________________
તેમાં મન, વચન, કાયાથી સહાય કરવી, ભાવથી કરવી, તેનું શુભ ચિંતવીને કરવી. આ બધો ભાવોપકાર છે. પ્રભુ તો ભાવોપકારની ટોચે પહોંચી ગયેલા હોવાથી એના તીવ્ર રસથી સર્વ જીવોના આત્મ સુખ પ્રાપ્ત કરાવવાની ભાવનાથી બાંધેલ કર્મના ઉદયે સક્રિય પરોપકાર કરી પછી સિદ્ધિ પદને વર્યા છે. ધન્ય છે અનંત અરિહંતોને ! જીવો સાથે અભેદ ભાવથી એકતા સાધવી-ખરેખર પર-ઉપકાર નથી પણ જેના પર ઉપકાર કરે છે તે તો પોતે જ છે. માટે સ્વોપકારજ છે.
૧૬, જિન દર્શન
આ.વ. ||
આજે મહાવીર સ્વામી ભગવાનનું મોક્ષ કલ્યાણ છે. તેનું આરાધન કરવાનું છે કેવી રીતે કરીશું ? ભગવાનને મોક્ષે ગયાં ને ૨૫૧૦ વર્ષ થયાં તે દિવસની ઉજવણી આજે ક૨વી છે તો જે કાળનું અંતર છે મનમાં તેને તોડી નાંખવાથી આજે જ તે દિવસ છે એમ અનુભવાય છે. તેમ મહાવીર સ્વામી ભગવાન આજે હયાત નથી છતાં દર્શન કરીએ છીએ કેવી રીતે ? કાળનું અંતર છે તેને તોડી આજે જ તેમનાં સાક્ષાત્ દર્શન કર્યાનો અનુભવ થઈ શકે છે.
તેવી રીતે દરેક આરાધનાના લક્ષ્યને ઉપસ્થિત કરવા મનમાં રહેલું અંતર તેને તોડીને જ કાર્ય સિદ્ધિ કરી શકાય છે. પછી તે કાલાંતર હોય કે ક્ષેત્રાંતર.
આપણા આત્માનો મોક્ષ ભાવિમાં છે પણ તેનું લક્ષ્ય કરવા માટે (શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરવા) જે કાળ અને ક્ષેત્રનું અંતર છે તેને તોડી નાખીને આજે જ તે અવસ્થાની પ્રાપ્તિનો અનુભવ કરવાથી કાર્ય સિદ્ધિ સુધી પહોંચી શકાય છે. જો તેમ કરવામાં ન આવે તો તેની પ્રાપ્તિનો પુરુષાર્થ જ મંદ રહે છે, અર્થાત્ થતો જ નથી.
પોલિક સુખની પણ આ જ પ્રક્રિયા છે. જે પ્રાપ્ત કરવું છે તેનો અનુભવ સૂક્ષ્મ મનમાં પહેલાં થાય છે પછી તે માટે પુરુષાર્થ કરતાં પ્રાપ્ત કરે છે. આજે આપણે પણ આ રીતે ભગવાન મહાવીર સ્વામીના દર્શન-દેશના કલ્યાણક ઉજવણી કરીશું.
૧૭. જ્ઞાન-સુધા
કા.શુ. ૫, જ્ઞાનપંચમી
આજે જ્ઞાન પંચમીના દિવસ એટલે આત્માનો જે જ્ઞાન ગુણ છે, સ્વભાવ છે તેને પ્રગટ કરવાનો દિવસ. તે શ્રુતજ્ઞાન દ્વારા થઈ શકે તેથી શ્રુતજ્ઞાન પ્રગટ કરવાની પ્રક્રિયાનું સાધન છે. તેથી શ્રુતપંચમી તે આત્માની જ્ઞાન પંચમી છે તેને (શ્રુત) મહત્ત્વ આપીને તેની આરાધનાનો દિવસ-સાધનમાં સાધ્યકાર્યનો ઉપચાર કરી તેની આરાધના કરવામાં આવે છે.
જ્ઞાન સુધા-અમૃત છે કારણ આત્માને જીવાડનાર હોય તો જ્ઞાન જ છે. જ્ઞાન સુધા પ્રપા જે માંડે છે તે તો અનેક જીવોને તે અમૃતનું પાન કરાવી તેના સંતાપ વગેરે દૂર કરી જીવિતદાન આપે છે. જ્ઞાનામૃતનું ભોજન કરનારની પૌદ્ગલિક ભૂખ સદાને માટે નાશ પામી જાય છે અને તેમાં તૃપ્ત સાધકનો અંતર્નાદ
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org