________________
જ્ઞાન, સુખ, દુઃખ, અનુભવ વગેરે કાંઈ હોતું નથી. માટે જડ એવા પાંચે દ્રવ્યોથી તેની ભિન્નતા દ્વારા એક ચેતન દ્રવ્ય જ ઓળખવાનું છે. તે ચેતન દ્રવ્યને કઈ કઈ રીતે ઉપકાર કરે છે તે જાણીને તેને પણ જ્ઞાનીના કેવળજ્ઞાનના શેયરૂપ બનતાં તે દ્રવ્યોને બહુમાનની નજરે જોવાના છે. જો કે તેનું બહુમાન તેને કાંઈ અસર ન કરે પણ જડ દ્રવ્યો જેમ આપણી રાગ-દ્વેષની પરિણતિમાં નિમિત્ત-ભૂત બની કર્મબંધ કરાવે છે તેમ ઉપકૃત દ્રવ્યો પણ આપણી પરિણતિમાં કૃતજ્ઞતા પેદા કરાવી તેના પ્રત્યેનો ઉપેક્ષા-ભાવ દૂર કરાવે છે.
આ વસ્તુ બહુ સૂક્ષ્મદેષ્ટિએ વિચારણીય છે. “ામ્સ સામાયUTI" એ પંક્તિ શું કહે છે ? અજીવનો સંયમ કેમ ? અજીવ પણ આપણી પરિણતિમાં નિમિત્તભૂત બનીને કર્મબંધ અને કર્મ- નિર્જરા કરાવે છે.
આ રીતે પાંચે દ્રવ્યો ચેતન દ્રવ્ય સાથે સંકળાએલાં છે અને આપણા જીવન વ્યવહાર અને છેક મોક્ષપર્યંતની બધી અવસ્થામાં તેઓ હાજર હોય છે, છેલ્લે સિદ્ધદશામાં અવગાહન માટે એક આકાશ દ્રવ્ય જ રહે છે. જો કે ચૈતન્ય સ્વરૂપ આત્માની અવસ્થિતિ પોતાના આત્મપ્રદેશોમાં જ છે પણ તે આત્મપ્રદેશો આકાશમાં અવગાહીને રહેલા છે.
ભગવાને ભાખેલા તત્ત્વો-પદાર્થો જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ માનવા જોઈએ. તે તત્ત્વોને તે સ્વરૂપે નહિ સ્વીકારતાં તેનું સ્વરૂપ હણાય છે અને આપણે તેનો અનાદર કરી જ્ઞાનીની આશાતના કરીએ છીએ. માટે પાંચે દ્રવ્યો ચેતનને ઉપકારક છે એ સ્વીકારવું જોઈએ અને કૃતજ્ઞભાવ ધારણ કરવો જોઈએ. આ તત્ત્વ જયાં સુધી નહિ સમજાય ત્યાં સુધી સાચો કૃતજ્ઞભાવ જીવનમાં પ્રગટવો મુશ્કેલ છે.
છે એ દ્રવ્યોની અવિચલ સ્થિતિ આ રીતે માનવાથી ઘટી શકે છે. સિદ્ધાવસ્થામાં પણ સાદિ અનંત સ્થિતિ કાલ ધર્મઅધર્મના છેડે સ્થિતિ સિદ્ધશિલા રૂપ પુદ્ગલની સહાય છે. ૨૮. ગુણાનુરાગ
શ્રા.શુ. ૧૦ ગુણાનુરાગ એટલે ગુણો પ્રત્યે રાગ. ગુણ-ગુણી અભેદ છે. માટે ગુણો પ્રત્યે રાગ એટલે ગુણી પ્રત્યે રાગ. અહીં ગુણી એટલે કોઈ વ્યક્તિ સમજવાની નથી. ગુણી એટલે આત્મા. તેમાં ગુણ અભેદ ભાવે રહેલા છે. આપણને જે ગુણાનુરાગ થાય છે તે કોઈ વ્યક્તિમાં તેવા ગુણો તેના વર્તન દ્વારા દેખાય છે એટલે ગુણાનુરાગ થતાં તે વ્યક્તિ પ્રત્યે રાગ-બહુમાન આદર થાય છે. તે ઉપચારથી સમજવાનું છે. વ્યક્તિમાં ગુણનો ઉપચાર કરવામાં આવે છે. ખરેખર તો તે વ્યક્તિનો આત્મા છે તે ગુણનું ભાજન હોવાથી તેમાં અભેદ સંબંધે ગુણો રહેલા હોવાથી તે આદરણીય છે, બહુમાન યોગ્ય છે. આપણે જે ગુણાનુરાગ કરીએ છીએ તે વ્યવહાર નથી છે અને તે રીતે વ્યક્તિમાં રહેલા ગુણોનું દર્શન થતાં તેના પ્રત્યે આદર-બહુમાન થવાથી આપણી વ્યવહાર શુદ્ધિ ઉચ્ચ કોટિની બને છે અને તેમાંથી આત્મદ્રવ્ય પ્રત્યે બહુમાન થાય છે ત્યારે સત્ય ગુણાનુરાગ પ્રગટે છે. નિશ્ચયથી દરેક આત્મામાં જ્ઞાન, દર્શન,
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org