________________
૧૧. હે ગુરુદેવ ! હે ગુરુદેવ ! તમે અમારી સાથે કેટલો બધો સંબંધ રાખો છો, કેવળ કરુણાથી અમારા આત્માની દયા આવવાથી અમારી રક્ષા કરીને ઉપકાર કરો છો પણ તેનો સ્વીકાર આ આત્મા ક્વચિત્ મંદ ભાવે કરે, કવચિત્ ન પણ કરે કેટલો મૃતદની છું? આ કૃતજનતાનો ભાવ છે એ જ દુ:ખ છે કૃતજ્ઞતાનો ભાવ છે એ જ સુખ-આનંદ છે. પેલું દુઃખ સહન નથી થતું. હે ગુરુદેવ ! એ કૃતજ્ઞભાવ મારામાં સ્થિર થાય તે માટે કૃપા કરો, શક્તિ આપો, જેથી આપનું સ્મરણ થતાંની સાથે પેલો (કૃતજ્ઞતાનો) ઉપકારીના સંબંધ અનુભવીને આનંદ પામું. સંબંધને લીધે તે વ્યક્તિની યાદમાં પોતે સુખનો અનુભવ કરે છે તેમ અત્યારે તો ગુણી જનનો ઉપકારીનો સંબંધ એ જ સુખ લાગે છે અને સંબંધમાં શુષ્કતા એ જ દુઃખ લાગે છે. આપનો સંબંધ આત્મસાત્ થયો નથી એટલે જ સંબંધના સુખનો આનંદ અનુભવી શકતો નથી. સ્વાર્થ હોય ત્યારે યાદ કરું, ન હોય ત્યારે કાંઈ નહિ મારા સ્વભાવની કેવી વિલક્ષણતા છે ! મારા જેવો કૃતઘ્ની, પાપી કોણ હશે ?
૧૨. દેશના
ચે.વ. ૮, રાણકપુર. મેં સ્તુતિ કરી. હું ત્રણ જગતના કલેશને હરનારા ત્રિલોકના નાથ ! હું તારા શરણે આવ્યો છું
પછી મેં ભગવાનને પૂછયું પ્રભુ ! આ સંસારની સંતપ્તિથી હું મુકત કયારે થઈશ ? હું નિબળ છું મુક્તિના માર્ગે જવા સત્ત્વ આપ. તારા આલંબનથી જ મારી મુક્તિ છે.
પ્રભુએ કહ્યું, પુરુષાર્થ તારે જ કરવાનો છે, હું પણ કાંઈ કરી શકે નહિ. સંતતિ પરભાવ તરફની દોટને લીધે છે, તે દોટ મૂકી દે, મારા જેવું જ તારું સ્વરૂપ છે તેને સંભાળ અને બીજાઓને પણ શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિથી જો. મુક્ત થવાના બે માર્ગ છે, એક ધીમો એક ઝડપી. ઝડપી સર્વવિરતિ માર્ગ. તેને સાધવાનો ઉપાય મેં બતાવ્યો. કોઈને પીડા ન આપવી.
મેં કહાં હે પ્રભુ ! તેવું જીવન જીવવા માટે સત્ત્વ આપ.
ભગવાને કહ્યું - પરભાવ છોડ અને દરેકના શુદ્ધ સ્વરૂપને જો એટલે બીજાને પીડા આપવાની બંધ થશે.
૧૩. દેશના
અમરેલી, હે પ્રભુ! ધર્મ કરવો છે પણ કોઈ કહે છે કે આમ કરો અને કોઈ કહે છે કે આમ કરો, શું કરવું તે સમજાતું નથી. કોઈ કહે ક્રિયાનો અતિરેક થયો છે આંતરિક શુદ્ધિ તરફ લક્ષ્ય નથી અપાતું માટે હાલું આંતર શુદ્ધિ માટે જપ ધ્યાનાદિમાં જવું, કોઈ કહે સાધુને માટે સ્વાધ્યાય મુખ્ય છે.
જ - પ્રભુએ કહ્યું, સાત નયથી શુદ્ધ ધર્મની ગવેષણા કરો, કોઈ પણ એક નયને તરછોડશો નહિ તો સાચી સ્થિતિને પામી શકશો. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org