________________
ભાવો તાજાને તાજા જ, જરાય સુકાયા નથી અને જડ પ્રત્યે દ્રષ્ટા-જ્ઞાતાપણું-નીરસભાવ અનુભવાતો નથી એમાં આ જ્ઞાન પામ્યા છતાં શું ખૂટે છે ?
જ. બસ એ જ ખૂટે છે કે તત્ત્વવાણી જીનવાણી શ્રવણમાં જ તૃપ્તિ અને આનંદની સમાપ્તિ માનીને તેને આત્માના જે આ દોષો છે તેને દૂર કરવા તે વાણી ઉપર ચિંતન-મનન કરી આત્માની રુચિ વધારી જડ રૂચિ ટાળવી ખૂબ જરૂરી છે, આત્માનું નામ ગમ્યું, હજુ પદાર્થ રુચિ નથી થઈ અને થઈ છે તે પણ ઉપર ટપકી. માટે હવે ગુરુદેવે કહ્યું છે તેમ હંમેશ નવે પદના ગુણોનું ચિંતન કરી તેના ધ્યાનમાં લીન બન.
૨૦. વાત્સલ્ય
અ.વ. ૧૨, ૨૦૪૧, વખારનો પાડો, પાટણ. વાત્સલ્ય એટલે પરોપકારની પરાકાષ્ઠા. વાત્સલ્ય એ જીવ પ્રત્યેનો સ્નેહભાવ હોય છે તેમાંથી ઝરતો એક રસ છે તે ઉત્પન્ન થાય છે મૈત્યાદિ ચાર ભાવમાંથી.
જીવ પ્રત્યેની લાગણી એટલે સુખમાં સુખી, દુ:ખે દુઃખી, એ સ્થૂલ વ્યાખ્યા છે. સૂક્ષ્મતાથી વિચારીએ તો એમ સમજાય છે કે વિશ્વ સાથે એકતા એ જ જીવ પ્રત્યેની લાગણી છે, સ્નેહભાવ છે. એકતા હોય એટલે મૈત્રીભાવ હોય જ. મૈત્રીભાવ એટલે સમાનભાવ. “પરહિત ચિંતા મૈત્રી” એ સ્થૂલ વ્યાખ્યા છે અર્થાત્ મૈત્રીની શરૂઆત પરની જીવોની હિતચિંતામાંથી થાય છે પૂર્ણાહુતિ અમેદતામાં થાય છે. એકતા હોય ત્યાં તેની કર્મ મુક્તતામાં આનંદ-પ્રમોદ તે જ પ્રમોદભાવ. તેના સુખમાં આનંદ એ પ્રમોદભાવની સ્થૂલ વ્યાખ્યા છે. પ્રમોદ ભાવની શરૂઆત તેના Íદગલિક સુખ, જે તેના અઘાતિના શુભ ઔદયિક ભાવમાંથી થાય છે તે સુખમાં આનંદથી થાય છે. પૂર્ણાહુતિ જીવની શુદ્ધદશા પ્રાપ્ત થવાથી આનંદમાં થાય છે. કરુણાભાવ જીવની કર્મ બંધન દશામાં દુ:ખ-અથતુ લાગણી અથવા ભાવદયા જેમાંથી અરિહંતના જીવોને તીર્થકર નામકર્મ બંધાવે તેવી પરોપકારની ટોચે પહોંચવાના અધ્યવસાય કરાવે છે. જીવના દુ:ખમાં દુઃખ એ ભૂલ વ્યાખ્યા છે ત્યાંથી કરુણાભાવની શરૂઆત થાય છે અને પૂર્ણાહુતિ “સવિ જીવ કરું શાસન રસી” એ ભાવથી પરોપકારની ટોચની કરુણાથી તીર્થકર દેવો સક્રિય પુરુષાર્થ ખેડે છે તેમાં થાય છે.
પાપી ઉપર ઉપેક્ષા તે માધ્યસ્થ. આ ભાવની સ્કૂલ વ્યાખ્યા છે. તે શરૂઆતમાં હોય તે અને તેની પૂર્ણતા સિદ્ધ અવસ્થામાં પોતાના કેવળજ્ઞાન અને કેવલ દર્શન દ્વારા આખા જગતને નિહાળે છે તેમાં જગતના બધા જીવોને પોતાના સમાન જુએ છે. એ તેઓની ટોચની માધ્યસ્થતા છે તેમાં થાય છે. જેમાં સર્વ જીવોની પરભાવ દશાની ઉપેક્ષા છે.
વાત્સલ્ય રસ આ ઉપરના ચાર ભાવમાંથી શરૂઆતમાં મન, વચન અને કાયા (દષ્ટિ)માંથી નીતરતો દેખાય છે, જે સંસારી જીવોના સંતાપને (બારા) હરનારો તત્કાળ થાય છે. પૂર્ણતાને પામેલો તે વાત્સલ્ય ભાવ આપણા (સકમ) જેવા સર્વ જીવોના દ્રવ્ય-ભાવ સંતાપને હરે છે અને તે રસમાં નવડાવી દે છે એટલે કે તેના કર્મ મેલને હરી આત્માને શુદ્ધ બનાવી પોતામાં સમાવી લે છે. આ જ છે પરોપકારની પરાકાષ્ઠા.
સાધકનો અંતર્નાદ
32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org