________________
અહિતકરના વિવેકનો અભાવ હોવાથી ખરાબની પણ ઝંખના આત્માને થાય છે અને તે પણ આર્તધ્યાનરૂપ હોવાથી સુતરાં વજર્ય છે માટે જ વિવેક દ્વારા અથવા સમ્યગ્દષ્ટિથી સારી-નરસી ઝંખનાને ઓળખીને ખરાબને તજવાં જોઈન્મે અને સારી પણ ઝંખના જીવને આર્તધ્યાનમાં ન લઈ જાય તે રીતે ઉપર ઉપરના ગુણસ્થાનકનો સ્પર્શ કરાવી છેવટે છૂટી જાય એ અપેક્ષાએ આદરણીય છે. પરંતુ સારી ઝંખના પણ પ્રથમથી જ આર્તધ્યાનરૂપ માની છોડી દઈએ તો અશુભ વસ્તુઓની ઝંખના તો થવાની માટે વિવેકી બની આદરણીયનો આદર કરવો જ. પણ સારી ઝંખના જ સર્વસ્વની પ્રાપ્તિ કરાવશે એમ ન માનવું. ૩. અરુણોદય-સૂર્યોદય-પ્રહરો ઉપર જીવની-ગતિ ઘટાવવી અંતે મોક્ષ ચૈ.સુ. ૬, ૨૦૪૦, ઓળી.
સૂર્ય અને આત્મા બંનેમાં કેટલીક સમાનતાના કારણે ઉપમા દ્વારા આત્મામાં થતી ક્રિયા સમજવા માટે સૂર્યની ક્રિયા સાથે આત્માની ગતિ-ક્રિયા ઘટાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. સૂર્ય ઉદય ભાવને પામે તે પહેલાં અરુણોદય થાય છે તેમ જીવમાં એક મિથ્યાત્વનું મહાન ઘોર અંધારું છે પણ જયારે જીવનો વિકાસ શરૂ થાય છે ત્યારે જીવને સાચી દષ્ટિ (મિથ્યાર્દષ્ટિ-અંધારું તેનો અભાવ-અર્થાત્ સમ્યકત્વ) પ્રાપ્ત થાય છે તે પહેલાં સૂર્યોદય સમાન સાચી દષ્ટિ પ્રાપ્ત થતાં પહેલાં અરુણોદય સમાન જીવમાં વિકાસનું પહેલું પગથિયું માર્ગપતિત-માર્ગાભિમુખ, માર્ગાનુસારી, સકૃત બંધક, અપુર્નબંધક વગેરે મિથ્યાદૅષ્ટિમાં જ પણ ઘોર અંધારામાં આછો પ્રકાશ થતાં માર્ગ જેમ સૂઝે તેમ ધર્મ નામનો પ્રેમ’ વિગેરે અવસ્થા જીવ પામે છે અને વિકાસ ક્રમની શરૂઆત થાય છે તે જીવની વિકાસની ગતિનો અરુણોદય છે.
અરુણોદયમાં આત્માની કેટલીક સભાનતા શરૂ થાય છે, પાપનો ભય રહે છે. અર્થાત્ અરુણોદયમાં સહેજ પ્રકાશ હોવાથી જેમ હિંસક જીવો વિગેરેનું દર્શન થવાથી તેનાથી પોતાનું રક્ષણ કરે છે, તેમ જીવના વિકાસના અરુણોદયમાં પાપને પાપ તરીકે દેખી શકે છે, દોષને દોષ તરીકે દેખી શકે છે. એટલી ટિટે ખૂલી હોવાથી સભાનતા શરૂ થાય છે. ભલે હજુ રક્ષણ શક્તિ પ્રાપ્ત થઈ નથી પણ દૃષ્ટિ પથમાં આવી શકે છે. તેથી આગળની શક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ ચાલુ કરવાનો ભાવ સબળ બને છે અને એમ કરતાં-કરતાં એ મવના બળે કર્મોનો ક્ષયોપશમ તેવા પ્રકારનો થવાથી અર્થાત્ સૂર્યોદય થવાની તૈયારી હોવાથી જેમ પ્રકાશ અજવાળું વધતું જાય છે તેમ આત્મામાં તેવો ક્ષયોપશમ થવાથી પ્રકાશ થાય છે. તેને સમ્યકત્વ પ્રાપ્ત થવાની તૈયારી થઈને તે ક્ષયોપશમ સ્થિર થતાં સૂર્યોદયની
જેમ આત્મામાં જ્ઞાન પ્રકાશ ઝળહળે છે અને સાચી ષ્ટિ-સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે જ સમ્યકત્વની
સૂર્યોદયની સાથે સરખામણી કરવામાં આવી છે. ત્યારબાદ જેમ-જેમ મિનિટો કલાકો પ્રહરો વધે છે તેમ-તેમ સૂર્ય વધુ તેજસ્વી બને છે તેમ આત્માનો પણ વિકાસ સાચી દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ઝડપથી થવા માંડે છે અર્થાત્ માર્ગ ચોખ્ખો દેખાયા પછી ગતિ ઝડપથી થાય છે તેમ ગુણઠાણાની શ્રેણિના માર્ગે ઝડપથી ચઢે છે. તે દિવસના પ્રહરોની જેમ વીતે છે તે ક્રમે આત્મા પણ પ્રહરોની જેમ વિકાસ પામતો
જાય છે અને અંતે સૂર્ય અસ્ત બાજી જાય છે તેમ જીવ પણ પોતાનું સંપૂર્ણ કાર્ય પૂરું થતાં અર્થાત્ આ જગત ઉપરનાં બધાં પ્રયોજનો પૂરાં થતાં અસ્ત પામે છે અર્થાત્ કર્મથી મુકત બનીને સિદ્ધ બને છે.
સાધકનો અંતર્નાદ
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org