________________
ર૧. પ્રેમ
અ.વ. ૧૩ હે જીવાત્મન ! આનંદમય તારું સ્વરૂપ કેમ ભૂલી જાય છે ? તારા અનંતગુણ છે તે તારા જ્ઞાનગુણને આભારી છે. મુખ્યતાએ જીવનું સ્વરૂપ જ્ઞાન છે. તેના આધારે અનંતગુણનો પ્રાદુર્ભાવ છે. અર્થાતુ, જીવનો ગુણ તો એક જ છે અનંતગુણો તે તેના જ અંશો છે. માટે અનંતગુણના ધારક આત્માને નિહાળવા જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષ્યમાં લઈ તેમાં ઉપયોગને સ્થિર કર. તારું સર્વસ્વ તે (આત્મા) જ છે. તે ચિરૂપ-સ્વરૂપ છે તે અનંત છે. અનંત શેયરૂપે તે સ્વરૂપ પરિણમે છે માટે તે (ચિકૂપ) અનંત છે. તું જેમ-જેમ અનંત સ્વરૂપી આત્માના ઊંડાણમાં ચાલ્યો જઈશ તેમ-તેમ અપૂર્વ સુખદાયી આનંદમયી શાંતિ સુધાનો આસ્વાદ પામીશ. તે અગાધ છે. તેમાં ઉતરવું તે અગમ્ય, અગોચર હોવાથી સુસાધ્ય નથી. પણ જો તું બાહ્યભાવથી વિરામ પામી કેવળ આત્મસ્વરૂપને પ્રેમથી જોવા પ્રયત્ન કરીશ તો તે પ્રેમભાવ સ્વરૂપ તરફ પ્રગટ થયો છે તે જ તેના અગાધ ગર્ભમાં લઈ જઈ અપૂર્વ આનંદમય સુખ અને શાંતિનો અનુભવ કરાવશે. આત્મા એ તો અગાધ સુખસાગર છે તેમાં ડૂબકી મારવા તેના પ્રત્યેનો પ્રેમ, જેમાં અગાધતામાં લઈ જવા માટેની તેની અચિંત્ય શક્તિ રહેલી છે તે (પ્રેમ) સંપૂર્ણ સહાયક છે, પ્રેમ એ આત્માની અનુપમ શક્તિ છે. તે જયારે બાહ્ય સ્વરૂપમાં હોય છે ત્યારે પણ જગતનાં બધાં કાર્યો સિદ્ધ કરી આપવાની શક્તિ ધરાવે છે. તે પ્રેમ (શક્તિ) આત્માનાં કાર્યો જેવાં કે તેનું કેવલ્યજ્ઞાન પ્રગટ કરવું, મોહ-આદિ કર્મોનાં પડલોને વિખેરવા માટે આત્મ સત્વ પ્રગટ કરી તેનો (મોહાદિનો) સામનો કરવો, (કર્મનો નાશ કરવા માટે મોહ સામે લડવું તે પણ આત્મા ઉપરની પ્રેમ શક્તિના કારણે જ બની શકે છે) આત્માની કર્મોથી મુક્તિ કરવી, આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત કરવી આ બધાં જ કાર્યો તે સિદ્ધ કરી આપે છે. મૈત્રી આદિ ભાવો વગેરે જે કાંઈ આત્મ-સ્વરૂપને પ્રગટ કરવામાં સાધનભૂત ભાવો છે તે બધા પણ આ પ્રેમ-શક્તિથી જ સાધ્ય છે. મૈયાદિ ભાવોમાં પણ જીવો પ્રત્યેનો અખૂટ પ્રેમ હોય તો જ તેનું (મૈયાદિનું) અસ્તિત્વ હોઈ શકે. આ રીતે જગતના વ્યવહાર શુદ્ધ અને સારી રીતે ચલાવવા હોય તો જીવો પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. તો જ તમારા વ્યવહારો સારા ચાલશે. સાથે જે કાર્ય સિદ્ધ કરવું હોય તે સરળ રીતે થશે. અને આત્માની કર્મથી મુક્તિ સુધીનાં બધાં કાર્યો આ એક જીવ માત્ર પ્રત્યેનો (સ્વપર-શુદ્ધ બધાં જ) નિર્મળ પ્રેમ હશે તો સિદ્ધ થઈ શકશે.
પ્રેમ..... પ્રેમ... પ્રેમ
રર. આત્મરત્ન
શ્રા.શુ. ૧ હે જીવાત્મા ! તું તારા અંતરાત્મામાં સ્થિર થા. અંદર રહેલા જ્ઞાનોદધિને જો, કેવો ઉછળે છે મહાસાગર પોતાની છોળોથી જાણે આખા જગતને પ્લાવિત કરી દેવા માંગતો ન હોય ! તેમ સઘળે વ્યાપે છે. અને આખા જગતને હેય, શેય, ઉપાદેયાદિ ભાવોને પોતામાં સમાવી લે છે. આ મહાસાગરને
સાધકનો અંતર્નાદ
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org