________________
અથડાઈ જઈશ તો મારું શું થશે? મારે બીજું કાંઈ ન જોઈએ, તારું, તારા ધર્મનું આલંબન મને મળો. એ જ માગું છું. - ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિત છે, તેઓ સિદ્ધોનું સ્વરૂપ જોઈ રહ્યા છે અને પોતાના ચાર અઘાતિ કર્મ જયાં સુધી છે ત્યાં સુધી પોતે જે સ્વરૂપ જોઈ રહ્યા છે તેને જગતના જીવો ઉપર કરુણાને લીધે જગતના જીવોને બતાવવા માટે તે કર્મોનો ઉપયોગ કરી પોતાનું સર્વોત્કૃષ્ટ પરોપકારપણું સફળ કરી રહ્યા છે. ભગવાન કહે છે કે, આ સિદ્ધ સ્વરૂપને પામવાથી અનંત સુખનો સ્વાદ લઈ શકાશે. ભગવાન પોતે તો તે સ્વરૂપને પામી ગયા છે, પણ અઘાતિ કર્મને લીધે આપણા પર ઉપકાર કરવા અહીં રહ્યા છે.
પ્રભુ ! અનંત સુખ પ્રાપ્ત કરવા શું કરવું? કેવી રીતે કરવું ? ભગવાને કહ્યું કે તે માટે દૃષ્ટાંતો જોઈએ તો જોઈ લ્યો આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંતનું જીવન. તેઓ તે માટે જ પ્રયત્ન કરે છે. તેમનો પરિચય-સંસર્ગ કરો તેમણે પંચ પરમેષ્ઠિનું આલંબન લીધું, દુષ્કતની નિંદા કરી પછી સુકૃતની અનુમોદના કરી, તેનાથી કર્મો ઢીલાં થયાં, અશુભના શુભ થયા, અશુભના અનુબંધ અટકી ગયા, શુભની પરંપરા ચાલી. છેવટે સકલ કર્મનો ક્ષય કરી એ સ્વરૂપને પામશે.
પિંડવાડા ઋષિમંડલ ૧લી ગાથા “દયા સ્થિતમ્”
અ” થી “હ’ સુધીના અક્ષરો અહમાં છે તે જીવન વ્યવહારમાં ઉપયોગી બને છે અને જીવનવ્યવહાર માટેના ઉપાયો બતાવનાર શાસ્ત્રો આત્મ વિકાસ માટેના ઉપાયો બતાવનાર શાસ્ત્રો આ બધું અહમાં છે માટે અહમ્ સર્વત્ર વ્યાપક છે.
૧૦. નર-નિક્ષેપાનું અધ્યયન નૈગમ નય
મ.શુ. ૯-૧૦, ૨૦૩૭, વામજ. શ્રીવત્સ સ્વામી ને ભગવંતે આશીર્વાદ આપ્યા, “વત્સ ! આત્માના આનંદને પામ.” પૂછયું, “પ્રભુ ! આત્મિક આનંદ કેવી રીતે અનુભવી શકાય ?”
પ્રભુએ કહ્યું, “ચૈતન્ય તત્ત્વને, સાત નય, ચાર નિક્ષેપા અને સપ્તભંગી શ્રુતજ્ઞાન દ્વારા સમજીએ એટલે તેને ચારે બાજુનું જ્ઞાન થવાથી આત્મા સ્વ-પરનો ભેદ કરી વિભાવથી વિરમે છે ત્યારે સ્વભાવનો આનંદ મેળવી શકે છે.”
નય સાત છે. તેમાં પહેલો નૈગમ નય છે તે સામાન્ય વિશેષગ્રાહી છે. એટલે કે આપણે જે ચૈતન્યનું સ્વરૂપ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org