________________
પરિણતિનું ધ્યાન. તેનાથી તે તે પરિણતિ આપણામાં સહેલાઈથી આવે છે અને તે પદ પ્રાપ્ત થાય છે. અરિહંત પરમાત્માની-સ્વભાવદશામાં રમણતા.
સિદ્ધ ભગવંતનું-અરૂપીપણું વગેરે અનંત ગુણ. આચાર્ય ભગવંતનું-પંચ આચારમય પરિણામ. ઉપાધ્યાય ભગવંતનું-જ્ઞાન ભણાવવાનું પરિણામ.
સાધુ ભગવંતનું સકલ જીવોના હિતના પરિણામમાંથી જાગેલા ક્ષમા આદિ ધર્મમયતા. દર્શન-આત્મસમદર્શિત્વ, પરમાત્મ સમદર્શિત્વમાંથી ઉત્પન્ન થયેલી તત્ત્વરુચિ આત્મતત્ત્વ, પ્રત્યે રુચિ. તે જ ગમે જેથી જડ પ્રત્યેનું વલણ વિરામ પામે.
જ્ઞાન-તત્ત્વનો જ બોધ.
ચારિત્ર-આત્મ તત્ત્વમાં જ રમણતા, ચેતના તેમાં જ રંગાયેલી રહે.
તપ-આત્મ તત્ત્વમાં સ્થિરતા-સકલ ઈચ્છાઓ શાંત થવા રૂપ પરિણામમાંથી ઉત્પન્ન થયેલું સુખ. તેમાં લીન થવા રૂપ સ્થિરતા.
૧૯. શરીર અને આત્માના ભેદની સમજણ
મહાવિદેહમાં પ્રભુ સમવસરણમાં બેસી દેશના આપી રહ્યા છે.
મેં પૂછયું, પ્રભુ ! આ શરીર અને આત્માનો ભેદ સમજયા, તેમાં બહુ સરસ-બહુ સરસ એવો આનંદ આવે પણ તેથી જીવનમાં વિશેષ કોઈ ફેરફાર ન હોય તો પ્રભુ ! તેનું શું કારણ છે ?
જ. હે વત્સ ! તું ઘણા દિવસે આવી. તારો કાળ હવે પાક્યો છે.
જીવનવાણી શ્રવણ કરવાથી તે વાણીને હૃદયના ઊંડાણ સુધી લઈ જઈને તેને મનન-ચિંતન દ્વારા વાગોળીને તેના રસનું આત્માને પાન કરાવી તેને પુષ્ટ બનાવી તેમાં જે પુષ્ટિ દ્વારા વીર્ય શક્તિ આવે તેના દ્વારા જુગજુની જડરુચિ ઊખેડી શકાય.
વાણી પ્રભુની છે એટલે શ્રવણથી આનંદ આવે વળી પોતાની (આત્માની) વાત છે એટલે સાંભળવામાં આનંદ આવે પણ તે આનંદમાં જ બેસી રહેવાથી બહુ સરસ છે એમ માનવાથી આત્મા અને જડનો ભેદ અનુભવાતો નથી. અનુભવવા માટે ઉપરની પ્રક્રિયા કરવી પડે. ફકત શ્રવણેન્દ્રિય આનંદ પામે એમ નહિ, હૃદય પણ ત્યાં સુધી તે વાણીને પહોંચાડવાથી આનંદ પામે, મન પણ મનનચિંતન દ્વારા આનંદ પામે અને મનન-ચિંતન દ્વારા વાગોળવાથી જે રસ તૈયાર થયો તેને પીવાથી (આત્માને પીવડાવવાથી) જયા૨ે આત્મા આનંદ પામે ત્યારે તે (આત્મા) પુષ્ટ થાય છે, તેની વીર્યશક્તિ વધે છે ત્યારે જડ ઉપરનો રાગ ઘટે છે.
પ્ર. હજુ જડનાં રંગ બેરંગી દૃશ્યો, જડ શરીરના સુખાકારીના ભાવો, શરીરની સુડોળતાની રુચિ અને સુંદરતામાં ગમો. એ બધું ય જાણે એવુંને એવું હોય, અંદરથી આંખ નાચે-મન રાચે અને જાણે આટલી આરાધના, આટલું સાહિત્ય વાંચન, આટલી તત્ત્વરુચિ, આટલો સંયમ પ્રત્યે ગમો છતાં જડના
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
31
www.jainelibrary.org