________________
પુદ્ગલના સ્પર્શ ગુણને ઈન્દ્રિય (પુદ્ગલ) સ્પર્શે છે. ક્ષાયોપમિક ગુણના સ્પર્શને પુદ્ગલની સહાયથી આત્મા સ્પર્શે છે અને તેમાં સત્યાંશ શુભ ગુણો દ્વારા ઈન્દ્રિયોને જીતે છે. ક્ષાયોપમિક અશુભ ગુણોથી તે જીતાય છે. ચૈતન્યના સ્પર્શને આત્મા સ્પર્શે છે. શુભ કે શુદ્ઘ ઉપયોગમાં રહેલો આત્મા ચૈતન્યનો સ્પર્શ કરવા દ્વારા ક્ષાયિક ગુણોની સિદ્ધિ કરે છે.
પૌદ્ગલિક સ્પર્શ શુભ છે, તે સુખકારક બને છે પણ તે આત્માને નહિ પણ પુદ્ગલને, છતાં આત્મા સુખ માને છે, પણ તે સુખાભાસ છે.
સ્પર્શ ગુણ ક્ષાયોપમિક છે તેમાં જ્ઞાનાદિ (સમ્યગ્) તે આત્માને સુખકારક બને છે અને પરને પણ સુખ ઉપજાવે છે. ક્ષાયિક ગુણ એકાંતે આત્માને સુખકારક બને છે. ચૈતન્ય સ્પર્શ આત્માના અલૌકિક સૌંદર્યનો સ્પર્શ છે. તે એકાંતે આત્મામાં અનંત અનંત આનંદની લહરીઓ ઉપજાવી અગાધ એવા સુખ સાગરમાં ડૂબાડી અગમ્ય અગોચર એવા મુક્તિ સુખના સ્વાદને ચખાડે છે.
૩૪. ભાવના ભાવનો અભાવ
શ્રા.શુ. ૫
ભૂ ધાતુનો અર્થ હોવું-થવું તે ઉપરથી બનેલો ભાવ શબ્દ આપણે આત્માના અધ્યવસાયના અર્થમાં વાપરીએ છીએ. જે વસ્તુનું આત્મામાં હોવાપણું છે. તે શું ? આત્મામાં ભાવ છે, સદ્ભાવ છે, સહજભાવ છે, આત્માની સાથે સંકળાએલો એ પદાર્થ છે, આત્મા કર્મબદ્ધ હોય કે કર્મમુક્ત હોય, કોઈ પણ અવસ્થામાં આ ભાવ નામનો પદાર્થ તેમાં જોડાયેલો જ છે. ભાવના અસ્તિત્વનો અભાવ એ કઈ અવસ્થામાં ઘટી શકે ? અહીં કયા ભાવના ભાવનો અભાવ કહેવા માંગે છે ? આત્માનો સ્વભાવ, પરભાવ, વિભાવ, સહજભાવ, ગુણભાવ, પર્યાયભાવ વગેરે અનેક ભાવો છે. તે અનેક સ્વરૂપ ધારણ કરે છે અથવા અનેકરૂપે તેનું અસ્તિત્વ છે. તે બધા ભાવમાં કયા-કયા ભાવના ભાવનો અભાવ હોઈ શકે ? એ વિચારવું જરૂરી છે જે ભાવના ભાવનો અભાવ થઈ શકે તેને આત્મસ્વરૂપમાં બાધક એવા ભાવનો અભાવ કરવા પુરુષાર્થ કરવા તેનું ચિંતન જરૂરી છે. આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં બાધક પરભાવ-વિભાવ વગેરે છે. આત્મામાં તેનો સત્તાએ અભાવ છે પણ મોહાધીનતાના કારણે મિથ્યાર્દષ્ટિથી જડ સ્વરૂપને સ્વસ્વરૂપે ઓળખી રાગ કરે છે, મમતા કરે છે માટે પરભાવ ભાવનો આત્મામાં અભાવ છે એ સ્વરૂપે આત્માને જોવો. વિભાવ જે આત્મામાં નથી તેને તેના ગુણરૂપે માનીને આદરે છે. તેથી આત્માની મૂર્છિતદશાને પામે છે. જેમાં પોતાના સ્વરૂપનું જેને બિલકુલ ભાન નથી. તે વિભાવ ભાવનો આત્મામાં અભાવ જોવો, જેથી આત્માની સભાનદશા પ્રાપ્ત થાય. સહજભાવ સ્વભાવ તે ભાવનો આત્મામાં અભાવ નથી, માટે તેનો અભાવ ગમે તેવી કર્મબદ્ધ અવસ્થામાં ભાનભૂલ્યા હોઈએ તો પણ આત્માના સહજભાવ સ્વભાવને ઓળવવો નહિ પણ તેની અસ્તિતાને આંતરમન સુધી દઢીભૂત બનાવી આત્મામાં ભાવિત કરવી અને નિરંતર સ્વસ્વરૂપને નિહાળવાની ટેવ પાડવી. આત્માનો ગુણભાવ એટલે આત્મા ગુણ સ્વરૂપ છે તેનું આત્મામાં હોવાપણું છે તેના અસ્તિત્વનો અભાવ નથી. પર્યાયભાવમાં પણ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
42
www.jainelibrary.org