________________
આત્મા
અંશ રહેલો છે કેમકે પરમાત્માએ બતાવેલા ધર્મને આરાધનારા તે ચારેય છે તેથી આત્મધર્મ યત્કિંચિતું પ્રગટ કરેલો હોવાથી તે ઘટે છે.
તેથી આ સાતે ધર્મ ક્ષેત્ર છે. નિશ્ચયથી તો આત્માના અસંખ્ય પ્રદેશો છે. તે જ ધર્માચાર, અર્થાત્ તેમાં આધાર પામીને ધર્મ રહેલો છે. માટે ધર્મ ક્ષેત્ર છે જો કે અહીં તો આધાર આધેય અભિન્ન છે છતાં બુદ્ધિથી સમજવા માટે તેને એ રીતે સમજાવવામાં આવ્યું છે. આત્મા અને આત્માના અસંખ્ય પ્રદેશો ભિન્ન નથી છતાં વ્યવહારથી ષષ્ઠિનો પ્રયોગ કરીને આત્માના પ્રદેશો કહીએ છીએ તેમ આત્મપ્રદેશો અને ધમે બંને એક જ છે આત્મસ્વરૂપ તે જ આત્મધર્મ અથવા આત્મ સ્વભાવ છે. ધર્મનું ક્ષે છે. ધર્મ આત્મામાં રહેલો છે. માટે તે ક્ષેત્રની આરાધનાથી ધર્મની આરાધના થાય છે પરંતુ આત્મ ક્ષેત્રમાં રહેલા ધર્મને પ્રગટાવવા બાહ્ય જે સાત ક્ષેત્રો પરમાત્માએ બતાવ્યાં છે તેનું આલંબન લેવું જરૂરી છે. બાહ્ય સાત ક્ષેત્રો મર્યાદિત છે. આંતર ક્ષેત્ર વિરાટ છે. આખું વિશ્વ તે ધર્મક્ષેત્ર છે. કેમકે આખા વિશ્વમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે અથવા આખું વિશ્વ ચૈતન્યમય છે. તેની સાથે અભેદભાવની સાધનાથી આત્મધર્મ પ્રગટે છે. માટે ચૈતન્યમય વિશ્વ તે જ ધર્મક્ષેત્ર છે.
આ પ્રમાણે વ્યવહારથી સાત ક્ષેત્રો, નિશ્ચયથી સ્વ-આત્મપ્રદેશો અને સાધના માર્ગની દૃષ્ટિએ નિશ્ચયથી સમગ્ર વિરાટ એવું વિશ્વ આપણા માટે ધર્મક્ષેત્ર છે.
વ્યવહારથી સાત ક્ષેત્રોને આદરી-આદર કરી, નિશ્ચયથી સ્વ-આત્મપ્રદેશોમાં ધર્મને પ્રગટાવવાનું લક્ષ્ય બાંધીને ચૈતન્યમય વિશ્વને ધર્મનું ક્ષેત્ર બનાવી નિજ આત્મધર્મને સાધવો, એ આરાધના છે. ૩૨. જ્ઞાન-વ્યાપકતા
શ્રા.શુ. ૨ જ્ઞાન આત્માનો ગુણ છે. જ્ઞાન લોકોલોક વ્યાપી છે. આપણે જયાં ઉપયોગ મૂકીએ ત્યાંનું જ્ઞાનબોધ આત્મા મેળવે છે. પણ જો મોહથી આચ્છાદિત ઉપયોગ હોય તો જે બોધ થાય છે તે આત્માનું અહિત કરનાર હોય છે. જેને મિથ્યાજ્ઞાન કહેવામાં આવે છે. ઉપયોગ પણ ત્યાં જ મૂકીએ છીએ કે જે પદાર્થનું જ્ઞાન શ્રત દ્વારા (સાંભળવા દ્વારા) થયું હોય તેટલું એટલે આપણું જ્ઞાન કેવળ સંપૂર્ણ નહિ હોવાથી લોકાલોક વ્યાપી બનતું નથી પરંતુ જ્ઞાનનો સ્વભાવ તો વ્યાપવાનો છે અર્થાતુ, વ્યાપીને રહેવાનો છે. માટે જ કેવળજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ સમયે-સમયે બદલાતા રહેતા લોકાલોકનું જ્ઞાન એકી સાથે કરે છે, કરી શકે છે. પહેલે સમયે વિશેષોપયોગ, બીજે સમયે સામાન્યોપયોગ એમ નિરંતર જ્ઞાનીને ચાલુ છે અને આપણે પહેલે સમયે સામાન્યોપયોગ, બીજે સમયે વિશેષોપયોગ એમ ઉપયોગનું કાર્ય ચાલુ જ છે. માટે જ્ઞાની પહેલે જ સમયે લોક અને અલોકને વિશેષજ્ઞાનથી જાણે છે, બીજે સમયે સામાન્ય જ્ઞાનથી જુએ છે. - વ્યાપકતા એ જ્ઞાનનો સ્વભાવ છે જેમ પાણીમાં તેલનું બિંદુ વ્યાપી જાય છે તેમ જયાં ઉપયોગ મૂકે ત્યાં જ્ઞાન વ્યાપી જાય છે. અર્થાતુ, તે પદાર્થને સંપૂર્ણ રૂપે જ જુએ છે જેટલો ઉપયોગ મૂક્યો હોય તેટલું
સાધકનો અંતનાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org