________________
પ્રમાણે આત્મદર્શન માટે પુરુષાર્થ તે જ દર્શનાચાર. આત્મ રમણતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ તે જ ચારિત્રાચાર.
આત્મામાં સ્થિરતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ તે જ તપાચાર. આત્માના વીર્ય ગુણની પ્રાપ્તિ માટે આ જ્ઞાનાદિ ચાર ગુણો ખીલવવા બળ કરવું, પુરુષાર્થ કરવો તે વીર્યાચાર.
દર્શન ગુણમાં અવળો પુરુષાર્થ (અનાચાર અને લૂલો પાંગળો પુરુષાર્થ (શંકાદિ અતિચાર) છોડી દઈ શ્રદ્ધા વગેરે માટે પુરુષાર્થ કરવો.
પુરુષાર્થ કઈ રીતે કરવો ?
પરમાત્માના પ્રભાવનો અનુભવ કરવા માટે પ્રયોગો કરવા. અનુભવ થયા પછી સચોટ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે.
૨૦૩૦, અમરેલી. શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહી ન જાયજી. અનંતતા નિર્મલતા પૂર્ણતા,
જ્ઞાન વિના ન જણાય છે. પ્રભુ અનંત છે-પ્રભુ છે, તેમની અનંતતા-પ્રભુતા છે તે કયાં છે? સર્વ વ્યાપી છે, આપણે બેઠા છીએ ત્યાં પણ છે, પ્રભુતા સર્વ વ્યાપી છે તો પ્રભુ અને પ્રભુતા જુદા નથી માટે પ્રભુ સર્વ વ્યાપી છે, અપાર છે, જેનો છેડો નથી તેવા વ્યાપ્ત છે. અનંત એટલે શું? આ જ અર્થ કરીશું ને? ભગવાન વિજ્ઞાન આનંદ સમાધિરૂપ છે, વ્યાપક છે તો આપણી પાસે જ છે છતાં તેની કોઈ અસર આપણને કેમ નહિ ? આપણી મલિનતાનું બળ પ્રભુની નિર્મળતા કરતાં વધુ છે એટલે તેમનું વિજ્ઞાન આનંદ આપણી ચારે બાજુ છે તેને ધક્કો મારી દૂર કરે છે રખેને સ્પર્શે નહિ, આપણે ના પાડીએ છીએ, જા, જા, કહીએ છીએ એટલે અસર નથી થતી, નહિતર અહીં સમાધિથી ભરપૂર પ્રભુ છે તો આપણને અસમાધિ કેમ? ૧૫. ત્રાષિમંડલમાં આત્મદર્શનની પ્રક્રિયા
પો.વ. ૧૪, ભીલડીયાજી ઋષિમંડલ શ્લોક-ર માં આત્મદર્શનની પ્રક્રિયા છે. ઋષિમંડલ મંત્રના અઢાર અક્ષરો છે તેમાં હૂ હૂ આદિમાં અનાહત નાદ શ્રવણની પ્રક્રિયા છે. “अग्नि ज्वाला समाक्रान्तं, मनोमल विशोधकम्" મનનો મેલ શું ?
મન કયાં છે ? શરીરના કયા ભાગમાં? મન આખા શરીરમાં ફરે છે જયાં આપણો ઉપયોગ ફરે ત્યાં સાધનરૂપ તે મન બની આત્મા વિષય ગ્રહણ કરે છે. ઉપયોગ સ્થિર થતાં તે મન સ્થિર બને છે.
મન દૂર દેશમાં જાય એટલે મન નથી જતું, મન તો અહીં જ છે, પણ મનનો સ્વભાવ છે તે સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org