ઞાંકિત છે તે ચેતનને સમજાવવા માટે અને બંધન છોડાવવા માટે ઉપાયો શોધે છે. અને કહે છે, રાજાજી ! હું ખૂબ મુંઝાઈ ગઈ છું, મારી મૂંઝવણ દૂર કરવા ખાતર પણ આપ જડનો સંગ છોડો ચેતન સાધકનો અંતર્નાદ
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org