________________
માટે દેવ, ગુરુ, ધર્મનું આલંબન લઈ કઈ-કઈ સ્થિતિમાં કયા-કયારે તે લૂંટે છે તે ગુરુ પાસે સમજી ધર્મના આલંબને વીર્ય ભેગું કરી દેવાનું શરણ સ્વીકારી તેની સામે મોરચો માંડીએ તો આપણને સફળતા-જીત મળે. અને કાયમની કંગાલ દશામાંથી મુકત થઈએ. ૧૧. સાધુતાને રક્ષો.
આ.વ. ૮ હે ભવ્યજીવો ! સાધુ જીવન સકલ જીવને અભય આપનારું છે. માટે પોતાના ધર્મને પ્રગટ કરવા માટે તેની સાધના અનિવાર્ય છે. આત્માના ધર્મને-સ્વરૂપને આવરનારાં કર્મોનું આગમન થવામાં મુખ્ય કારણ બીજા જીવોને આપણા તરફથી થતી પીડા છે અને તે પીડા થતી અટકાવવી હોય તો એક સાધુ ધર્મથી જ શકય છે. માટે સર્વ જિનેશ્વર ભગવંતોએ આ સાધુ ધર્મ જ ઉપદેશ્યો છે.
જીવ માત્ર જીવવા ઈચ્છે છે, જીવન ટકાવવા માટે પોતાનું વીર્ય હોય તેટલું ફોરવા પ્રયત્ન કરે છે. જો તેના પ્રાણ હરણ કરીએ તો તેના જેવી ભયંકર ચોરી એક પણ નથી. માટે પ્રાણ હરણ કરનારને જીવ અદત્તાદાન કહેવાય છે.
માટે જ દરે ક અનુષ્ઠાન સકલ જીવને અભય આપવાના હેતુને મુખ્ય કેન્દ્રમાં રાખીને આચરવાનાં છે. સામાયિક, પ્રતિક્રમણ, આલોચના, પ્રાયશ્ચિત્ત, અરે ! પ્રભુ ભક્તિ પણ તે માટે જ છે. તેમાં થતી જીવહિંસા તેને પીડા આપવાના ઉદ્દેશથી નથી. પરંતુ પ્રભુભક્તિથી આત્માને યોગ્ય બનાવી ભક્ત સેવક રૂપ ભાવ પ્રગટાવી સર્વ જીવો પ્રત્યે પણ નમ્ર ભાવ પ્રગટાવ. (અહંકાર-યુક્ત પરિણતિથી મોટે ભાગે બીજા જીવોને પીડા આપવાનું સહજ બને છે) આત્મા યોગ્ય બને, શાણો અને પછી પ્રભુ માર્ગે (સર્વ વિરતિના) તે નમ્ર સેવક ચાલે અને અનેક જીવોને અભયદાન આપી આત્મા સંવર ધર્મ આદરી કર્મમુક્ત બને એ હેતુ છે.
માટે જો સાધુપણું મળ્યું છે તો આજથી જ સાધુતાના રક્ષણ માટે સાવધાન બનો. સાધુતાનું જતન કરો. અનેક જીવોને આપણા તરફથી થતી પીડાથી મુક્ત બનાવો. બિચારા સહુ-સહુના માર્ગે વિચરે છે. તેને વિચરવા દો. કોઈનો પ્રાણ હરવાનો તમોને શો હક છે? સૌ કુદરતના ખોળે આનંદ કરો અને ભવસ્થિતિ પરિપાક થતાં કાળ પકવી મુક્તિના સુખમાં હાલો.
૧૨. આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ
આ.વ. ૯
આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે તેને ઢાંકે છે કોણ?
ચારિત્ર મોહ તેનો આવારક છે. ચારિત્ર લીધા પછી પણ ચારે કષાયોનો સંપૂર્ણ ઘાત થાય ત્યારે જ તે પ્રગટી શકે છે. દર્દુ, ૭મું ગુણસ્થાનક પામ્યા પછી પણ હજુ સંજવલન બાકી છે. છતાં તે આનંદની અનુભૂતિ ૪થા ગુણસ્થાનકથી શરૂ થઈ જાય છે. અનંતાનુબંધી જાય એટલે નિજ સ્વરૂપની ઝાંખી થાય, તેનો આનંદ અનુભવાય. કષાય તે આત્માને શોકમાં રાખે છે. જેટલા પ્રમાણમાં તે ઘટે છે તેટલા સાધકનો અંતર્નાદ
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org