________________
જીવ શબ્દથી જીવે તે જીવ. પ્રાણ ધારણ કરનાર દેહધારી આત્મા ઓળખાય. આત્મા શબ્દથી પર્યાયોમાં પરિણમન થવાવાળું દ્રવ્ય ઓળખાય છે. આમ ભિન્ન ભિન્ન શબ્દ દ્વારા ચૈતન્ય સ્વભાવને ઓળખવાનો છે. ર૧. સમભિરૂઢ નય
મ.શુ. ૧૪, નવરંગપુરા બંગલો. પ્રભુનાં દર્શન કર્યા, પ્રભુ ! આગળ સમજાવવા કૃપા કરશો.
પ્રભુએ કહ્યું, સમભિરૂઢ શબ્દની વ્યુત્પત્તિને ગ્રહણ કરે છે અર્થાત્ શબ્દની પર્યાયોને ગ્રહણ કરે છે. આત્માની વ્યુત્પત્તિ “ગતિ રૂતિ ગાત્મા”. એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય તે આત્મા. આ રીતે શબ્દની વ્યુત્પત્તિથી આત્માનું જ્ઞાન મેળવી, આત્માની તે પર્યાયનો, આત્માને કર્મથી ભિન્ન થવાનો કેવી રીતે ઉપયોગ થાય છે તે જોઈએ. તેનો જે સ્વભાવ સહજમલના કારણે કર્મ બાંધીને જુદા જુદા રૂપે પ્રગટ થવાનો છે તે તેનો મૂળ સ્વભાવ નથી, તેથી વ્યવહાર નયની પ્રક્રિયામાં આ આત્મા શબ્દની વ્યુત્પત્તિથી જે સમજણ પ્રાપ્ત થઈ છે તેનો ઉપયોગ સમભિરૂઢ નય દૃષ્ટિથી થાય છે.
નીતિ ત નીવ:” પ્રાણને ધારણ કરે છે તે, જીવ શબ્દથી ઓળખાતા આત્માના ઔદયિક ભાવના પર્યાયને સમજી તેમાં તે પર્યાયથી અલગ થવાનો (પ્રાણોથી અલગ થવાનો) સમય આવે ત્યારે સમભાવરૂપ ક્ષાયોપથમિક અથવા ક્ષાયિકભાવની પર્યાય પ્રગટ કરવાનો પુરુષાર્થ વ્યવહાર દૃષ્ટિની પ્રક્રિયાથી જીવ કરે છે.
મનું રતિ તિ મુનિ” “વાક્નત ન સાધુ”. આ બધા શબ્દોની વ્યુત્પત્તિ આત્મામાં રહેલી તે તે શુભ પર્યાયોને પ્રગટ કરવા પ્રયત્ન કરી શકે તે માટે છે. સમભિરૂઢ નય દૃષ્ટિથી આત્માને ઓળખવાનું આ ફળ છે. ૨૨. એવંભૂત નય
મ.શુ. ૧૫ આત્માને એવંભૂત નયથી ઓળખવો જોઈએ જેથી તે પદાર્થની ક્રિયારૂપ પર્યાય (ઔદયિક ભાવની શબ્દ પયય)થી તે પદાર્થના કાર્યને ઓળખી શકીએ છીએ અને તે કાર્ય દ્વારા તે પર્યાયનો ધર્મ બજાવીને કર્મથી મુક્ત બની શુદ્ધ ચૈતન્યનો આનંદ મેળવી શકે છે.
પદાર્થ માત્ર પોતાની ક્રિયા કરે છે. ઘટ પદાર્થ છે તે જલ આહરણ ક્રિયા કરે છે આ દષ્ટિ એમ માને છે કે જે સમયે તે પદાર્થ પોતાનું કાર્ય કરતો હોય તો તે સમયે તે તે પદાર્થ કહેવાય, નહિતર નહિ.
આ દૃષ્ટિ પણ સત્ય છે. જે શબ્દ જે પર્યાયનો વાચક હોય તો તે શબ્દથી ઓળખાતો પદાર્થ તે પોતાની ક્રિયા કરે.
જે પોતાનો ધર્મ ન બજાવે તો તે પદાર્થ વ્યવહારથી શું કામ લાગે? માટે જયારે તે પદાર્થ પોતાની ક્રિયા ન કરે ત્યારે તે પદાર્થ પદાર્થ નથી કેમકે તે વ્યવહારમાં ઉપયોગી નથી બનતો. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org