________________
આ વિશ્વને નિહાળતાં-નિહાળતાં ચિત્ત જગતના સર્વ જડ ભાવો પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરે છે અને તે ઉદાસીનતા થવાથી વિકલ્પો બંધ થાય છે અને વિકલ્પો બંધ થવાથી મન શાંત થઈને લય પામી જાય છે ત્યારે જ ચૈતન્યના અભેદને પામેલો આત્મા પોતાને જુએ છે તેની અનુભૂતિ થતાં પરમાનંદનો રસ ચાખે છે તેમાં લીન થતાં મુક્તિ-સુખને અનુભવે છે. ર૪. મોન
શ્રા.શુ. ૫ મૌન એ આત્માનો ગુણ છે કેમકે મન-વચન અને કાયાની પ્રવૃત્તિ બંધ થાય ત્યારે હકીકતમાં મૌન થાય છે. યોગ પ્રવૃત્તિ બંધ થવાથી કેવળ ઉપયોગ પ્રવૃત્તિ રહે છે ઉપયોગ આત્મામાં રમે, જેને આત્મરમણતા અર્થાત્ સ્વરૂપ-રમણતા કહેવાય છે તે જ નિશ્ચયથી મૌન છે. ત્રણ યોગોની પ્રવૃત્તિ રોકવી તે જ સાધના છે. તેનો અભ્યાસ કરવા માટે બાળ જીવોને પ્રથમ કેવળ વચનયોગ રોકવાનો ઉપદેશ આપવામાં આવે છે પણ તે વાસ્તવિક મૌન નથી. પણ પ્રાથમિક અવસ્થામાં તે ખૂબ જરૂરી છે. જેનો વચનનો વ્યવહાર જેટલો છૂટો હોય છે તેટલા પ્રમાણમાં મનના વિચારોનો વિસ્તાર પણ વધતો જાય છે, માટે પ્રથમ વચનયોગનું મૌન બને તેટલું સેવવું. છેવટે મનનું મોન કરવા અશુભમાંથી શુભમાં જોડવું. ત્યારબાદ શુદ્ધ તત્ત્વ-આત્મતત્ત્વમાં જોડી તેમાં કેવળ ઉપયોગ સ્થિર કરી મનને દૂર હઠાવવું અને ઉપયોગ સ્થિર થતાં તન્મયભાવ પામી તેમાં જ રમણતા થાય છે ત્યારે યોગ-પ્રવૃત્તિ સદંતર બંધ થાય છે તે જ સાચું મૌન છે. તે મૌન યોગીઓ લયાવસ્થામાં સમાધિ પ્રાપ્ત થતાં અનુભવે છે.
મૌન આત્માનો સ્વભાવ હોવાથી જ તેને તેના પ્રત્યે રુચિ હોય છે. પણ વચનવ્યવહારથી માંડીને ત્રણે યોગની પ્રવૃત્તિ તે કર્માધીનપણે પ્રવર્તે છે. તે પ્રવૃત્તિ છૂટે ત્યારે તેમાં તેને આનંદની અનુભૂતિ થાય
રપ. લયાવસ્થા
શ્રા.શુ. ૬ લય એટલે આત્મામાં સંતાઈ જવું. નિદ્રામાં પણ એક જાતનો લય થાય છે. દર્શનાવરણના જોરે મનનું કાર્ય બંધ થઈ જાય છે એટલે લય થાય છે પણ આ લય ઔદયિકભાવનો છે. ઘાતી કર્મના ઉદયથી થનારો છે. તે આત્માના આનંદને ઢાંકનાર છે. તેથી તે લયથી આત્માને કોઈ લાભ નથી પરંતુ આત્માને કર્મનો જથ્થો બંધાવી મહાન નુકશાનકર્તા છે. તે લયમાં પણ આત્મા સંતાઈ જાય છે. પણ ઈદ્રિયો અને મન દ્વારા થતું આત્માને જ્ઞાન, તે અવરાતા આત્માની જ્ઞાનદશાની સભાનતા ગુમાવીને સંતાય છે. જ્યારે ઉદાસીનભાવને પામેલો આત્મા જગતના જડ પદાર્થોથી ઉભગી ગયેલો મનથી પર થઈને ઉન્મનીભાવને સ્પર્શે છે. ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં ખોવાઈ જાય છે. તેમાં જ સ્વરૂપઆનંદ અમૃતનો (સ્વરૂપાનંદામૃતનો) કુંડ છે તેમાં મગ્ન થઈ જાય છે. તે જ આત્માની લયાવસ્થા છે. અહીં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય છે. આ ક્ષયોપશમ સાધનરૂપ બની ક્ષાયિકભાવના આનંદની પ્રાપ્તિરૂપ સાધકનો અંતર્નાદ
35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org