________________
‘“અતિ કૃતિ બ્રાહ્મા”, એટલું વ્યુત્પત્તિથી જ્ઞાન મેળવી આત્માને કર્મથી ભિન્ન કરવાનું કાર્ય તો જ બને કે જો આત્મા ગતિ કરે.
એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય તે વખતે જ તે આત્મા કહેવાય. એ જ્ઞાન હોય તો તે જ્ઞાનનો ઉપયોગ કર્મથી ભિન્ન થવા માટે કરે, નહિતર શી રીતે બની શકે.
આ રીતે આત્મદ્રવ્યની ક્રિયારૂપ પર્યાયને એવંભૂત નયથી ઓળખી તે પર્યાય ઔદિયક ભાવની છે, તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે, આત્મા શબ્દની ક્રિયા તેનામાં ઘટતી હોય તો જ તે કાર્ય થાય છે. એવંભૂત નય (ચાલુ)
મ.વ. ૧, નવરંગપુરા.
એવંભૂત નયથી આત્માને પિછાનવો છે તે સમજાવો.
એવં એટલે એ પ્રમાણે. ભૂત એટલે થયેલું. જેવો શબ્દ છે તે રીતે થવું, હોવું. આ દૃષ્ટિ શબ્દની ક્રિયારૂપ પર્યાયને ગ્રહણ કરે છે. શબ્દ નય કેવળ શબ્દ - જેમકે આત્મા એ શબ્દને જ આત્મા કહે છે. કેમકે શબ્દ એ વાચક છે આત્મા વાચ્ય છે. વાચ્ય વાચકનો અભેદ સંબંધ છે માટે વાચકનો વાચ્યમાં આરોપ કર્યો અને એ રીતે શબ્દ નયની દૃષ્ટિથી આત્માને ઓળખી તે રીતે વ્યવહારિક નયની પ્રક્રિયા દ્વારા આત્માને કર્મથી મુક્ત કરાય છે.
તે પછી સમભિરૂઢ પણ એ શબ્દ નય જેવી જ દૃષ્ટિ છે ફકત તેમાં શબ્દની વ્યુત્પત્તિ ગ્રહણ કરાય છે. જેમ કે “ઐતિ કૃતિ જ્ઞાત્મા”.
શબ્દ નયમાં શબ્દના સામાન્યનું ગ્રહણ હતું કે બધા ય આત્મા.
સમભિરૂઢમાં શબ્દના વિશેષનું ગ્રહણ છે કે અમુક શબ્દથી અમુક જાતના આત્મા, પણ આ બધી શબ્દની પર્યાયથી (વિશેષને) આત્માને ઓળખી કર્મ-મુક્ત બનવાનું છે.
આ અવસ્થાવાળો આત્મા એવો શબ્દ તે એ અવસ્થાવાળા આત્માનો (પદાર્થનો) વાચક છે, આત્મા વાચ્ય છે.
એ રીતે અભેદ સંબંધથી આત્મામાં વાચકનો આરોપ કરાય છે. આ પણ વ્યવહાર નયની પ્રક્રિયાથી કર્મ-મુકત બનવા માટે છે.
એવંભૂત નય એ શબ્દનું કાર્ય ગ્રહણ કરે છે. એટલે કે શબ્દના ક્રિયારૂપ વિશેષને ગ્રહણ કરે છે. ક્રિયારૂપ પર્યાયનો આત્મામાં (વાચ્યમાં) આત્મા શબ્દરૂપ વાચક જે ક્રિયાને કહે છે તે ક્રિયાનો આરોપ કરવામાં આવે છે.
આ શબ્દના કાર્યને ગ્રહણ કરવાથી આત્માની ઔયિક ભાવની તે-તે પર્યાયના કાર્યનું ભાન થાય છે જેથી શુભ પર્યાય હોય તેમાં વધુ પુરુષાર્થ કરી પરોપકાર દ્વારા પોતાની પર્યાયને ખપાવે છે. અને અશુભ પર્યાયની ક્રિયાનું ભાન થતાં તેનો ત્યાગ કરવા અથવા સમભાવ-પૂર્વક ભોગવી લેવા પુરુષાર્થ કરી આત્મા કર્મથી મુકત બને છે અને પોતાના ચૈતન્ય સ્વભાવને પ્રગટ કરી સદાને માટે આનંદની અનુભૂતિ કરે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
16
www.jainelibrary.org