________________
પ્રમાણમાં આત્મા આનંદનો અનુભવ કરે છે.
આ આનંદને મેળવવા માટે નિજ આત્માને આપ સ્વરૂપે જુએ, મિથ્થાબુદ્ધિથી જીવ અનાદિ કાળથી નિજાત્માને પરરૂપે જોઈ-અનુભવી સંકલેશ-કલેશ પામી આનંદનો અનુભવ કરી શક્યો નથી. પોતાને નહિ ઓળખવો એ જ કષાય છે. આત્માને આત્મસ્વરૂપે જુએ તો કોઈ પણ જીવ પ્રત્યે થતાં અનંતાનુબંધી આદિ કષાયો અટકી જાય છે. જયાં સુધી જાતને ઓળખે નહિ ત્યાં સુધી જે કાંઈ પ્રવૃત્તિ કરે તે ભૂલ ભરેલી જ હોય. જેને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવાની છે તેને જ ઓળખ્યો નહિ એટલે ગમે ત્યાં અથડાય કૂટાય છે અને સંકલેશ પામે છે. માટે નિજાત્મા સાથે આત્મજાતિને ઓળખો. સહજાનંદ સહેલાઈથી પ્રાપ્ત થશે.
૧૩. ઉપયોગ-શૂન્યતા
આ.વ. ૧૦
આત્મા ઉપયોગ સ્વરૂપ છે, છતાં મારો ઉપયોગ કહેવાય છે તેમાં ષષ્ઠિનો પ્રયોગ છે તે ભેદતા દેખાડવા માટે નથી. હું અને ઉપયોગ જુદા નથી પરંતુ એકતા દેખાડવા માટે છે. ષષ્ઠિ પ્રયોગ તો આપણે સમજવા માટે ઉપચારરૂપ છે. વાસ્તવિકતાએ તો ઉપયોગ એ જ આત્મા છે. ગુણસમૂહથી બનેલું દ્રવ્ય (આત્મા) છે. માટે જ આત્માનું ધ્યાન કરવું એટલે ઉપયોગનું ધ્યાન કરવું, આત્માને શુદ્ધ કરવો એટલે ઉપયોગને શુદ્ધ કરવો.
પ્ર. તો પછી ઉપયોગ શૂન્યતા એ શું છે?
જ. ઉપયોગ શૂન્યતા થાય છે એટલે આત્માનો અભાવ થઈ જાય છે એમ નથી. પરંતુ ઉપયોગનું અનુસંધાન જે પદાર્થ સાથે હતું તે છૂટી બીજા પદાર્થમાં થાય છે. એટલે એ પદાર્થમાં ઉપયોગનો અભાવ શૂન્ય થઈ ગયો. માટે તેને શુભ પદાર્થમાં જોડવો અને સ્થિર જોડવો. જુદા જુદા પદાર્થમાં ફરવાથી મનની ચંચળતા, અશુદ્ધિ ટળતી નથી. જે ચંચળતા અને અસ્થિરતા આત્માને સંસારમાં બાંધી રાખે છે. કર્મો દ્વારા બાંધીને ગતિઓમાં ભટકાવે છે, માટે ઉપયોગની શૂન્યતા ટાળવી અને શુભ પદાર્થોમાં સ્થિરતા કરાવવા પુરુષાર્થ કરવો. જે પરમ પદે પહોંચાડવા સહાયક બને છે. ૧૪. મોક્ષનું સુખ
આ.વ. ૧૧ મોક્ષનું સુખ કેવું છે? તેને બુદ્ધિથી સમજી ન શકાય તો તેનું વર્ણન શબ્દમાં કેવી રીતે કરી શકાય? છતાંય જ્ઞાનીઓએ પુદ્ગલનો સંબંધ નથી તેને અનુલક્ષીને ત્યાં શું નથી તે બતાવીને અર્થપત્તિએ જે બાકી છે તે ત્યાં છે એમ કહીને બાળ જીવોને અતિશયજ્ઞાન રહિત એવા આપણને કાંઈક તે સુખનું દિશાસૂચન કરીને સમજાવવા પ્રયત્ન કર્યો છે. ત્યાં જન્મ નથી, જરા નથી, મરણ નથી એમ કહીને ત્યાં આ બધાં દુઃખ નથી જે અહીં આપણે અનુભવી રહ્યા છીએ, ખાવાનું નથી, પીવાનું નથી, શરીર નથી, ઈન્દ્રિયો નથી વગેરે બતાવીને પુગલ સંબંધી જે કાંઈ ઝંઝટ છે તેનાથી ત્યાં છુટકારો છે. શરીર નથી સાધકનો અંતર્નાદ
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org