________________
છતાં શ્રુતજ્ઞાનથી જે સમજીએ છીએ તે શબ્દોના આલંબને તેને સમજવા પ્રયત્ન કરીએ છીએ તો બુદ્ધિથી જે સમજાય છે તે ઉપરથી કિંચિત્ આત્મા નામના પદાર્થનો બોધ થાય છે. તેનું સાચું સ્વરૂપ તો સંપૂર્ણ જ્ઞાની જ અનુભવી શકે છે.
૮. પરમગુરુનો જય જયકાર
આ.વ. ૪
કેવલી ભગવંતના ચરણમાં મસ્તકથી સ્પર્શ કરી તેમના અનંત ઉપકારને કૃતજ્ઞભાવે ઝીલી કરુણામય તંબોમાંથી ઝરતા અમૃતમાં સ્નાન કર્યું. સહજાનંદી, સહજ વિલાસી, સ્વરૂપ રમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી એવા કેવલી ભગવંત નિરંતર આત્માનો જે સહજ આનંદ-પોતાનો આનંદ સ્વભાવ છે તેમાં જ રહેલા છે. પોતાના ગુણમાં પોતાનો (આત્માનો) જે સ્વભાવ વિલસવાનો છે તેને કહેવાય સહજ વિલાસ. તેવા આત્મ સ્વભાવમાં નિરંતર વિલાસ કરી રહ્યા છે. આત્માના સ્વરૂપમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ગુણમાં જ જે ૨મી રહ્યા છે. આત્માનું સ્વરૂપ જ્ઞાનાદિગુણો તેનોજ ભોગ વિલાસ કરીને તેમાં જ આત્મવીર્ય-શક્તિ ફોરવીને તૃપ્તિનો અનંત સહજ સુખનો અનુભવ કરી રહ્યા છે, એવા અનેકઅનેક ગુણ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપને પામેલા મારા પરમ ગુરુ શ્રી વત્સ સ્વામી ભગવંતનો જય હો જય હો.
મારા આત્માનું નિરંતર રક્ષણ કરનારા, ઉચ્ચ ભૂમિકામાં જવા માટે સદાય સહાય કરનારા, અનુપમ કરુણાથી વ્યાપ્ત આત્મ દ્રવ્ય છે જેમનું, અનેક ભવ્ય જીવોને પોતાની અમૃતમય ભારતીથી સ્વ સ્વરૂપને સમજાવી વિભાવદશાથી પાછા વાળનારા, જડ-ચેતનનો વિભાગ પાડી ચૈતન્ય સ્વરૂપને ઓળખાવી તેની ઝાંખી કરાવનારા, મારા પરમગુરુના પરમ ગુરુ ! તેમના આશ્રિતોનું પણ સદા આત્મ રક્ષણ કરનારા આપનો જય હો જય હો.
૯. આત્મશુદ્ધિનો ઉપાય
આ.વ. ૬
કેવલી ભગવંતના ચરણમાં નમસ્કાર કરીને બેઠી. ત્યાં બંને ગુ.ભ. પ્રસન્ન મુખવાળા ત્યાં પધાર્યા અને જાણે હું શું પૂછું છું તેવી ઈતેજારીથી હાસ્ય રેલાવતા હતા. મેં પૂછયું હે ભગવન્ ! આત્મશુદ્ધિ કેવી રીતે થાય ? ભગવંતે કહ્યું વત્સ ! આત્મશુદ્ધિ કરવાના ત્રણ કારણો છે. ૧. દુષ્કૃતનિંદા ૨. સુકૃતાનુમોદન ૩. શરણ ગમન દુષ્કૃત નિંદા આત્મા ઉપરની મલિનતા દૂર કરે છે. આત્મા ઉપર જામી ગયેલા કર્મોના ઘર તેને ઉખેડૉ નાખે છે. એટલે તે શસ્ત્રનું કામ કરે છે.
સુકૃતાનુમોદન આત્માનું શુદ્ધીકરણ કરે છે આત્મા ઉપર કર્મોના થર ઉખડયા પછી જે અપવિત્રતા રહેલી છે તેને ધોઈ નાંખે છે. એટલે તે જલનું કામ કરે છે. શરણગમન આત્માની પુષ્ટિ કરે છે. આત્મા કર્મ રોગથી રોગી હતો. જામેલા મલ દૂર થયા, તે પછી રજ ધોવાઈ પછી તેનામાં પુષ્ટિની જરૂર પડે છે. જો પુષ્ટિ ન આવે તો ફરી ફરી મલ જામે, મેલથી ખરડાય. જેમ રોગીનો રોગ દૂર થાય પછી જો સાધકનો અંતર્નાદ
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org