________________
નૈગમનયથી સહજમલના કારણે કર્મકૃત ભેદથી રહેલો શુદ્ધ ચૈતન્યવંત આત્માને જોયો.
તેમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે દરેક કર્મકૃત પર્યાયોમાં વ્યાપીને રહેલું છે. એમ સંગ્રહનયથી પોતે સાચા સ્વરૂપમાં કોણ છે તેનું ભાન થયું.
ભાન થયા પછી એ સ્વરૂપ જેવું છે તેવું અનુભવી શકાય કે કેમ ? તેના માટે વ્યવહાર દૃષ્ટિનો આશ્રય લઈ પ્રક્રિયા કરવી જોઈએ.
તે પ્રક્રિયા-જે કર્મકૃત વિશેષ છે તેના દ્વારા પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ-તપ-જપ-સંયમ-ઉપકારઅપકારાદિનો છે. તેમાં આત્મા શુભ પુરુષાર્થ દ્વારા કર્મથી છૂટો પડવા પ્રયત્ન કરે છે. તેમાં આંશિક આનંદનો અનુભવ કરતાં છેવટે આત્માનો (ઉલ્લાસથી) પુરુષાર્થ સદાને માટે ચૈતન્યના આનંદની સંપૂર્ણ અનુભૂતિ કરી સુખી થાય છે.
૧૯. જુસૂત્ર નય
મ.શુ. ૧૨, ગણજ.
શ્રી વત્સ સ્વામીકે ભ. નાં દર્શન થયાં. નિજ સ્વરૂપમાં રમણતા કરતા હતા તે દેખી આનંદ થયો. પ્રભુએ મને કહ્યું કે પ્રથમના ત્રણ નય (દૃષ્ટિ)થી આત્માને ઓળખ્યો.
વ્યવહાર દૃષ્ટિથી ઓળખી વિશેષ દ્વારા પ્રક્રિયા કરી આત્માનો આનંદ મેળવવા પ્રયત્ન કર્યો પણ વચ્ચે ઔયિકભાવની પર્યાયો આત્માને આનંદ મેળવવા દેતી નથી. કેમકે તે પર્યાયો આત્માની સાથે સંબંધવાળી છે. એટલે અનાદિ કાલીન સહજમલના કારણે તે પર્યાયોમાં રાગ-દ્વેષાદિ કરાવે છે. તેને દૂર કરવા માટે જે આત્માની એક અવસ્થા છે તેને ઋજુસૂત્ર નયથી (દૃષ્ટિથી) વિચારવાથી આત્માના આનંદમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. તે આ પ્રમાણે
ઋજુસૂત્ર નય-વર્તમાન કાલીન પર્યાયને ગ્રહણ કરે છે. એટલે આ ક્ષણે જે પર્યાય છે તે પર્યાયવાળો આત્મા બીજી ક્ષણે નથી. કેમકે પર્યાય સમયે સમયે પલટાય છે. છતાં આત્મામાં તે પર્યાયનો આરોપ કરવામાં આવે છે. ભેદમાં અભેદનો આરોપ કરવાથી પર્યાયથી ભિન્ન એવા આત્માને ક્ષણિક પલટાતી પર્યાયની સાથે આત્મા પલટાય છે એ કહેવું તે એક દૃષ્ટિથી સત્ય છે કેમકે “શુળ પર્યાયવત્ દ્રવ્યમ્” દ્રવ્ય તેને જ કહેવાય કે જે ગુણ પર્યાયવાળું હોય. પર્યાયવાળું જ દ્રવ્ય છે તેથી ભિન્ન હોય તો પર્યાય પલટાય ત્યારે દ્રવ્ય તો એનું એ જ રહે છે માટે પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. માટે અભિન્ન એવી પર્યાય પલટાતાં દ્રવ્ય પલટાય છે.
આ રીતે આત્માની ક્ષણિકતાનો વિચાર ઋજુસૂત્ર નયથી કરવાથી રાગ, દ્વેષાદિ પરિણતિ ઔદયિક પર્યાયમાં થતી નથી.
પર્યાયથી અભિન્ન દ્રવ્ય છે તે કઈ પર્યાય ? તે ક્ષાયિક ભાવની પર્યાય સમજવી કે જે નિત્ય તે રૂપે રહે છે. ફકત જ્ઞેયાકા૨ે પરિણમે છે માટે પર્યાય કહેવાય છે. ક્ષાયોપમિક ભાવની પર્યાય સંપૂર્ણ પ્રગટ ધર્મસ્વરૂપ નથી માટે અધૂરી હોવાથી આવરણના ઓછાવત્તા પ્રમાણરૂપે બદલાતી રહે છે તે પર્યાયો
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
13
www.jainelibrary.org