________________
અપ્રાધ્યકારી વિષયને ગ્રહણ કરે છે ઉપયોગ મન દ્વારા સ્મરણ કરી દૂરના વિષયને ગ્રહણ કરે છે. બીજા શ્લોકમાં -
જયારે હૃદયમાં અહંની આકૃતિ કલ્પીએ ત્યારે ઉપયોગ હૃદયમાં લાવી અર્વ આકાર બનાવી મન દ્વારા જોઈએ છીએ.
અહં એ જવાલાથી વ્યાપ્ત છે, ઉપયોગ તે અઈમાં આવ્યો એટલે તે વખતે મન સાધનરૂપ બનેલું તે સ્થાને પકડાયેલું રહ્યું છે. મન મલિન છે તેને (મેલને) જ્વાલાઓ બાળી નાખે છે, મન શુદ્ધ બને છે એટલે અહં આકાર બનેલો ઉપયોગ સ્પષ્ટ શુદ્ધ દેખાય છે. તે ઉપયોગ એ જ આત્મા છે. અને તે જ આત્માને જોવો તે આત્મદર્શન છે.
મનનો મેલ શું? રાગ, દ્વેષ. મન તો જડ છે, તેના ઉપર રાગ, દ્વેષ કે આત્મા ઉપર ?
આત્મા સ્ફટિક જેવો છે. વચ્ચે કર્માધીનતાના કારણે વેશ્યાથી જે મલિનતા છે તે આત્મા ઉપર છે એટલે ઉપયોગ અશુદ્ધ થતાં તેનું સાધન મન મેલું છે તેનો મેલ જતાં ઉપયોગ ઉપર લેશ્યાની છાયા છે તે દેખાતી નથી એટલે આત્મદર્શન થાય છે. ઉપયોગ મન દ્વારા બીજે જાય છે અર્થાત્ કાર્ય કરે છે. આપણો ઉપયોગ અંગૂઠે ગયો મન દ્વારા. એટલે મન સાધન બને છે ચિત્તથી ખ્યાલ કરવા. જેમ ચક્ષુ, જોઈને વિષય ગ્રહણ કરે છે પણ પાછળ ઉપયોગ હોય છે તેમ. વળી દૂરના વિચારો કરતું મન અહીથી નીકળીને તેને ત્યાં જવું પડતું નથી પણ ચહ્યું અને મન અપ્રાધ્યકારી વિષય ગ્રહણ કરે છે.
અહમૂનું ધ્યાન હૃદયમાં કરીએ તે વખતે મન ત્યાં છે. અહમ્ની જવાલાથી મનનો મેલ બળી જાય છે, પણ આપણો ઉપયોગ હૃદયસ્થ અહમુમાં છે તે વખતે મન દ્વારા જ ત્યાં ઉપયોગ છે એટલે મન હૃદયમાં પકડાયેલું છે. તેના મેલને બાળવા માટે અગ્નિની જવાલાથી આક્રાત અઈમ્ ઠીક કામ કરે છે. આમ તો મન નહોતું પકડાતું પણ અર્થમાં પકડાયું અને તેના મેલને બાળ્યો.
જેટલું સ્પષ્ટ દેખાય તેટલો ઉપયોગ સ્થિર અને જેમ સ્થિરતા તેમ આનંદ વધુ. જે આનંદનો અનુભવ થાય છે તે જ આત્માનુભવ છે, આત્મા આનંદ સ્વરૂપ છે.
ધર્મને બુદ્ધિરૂપ સરાણ પર ચઢાવીને સત્ય છે કે નહિ તેની ખાતરી કરવા માટે મહેનત કરવાની છે. બાકી તો ધર્મ કરવા લાયક એટલે અમલમાં મૂકવા લાયક વસ્તુ છે, સમજવા યોગ્ય જ માત્ર નથી, શય નથી, શૈય તો આત્મા છે, શ્રદ્ધા હોય તો ધર્મ આચરીએ. માટે શ્રદ્ધાની જરૂર અને તે માટે બુદ્ધિની જરૂર પડે છે.
૧૬. પંચસૂત્ર
ચિ.વ. ૧૧, બામણવાડા. ભગવાનના ચરણમાં મસ્તક મૂકી ચારનું શરણ લીધું. શરણમ્-અવલંબનમ્
હે ભગવન્! તારું શરણ એટલે આલંબનનો મને કોઈ પણ ભવમાં વિરહ ન પડો. બીજા આલંબનોમાં સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org