________________
ચારિત્ર, ઉપયોગએ ગુણો રહેલા છે. તે ગુણો પ્રત્યે બહુમાન થાય, રાગ થાય તે જ સાચો ગુણાનુરાગ છે. તેમાંથી આત્મ તત્ત્વ (દ્રવ્ય) પ્રત્યે પ્રીતિ જાગે છે. એ રીતે તેના પ્રત્યે બહુમાન થતાં અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહેલું ચૈતન્ય તેના પ્રત્યે રાગ-બહુમાન થતાં જડમાં અરુચિ અને સ્વમાં રુચિ પ્રગટે છે પછી (આત્મામાં) તેમાં સહજ તન્મયતા પ્રગટે છે. ર૯. સામાન્ય-વિશેષા
શ્રા.શુ. ૧૧, ૨૦૪૧ દરેક વસ્તુના બે ધર્મો છે. સામાન્ય અને વિશેષ. જાતિ અને વ્યક્તિ સ્વરૂપ તે બે ધર્મોનું છે. પ્રથમ દર્શને જે જ્ઞાન થાય છે તેનાથી જાતિ ઓળખાય છે, પછી જે જ્ઞાન થાય છે તેનાથી વ્યક્તિ ઓળખાય છે. જાતિના જ્ઞાનથી તેનું એકત્વ મનાય છે, વ્યક્તિના જ્ઞાનથી તેનું અનેકપણું મનાય છે.
આત્માને ઓળખવા માટે તેના બંને ધર્મોનું જ્ઞાન જોઈએ. તેના સામાન્ય ધર્મથી સમસ્ત જીવરાશિમાં એકતા અનુભવાય છે. વિશેષ ધર્મથી ભેદ અનુભવાય છે. સામાન્ય ધર્મના જ્ઞાનથી અર્થાત્ જીવત્વના દર્શનથી સમસ્ત જીવરાશિ એક દેખાય છે તેને અભેદભાવનું દર્શન કહેવાય છે. પ્રત્યેક જીવના દર્શનથી દરેક જીવો જુદા જુદા દેખાય છે તેને ભેદભાવનું દર્શન કહેવાય છે. અભેદભાવના દર્શનથી ચૈતન્યરૂપ આ વિશ્વ તે એક ચૈતન્યના મહાસાગરરૂપ ભાસે છે. વિશ્વ અને આત્મા એ બંને એક સ્વરૂપે દેખાય છે. વિશ્વ એ જ નવપદ છે, પરમાત્મા છે. પરમાત્મા એજ વિશ્વ છે. કેમ કે જે કાંઈ દેખાય છે તે આ વિશ્વમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે તે જ છે. છ દ્રવ્યથી ભરેલા આ વિશ્વમાં એકલું ચૈતન્ય જોવું તે અનુભવથી થઈ શકે છે બુદ્ધિથી છ એ લાગે છે પણ જડ દ્રવ્યમાં પણ જીવત્વ ન હોય પણ જીવો તો બધે છે. સૂમ પૃથ્વીકાયાદિ જીવો વ્યાપીને રહેલા છે તેમાં જીવત્વ છે. તે ચૈતન્ય-સ્વરૂપ હોવાથી વિશ્વ એ જ નવપદ અને નવપદ એજ વિશ્વ એમ સિદ્ધ થાય છે.
૩૦. ધર્મબિંદુ (ધર્મનું સૂક્ષ્મ તત્ત્વ)
શ્રા.વ. ol) ધર્મ બે પ્રકારે છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. દરેક વસ્તુમાં આ બંને ધર્મો રહેલા છે. જેમકે ઘટ એ પદાર્થ છે તેમાં ઘટત્વ એ સામાન્ય ધર્મ છે, અને પદાર્થમાં ઘટ આકાર ધારણ કરવારૂપ ધર્મ તે વિશેષ ધર્મ છે. એ રીતે આત્મા નામનો પદાર્થ છે તેમાં ચૈતન્યરૂપ સામાન્ય ધર્મ છે અને મનુષ્ય, દેવ વગેરે આકારને ધારણ કરવારૂપ વિશેષ ધર્મ છે. સામાન્ય એટલે સામાન્ય ઉપયોગરૂપ દર્શન વિશેષ ઉપયોગરૂપ જ્ઞાન. કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરતાં પ્રથમ દર્શને સામાન્ય જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન કરતાં પ્રથમ જ જડ ભિન્ન ચેતન્ય સ્વરૂપ આત્માનું જે જ્ઞાન થાય છે તે દર્શન છે. જેમાં આ ચૈતન્ય છે જડ નથી એવું અસ્પષ્ટ ભાસરૂપ દર્શન થાય છે. તે આત્માના સામાન્યધર્મનું જ્ઞાન છે. તેમાંથી વિશેષ ધર્મ જે આત્મામાં રહેલો છે તે અનંતગુણ મય છે, શાશ્વત છે, અગોચર, નિરાકાર, નિરંજન છે, એ સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org