________________
જ્ઞાન પણ થાય સંપૂર્ણ. સંપૂર્ણ એટલે અધૂરો નહિ, આકૃતિથી સંપૂર્ણ. પણ તેના સંપૂર્ણ ધર્મ વગેરે એમ નહિ, જેટલો ક્ષયોપશમ હોય તેટલો પૂર્ણ જુએ, જાણે. આપણી ક્ષયોપશમની વિચિત્રતાએ જુદો જુદો જ્ઞાન સ્વભાવ વ્યાપે છે. કેવળીને કર્મના સંપૂર્ણ ક્ષયથી જ્ઞાનમાં વિચિત્રતા ન હોય પણ કેવળ-સંપૂર્ણ નિર્મળ માત્ર સર્વ પદાર્થને સંપૂર્ણરૂપે જુએ જાણે.
ઉપયોગની શુદ્ધિ હોય તે પ્રમાણે જ્ઞાન શુદ્ધપણે વ્યાપે.
આપણને શ્રત દ્વારા જે જ્ઞાન મળ્યું છે તેને તે-તે પદાર્થો જયાં જયાં લોકાલોકમાં છે ત્યાં-ત્યાં ઉપયોગ દ્વારા સ્પર્શ કરી શકીએ છીએ માટે જ્ઞાનની વ્યાપકતાનો ઉપયોગ આપણે સમગ્ર વિશ્વમાં રહેલા આત્માઓના ચૈતન્ય સ્વભાવને, પંચ પરમેષ્ઠિઓને ઉપયોગ દ્વારા સ્પર્શ કરી આપણા ઉપયોગની મલિનતાને દૂર કરી ઉપયોગની શુદ્ધિનું કાર્ય સતત કરી શકીએ છીએ. માટે જ્ઞાનની વ્યાપકતાનો મોટો સહારો આપણને આ રીતે ખૂબ લાભદાયી છે. વળી સિદ્ધ પરમાત્માના ઉપયોગનો સ્પર્શ પણ આપણે જ્ઞાનની વ્યાપકતાના કારણે જ આપણા ઉપયોગને કરાવીને અભેદ સાધીને ઐકયતાનો અનુભવ કરી શકીએ છીએ.
વળી સંસ્થાન વિજય ધર્મધ્યાનમાં પણ આપણો ઉપયોગ લોકમાં રહેલા સર્વ પદાર્થોને સ્પર્શી મનને સ્થિર કરવા માટેની ચંચળતા દૂર કરવા માટે અને મનોલય સાધવા માટે કાર્યકર બને છે. એ જ્ઞાનના વ્યાપકતાના ગુણને જ આભારી છે. ૩૩. સ્પર્શ
શ્રા.શુ. ૩ + ૪ સ્પર્શ એટલે સ્પર્શવું. પુદ્ગલનો ગુણ છે સ્પર્શ. તેના આઠ પ્રકાર છે. તેમાં ચાર શુભ છે ચાર અશુભ છે. શુભ સ્પર્શથી મોહાધીન જીવ રાગ કરે છે, અશુભ પર દ્વેષ કરે છે તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. ઈન્દ્રિયોની જીત માટે શુભાશુભ સ્પર્શમાં સમભાવી બનવું અથવા તે તે વિષયોના ગ્રહણમાં જ્ઞાતાદ્રષ્ટા બનવું. જેથી પુગલ સ્પર્શગુણ મોહનીયાદિ કર્મબંધ કરાવી દુર્ગતિમાં રખડાવી ન શકે. માટે આ પુગલ સ્પર્શમાં જીત મેળવવા માટે ગુણ સ્પર્શ કરવો. જેમાં પુગલ અને આત્મા બંનેની સહાય લેવાની છે. આ અવસ્થામાં તો પુદ્ગલની સહાયથી આત્મા પર લાગેલા કર્મનાં આવરણો ખસેડી ક્ષાયોપથમિક ગુણનો સ્પર્શ આત્મા કરી શકે છે અને એ જ આપણી પ્રારંભિક ધર્મસાધના છે. ગુણનો સ્પર્શ કરવા માટે ગુણાનુરાગી બનવું પડે અને ઉત્કૃષ્ટ ગુણના ધારક પંચ પરમેષ્ઠિઓ પ્રત્યે (ગુણી પ્રત્યે) રાગ ધારણ કરી તેમના ગુણોનો આપણા મનને, પછી ચિત્તને, ત્યારબાદ આત્માને સ્પર્શ કરાવવો જોઈએ તે રીતે સ્પર્શ થતાં ગુણાનુરાગી એવા આપણા આત્માને સ્વગુણનો અનુરાગ થાય છે. તેને પ્રગટ કરવા પુરુષાર્થ કરવાની પ્રેરણા થાય છે. સ્વગુણ પ્રગટ કરવાનાં સાધનોને આદરે છે, સેવે છે એ રીતે તે પરમાત્માના શુદ્ધ સ્વરૂપને સેવતાં નિજ આત્માનું ભાન થાય છે.
આત્માનું ભાન થતાં તેના ચૈતન્ય સ્વરૂપનો સ્પર્શ થાય છે, તે ચૈતન્ય સ્વરૂપ વિશ્વ વ્યાપી હોવાથી આખા વિશ્વનો સ્પર્શ થાય છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org