________________
છે, મને એમ થયું કે અહીં આ બધાની પાસે તો આપણે નહિવત્ છીએ, આપણામાં એવી કોઈ ભકિત નથી કે ભાવ નથી.
આ વિચારમાં એક બાજુ ઊભા છીએ ત્યાં તો ભગવાને અમને બોલાવ્યા. તે ભવ્યજીવો ! મારી પાસે આવો, મારી સાથે બોલો, મારી સાથે મળો, મને તમારા પ્રત્યે એટલો જ પ્રેમ છે. શું કરવા સંકોચ પામો છો ? હું તમારા જેવો જ છું, તમારી જાતિનો જ છું, આ તો મારા કર્મો ખસી ગયાં છે એટલે મારી સ્થિતિ આ રીતની છે અને તમને કર્મોએ ઢાંકી દીધા છે એટલે તમારી આ સ્થિતિ છે. તેમાં કાંઈ મુંઝાવાની જરૂર નથી, એ કર્મોને ખસેડવાનો માર્ગ હમણાં બતાવું, એ માર્ગે ચાલજો પછી આપણે બધા સરખા થઈ જઈશું.
તમને એમ થાય છે કે અમને આવાં ભક્તિ-ઉત્સાહ કોઈ જાગતાં નથી. (ભગવાને કહ્યું) પણ ઈદ્રો વગેરે મારી ખાતર (પાછળ) મને મળવા ખાતર પોતાના ભોગ સુખોની સામગ્રી થોડીક છોડી શકે છે. પોતાને ભોગવવા માટે રાખીને સમર્પણ કરે છે અને તમે તો મારી ખાતર બધાં ભોગ સુખ છોડયાં એટલે મારી સમીપમાં મારાપણું રાખનારા તમે વધુ છો તેથી તેનો મને તમારા પ્રત્યે ઘણો આનંદ છે, અને તેઓ થોડા દૂર છે તેથી તેમના પ્રત્યે મને અતિકરુણા છે.
આ સાંભળતાં જ અમારો સંકોચ નીકળી ગયો અને આનંદ પણ ખૂબ થયો. મારી ખાતર તમે બધું છોડવું એમ કહી એવી લાગણી બતાવી. તેમની લાગણી અનુભવી એટલે આંસુનો પ્રવાહ નીકળ્યો.
આપણા ઉપર પ્રભુની આટલી બધી કૃપા દૃષ્ટિ છે? આટલો પ્રેમ છે ? આજે જ ખબર પડી. પછી પ્રભુને, પ્રદક્ષિણા કરી સ્તુતિ કરી.
૧૦. પ્રભુની કરુણા હે પ્રભુ ! તારી ઉપર માધ્યસ્થ ભાવ રહે છે. એ કેમ સહન થાય ? મને દુઃખ થાય છે કે કેવો દોપ મને સતાવી રહ્યાં છે ? તને જોવા છતાં, કોઈ ઉત્સાહ-આનંદ નહિ પણ ઠીક દર્શન કર્યા આવો જ નીરરસ ભાવ ?
ભગવાનનાં દર્શન કર્યા, સ્તુતિ કરી. હે મારા માનને હણનારા ! કોધને હણનાર, વિષયોને દૂર કરનારા હે પ્રભુ! તારા શરણે આવ્યો છું, તારાં ચરણોમાં આળોટું છું, આટલું બોલ્યો એટલે ભગવાને નો મારા પર કરુણાનો ધોધ વહેવડાવવા માંડયો. એટલામાં તો પેલા બધા દોષોએ-શત્રુએ નાસવા માંડયું. ભગવાન પોતાના દોષોને હણવા માટે ધોકો લઈને મંડી પડયા હતા એટલે તે શત્રુઓ ભગવાનને જોતાંની સાથે ઓળખી ગયા કે આમણે તો આપણને લાંબા લસ કરી નાંખ્યા હતા તેથી ડરી ગયા અને નાઠા.
પછી ભગવાને કહ્યું કે આ તો અનાદિ કાળની લપ છે, તેનો ભરોસો રાખશો નહિ, પણ તે તેમને ઓળખ્યા છે એટલે હવે વાંધો નથી. તારા જયાં સુધી ભવ થશે ત્યાં સુધી હવે વાંધો નહિ આવે, ભવોભવ તને શાંતિ રહેશે. પણ નિરંતર તારા ચિત્તને આત્મામાં (આત્મા તરફ લઈ જજે) દોરજે. અને વિચારજે કે તું બહાર ચાલ્યો ગયો પણ અનંતશક્તિનો ધણી અંદર બેઠો છે તેનું શું થશે? આ વિચાર તું કદી ન ભૂલીશ. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org