________________
થયેલો તે સદા આનંદનો અનુભવ કરે છે.
જ્ઞાનામૃતમાં સ્નાન કરનાર સદા શાંતિનો અનુભવ કરે છે કારણ આત્મા પર લાગેલા કપાયાદિ રાગ દ્વેષાદિ રોગો સદાને માટે શાંત થઈ જાય છે.
જ્ઞાનામૃત સમુદ્રમાં ડૂબકી મારી તેનો આસ્વાદ લેનાર પરભાવદશાથી વિકૃત બનેલી ચેતનાને ઊર્ધ્વગામી બનાવી સદાને માટે સ્વભાવદશા તરફના વલણવાળી બનેલી ચેતના આત્માના સ્વરૂપમાં લીન બનીને રહે છે, અને અપૂર્વ પરમાનંદમાં ચેતના લય પામે છે.
જ્ઞાન એ પરમ અમૃત છે. કેમકે અમૃત એક વખત જ અમરતાને આપે છે. પરમ અમૃત અનંતજેનો છેડો નથી તેવી અમરતાને આપીને જ જંપે છે.
જ્ઞાન એ અગાધ દરિયો છે. તેના તાગને પામવો ઘણો દુષ્કર છે. છતાં જ્ઞાની ગુરુના શરણે રહી યોગાવંચક, ક્રિયાવંચક બને તો ઘણો સુકર છે. કેમકે જ્ઞાની ગુરુ પોતે જ્ઞાનરૂપી દરિયો પ્રાપ્ત કરેલો હોવાથી દરિયા સ્વરૂપ છે તેથી શરણે આવેલા શિષ્યને ગુરુ પોતાનામાં સમાવી લે છે. એટલે શિષ્ય પણ તે સ્વરૂપ બને છે.
જ્ઞાન એ અંજન છે. વિકૃતદેષ્ટિને સુધારવા માટે તેનું અંજન જો ગુરુ-પરમગુરુ કરે તો અનાદિની વિકૃતિ દેષ્ટિમાંથી નીકળી જતાં પરમ પદાર્થોનું સત્ય દર્શન થવાથી સ્વાનુભવની કેડી ઉપર ચાલવા માંડે છે ત્યારે જગતને (પુદ્ગલ) ભૂલી જાય છે અને સદાને માટે સ્વમાં રમણતા કરતો થઈ જાય છે.
જ્ઞાન એ મુગર છે. અનાદિથી આત્માને હેરાન કરતા, તેનું ધન લૂંટી લેતા ચોરટા-વિષય કષાયાદિને ભગાડવા માટે સારું કામ કરે છે જેથી સુખેથી શાંતિથી આત્મ સ્વરૂપમાં લય પામી સમાધિરૂપ નિદ્રા કરી શકે છે.
માટે હે ભવ્ય જીવો, આજનો પરમ મંગલ દિવસ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેનો છે માટે તેને આરાધો, ભજો, સેવો.
૧૮. ચેતન્યમાં ઉપયોગ જોડો
કા.શુ. ૭ ચૈતન્યના ધ્યાનમાં
જગત ચૈતન્યથી વ્યાપ્ત છે. ચૈતન્ય શક્તિ તે શું છે? જ્ઞાન, દર્શન રૂપ ઉપયોગ શક્તિ છે. જયારે ચૈતન્યની અંદર ઉપયોગ જોડવામાં આવે ત્યારે ચૈતન્યરૂપ મહાસાગરમાં આત્મા ડૂબકી મારી આનંદ અનુભવે છે. તે શેનો આનંદ છે ? જ્ઞાન, દર્શન ઉપયોગ રૂપ શક્તિમાં આપણો ઉપયોગ ભળી જવાથી ચૈતન્યની સાથે જે અભેદતા ઉત્પન્ન થાય છે તેનો અવર્ણનીય આનંદ થાય છે.
ભેદ વ્યવહારથી છે તેને તોડી, નિશ્ચયથી એકતાનો અનુભવ કરવો તે સાધના, સાધ્યને પ્રાપ્ત કરવામાં સહેલાઈથી સફળતા સાધે છે.
નવે પદના ગુણનું ધ્યાન કરવું એટલે નવે પદની ગુણ શક્તિ અગર તે તે પદમાં રહેલાની
સાધકનો અંતર્નાદ
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org