________________
૪, ચૈતન્ય શક્તિ આ જગતમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે એ ચેતન્યના મહાસાગરમાં મારા ઉપયોગને ડૂબાડયો અર્થાતું મેં તે મહાસાગરમાં ડૂબકી મારી, જડ પુદ્ગલ વ્યાપ્ત જગતનો સંગ છોડી દીધો અને મારા સજાતીય એવા આત્માઓની જે ચૈતન્ય શક્તિ વ્યાપ્ત જગત છે તે જગતમાં જઈને તેમાં (ચેતી શક્તિ ભરપૂર મહાસાગરમાં) ડુબકી મારી. તેની સાથે મારું ચૈતન્ય ભળી જવાથી અપૂર્વ આનંદના અનુભવ કરી જયારે બહાર નીકળે ત્યારે તે (બધી શક્તિ સાથે બહાર આવી જગત વ્યાપ્ત ચૈતન્ય શક્તિને અઈમાં ચિંતવી) શક્તિ સ્વરૂપ અહં હૃદય મંદિરમાં સ્થાપીને તે શક્તિનો ઉજશ્નવલ રોત જેના પર વહાવું તેના માટે તે બધી શક્તિ સક્રિય બનીને તેના માટે જે સંકલ્પ કરવો હોય તે સંકલ્પ કર્યા પ્રમાણે તેને પણ પવિત્ર બનાવે, દોષો હટે અને આત્મા ઊર્ધ્વગામી બને. ૫. ચાતુર્માસ વાણી
૨૦૪૧, રજનીગંધા, વાસણા, વાણીના ૪ પ્રકાર છે ખરી, મધ્યમા, પયૅતી, પરા. (૧) વૈખરી વાણી : અ થી હ સુધીનો વર્ણ સમુદાયરૂપ વાણી તે વૈખરી કહેવાય છે. તાલ આદિ
સ્થાનોમાં પ્રાણવાયુ અભિઘાત માટે નિરૂદ્ધ થયા પછી જે કાર પાર આદિ વર્ણરૂપને પામે છે તે વાણી વેખરી કહેવાય છે. આપણે જે ભાષારૂપે બોલીએ છીએ તે વૈખરી વાણી છે. તે વાણીનું સ્વરૂપ રથલ છે. તેમાં કોઈ ઊંડાણ નથી. તેને સૌ કોઈ અનુભવી શકે છે. સ્થલ દષ્ટિએ આ વાણીની એથી કોઈ કિંમત નથી. છતાં જગતના તમામ વ્યવહારો ખરી વાણીથી ચાલે છે અને આત્મા તરફ મનને લઈ જવામાં પણ તેની સહાય છે, માટે અમૂલ્ય અને ઉપકારક છે. વખરી વાણીની અંજામણ એટલી બધી છે કે તે રાગ-દ્વેષ મોહાદિ સર્વ ઉત્પન્ન કરી શકે છે. બાહ્ય દષ્ટિવાળાને આકર્ષણ કરે છે. એ કારણે જ સ્થૂલ જગત તો ત્યાં જ વિરામના પામે છે. આ વાણીથી વિશેષ વાણીના અનુભવ માટે તો યોગીઓ જ પ્રયત્ન કરે છે. વળી વૈખરી વાણી એક દષ્ટિએ તો એટલી કિંમતી અને ઉપકારક છે કે તે વાણીથી જ શ્રુતરાન થાય છે. અને એ શ્રુતજ્ઞાનની સહાયથી જ પર્યંતી અને છેવટે પરા સુધી પહોંચાય છે. આ રીતે વિખરી વાણીનો આપણા ઉપર મહાન ઉપકાર છે અને તે કારણે જ વૈખરી વાણીને ઉત્પન્ન કરવામાં સહાયભૂત અકારાદિ માતૃકાની પૂજા ભક્તિ બહુમાનપૂર્વક કરીએ છીએ. અને એ રીતે
આત્મામાં તે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. (૨) મધ્યમા વાણી : તેના દ્વારા જગતના પદાર્થો મતિજ્ઞાનથી સમજાય છે. આત્માનું સ્વરૂપ પણ
તેનાથી સમજાય છે. તેના ઊંડાણ તરફ મતિ-શ્રુતની સહાય લઈન જવાય છે. ત્યાર પછી ત્યાં સ્થિરતાને પામતાં મધ્યમા વાણી પ્રગટ થાય છે. તેમાં વૈખરી વાણીની સુમતાને
સાધકનો અંતનાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org