________________
૨૩. ઉપસંહાર
મ.વ. ૩, નવરંગપુરા,
વંદન કર્યાં પ્રભુએ કૃપા કરી બોધ આપ્યો. તે આ પ્રમાણે -
વિકલ્પની જાળ તોડી આત્મ સમાધિમાં રહેવું અને તે માટે સાતે નયથી આત્માને ઓળખવા. અને આત્માની દરેક અવસ્થામાં સમભાવ સ્થિર કરવા જે નયષ્ટિ જે અવસ્થામાં રહેલી છે તે દૃષ્ટિથી આત્માના સ્વરૂપને જોવું.
આ નોની વિચારણા એવી છે કે આત્માની એવી કોઈ અવસ્થા (પર્યાયમાં રહેલો આત્મા) નથી કે તે અવસ્થા આત્માને મૂંઝવી શકે.
આ નય વિચારણા સ્વ અને પરનો ભેદ સમજાવી સ્વમાં સ્થિર થવા અને પરથી વિરક્ત બનવા પ્રેરણા કરે છે.
ર૪. ચાર નિક્ષેપા
સાત નયથી આત્માને સમજયા પછી ચાર નિક્ષેપાથી પણ ઓળખવો એટલો જ જરૂરી છે. કેમકે જે વસ્તુમાં નિક્ષેપ-ન્યાસ છે તેને જ વસ્તુનું સ્વરૂપ માની આત્મા ન્યાસ કરેલને જ સાચું સ્વરૂપ માની તેમાં મમત્વ કરી કર્મબંધ કરે છે. તે અટકે અથવા વસ્તુ તે ‘સ્વભાવ રૂપ પદાર્થ’ છે. તેને ઓળખવા તેમાં ચાર પ્રકારે ન્યાસ કરવામાં આવે છે. જો ન્યાસ કરવામાં ન આવે તો તે વસ્તુ અરૂપી-રૂપી પણ પરમાણુથી માંડીને સઘળી વસ્તુ ઓળખી શકાતી નથી. અને વ્યવહારમાં ઉપયોગી બનતી નથી. અને જીવન-વ્યવહાર પણ ચાલી શકતો નથી. તથા આત્માની મુક્તિ પણ થઈ શકતી નથી. મુક્તિ માટે પણ વ્યવહારિક પ્રક્રિયા કરવી પડે છે અને નિશ્ચયમાં પણ ધ્યાનાદિ માટે પ્રથમ તો નિક્ષેપનું જ આલંબન લેવું પડે છે.
ચિંતન એટલે શું ?
ચિંતન કરવું એટલે મન શું કરે છે તે જોવું સૂક્ષ્મ આપણને નિયાણા પણ ચાલુ છે કેમકે આપણે સુખ ઈચ્છિએ છીએ. ઉંડે પણ સુખ મેળવવાની ઈચ્છા તો છે જ તે નિયાણાનો પ્રકાર છે. નરકગતિમાં કે તિર્યંચગતિમાં જવું નથી અને દેવતિ કે મનુષ્યગતિમાં જવાની ઈચ્છા નિરંતર રહે છે કેમ કે સુખ આ બે ગતિમાં જ છે તો આ નિયાણાના અપરાધથી જે પાપો બાંધ્યા હોય તેને ત્રિવિધે મિચ્છામિ દુક્કડં.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
17
www.jainelibrary.org