________________
આત્માથી ભિન્ન નથી અને નિત્ય નથી. તે જોયાકારે પરિણમે છે સાથે સાથે મોહાદિકના ઉદયથી પદાર્થના સ્વરૂપને વિરુદ્ધ રીતે સમજી પરિણમે છે. વળી ક્ષયોપશમ થતાં સત્ રૂપે સમજી પરિણમે છે. ઔદયિક ભાવની પર્યાય પણ અનાદિકાલીન સહજમલના કારણે આત્માથી ભિન્ન નથી, પણ તે પર્યાય તે આત્માનું પોતાનું સ્વરૂપ નહિ હોવાથી વ્યવહારનું આલંબન લઈને વિશેષોનો ઉપયોગ કરી તેને આત્માથી ભિન્ન કરી શકાય છે. અને તે વિશેષોનો ઉપયોગ કરતાં મોહાદિના ઉદયે આડા આવતા અવરોધો દૂર કરવા ઋજુસૂત્ર નયથી આત્માની ક્ષણિકતા નહિ પણ પર્યાયોની ક્ષણિકતા વિચારી મમત્વને દૂર કરવામાં આવે છે.
૨૦. શબ્દ નય.
મ.શુ. ૧૩, શાંતિનગર, શ્રીવત્સ સ્વામી, ભ. નાં દર્શન થયાં. મેં વિનંતિ કરી. પ્રભો ! મને હવે આત્માને આગળની દષ્ટિથી સમજાવવા કૃપા કરો.
પ્રભુએ કહ્યું નૈગમનયથી આત્મા કર્મથી સંબદ્ધ છે.
સંગ્રહનયથી આત્મા ચૈતન્ય સ્વરૂપે કર્મકૃત પર્યાયોથી ભિન્ન છે. વ્યવહાર નથી આત્માને અનાદિકાલીન કર્મથી છૂટો કરવાની પ્રક્રિયા કરાય છે.
ઋજુસૂત્ર નયથી કર્મથી જુદો કરવાની પ્રક્રિયામાં મમત્વાદિ મહોદયના અવરોધોને, આત્માની ક્ષણિકતા વિચારી પૂર્વકાલની પોતાની સત્તાના મમત્વને છોડાવે છે અને વર્તમાનકાલીન પર્યાયરૂપ પોતાને તેમાં સ્થિરતા કરાવી પૂર્વાપર પર્યાયોના અસ્તિત્વમાં મૂંઝાયેલા આત્માને મુક્ત કરે છે, અને તેમાં સ્થિરતા પામેલો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થવા પ્રયત્ન કરી શકે છે અને આત્માના આનંદની અનુભૂતિ કરી શકે છે.
હવે પ્રભુ, શબ્દ નયથી આત્મા સમજવો જોઈએ એમ કહે છે. જો શબ્દનયની દૃષ્ટિથી આત્મા ન જોઈએ તો વ્યવહાર દૃષ્ટિથી આત્માને કર્મથી ભિન્ન કરવાની પ્રક્રિયા જ થઈ શકે નહિ. માટે આત્મા એ શબ્દ છે, તેનું નામ છે. શબ્દ વાચક છે, આત્મા વાચ્ય છે. વાચ્ય અને વાચકનો અભેદ સંબંધ છે. વાચ્ય હોય તો તેનો વાચક શબ્દ હોય જ. જો ન હોય તો જગતનો કોઈ પણ વ્યવહાર ન થઈ શકે. વળી ચૈતન્ય સ્વભાવનું આત્મા એવું નામ પાડયું તો આત્મા દ્રવ્યને ઓળખી શકાય અને નામ અને નામનો અભેદ સંબંધ છે માટે શબ્દનયથી આત્મા એવો શબ્દ તે આત્મા છે.
જો કે નિશ્ચયથી તો આત્માનું કોઈ નામ નથી. અનામી પણ આત્મામાં નામનો ઉપચાર કરવામાં આવે છે. તેને ઓળખવા માટે આ રીતે શબ્દનય પર્યાયને ગ્રહણ કરે છે. આત્મારૂપ નામ એ આત્માની પર્યાય છે. ભાવ એ પદાર્થ છે. એટલે કે શુદ્ધ પર્યાય છે. દ્રવ્ય એ દ્રવ્ય છે, નામ અને સ્થાપના એ પર્યાય છે.
આત્માના પણ જુદા જુદા શબ્દથી અનેક પર્યાયો દ્વારા તેનાં બધાં સ્વરૂપોને ઓળખી શકાય છે. ચૈતન્ય શબ્દથી શુદ્ધ પર્યાય ઓળખાય.
સાધકનો અંતર્નાદ
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org