________________
૬. આત્માને જાણો
અમરેલી, દર્શન, જ્ઞાન, ચારિત્ર-તપ તારે કેળવવાનાં છે? ના. જડને જોવામાં, જાણવામાં, રમવામાં (તન્મય થવામાં) ભોગમાં (કૂપ થવામાં) આનંદ કરીએ જ છીએ. જગતમાં જન્મીને આ જ કરી રહ્યા છીએ. તે સિવાય આ સંસારમાં રહેલો આપણો જીવ શું કરે છે તે શોધો.
હવે વિચાર કરો જીવને શું કેળવવાનું છે? જીવને જોતાં આવડે છે, જાણતાં આવડે છે, રમતાં, ભોગવતાં આવડે છે, જો તમે વિષય બદલો, તો તે દર્શન-સમ્યગૂ દર્શન છે જ્ઞાન સમ્યગું બને છે ચારિત્ર સમ્યક ચારિત્ર, અને તપ સમ્યક્તપ બને છે.
વિષય કોણ? આપણો અનાદિ કાળથી ભૂલાઈ ગયેલો આત્મા. આત્માને જુઓ, જાણો, તેમાં રમો, તેને ભોગવો, તે જ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ છે. તે દરેકમાં આનંદ જુદો, દર્શન આનંદ, જ્ઞાનાનંદ, ચારિત્રાનંદ, તપાનંદ મેળવો. છે. ગુરુ પ્રાર્થના
અમરેલી, હે ગુરુ દેવ ! દાદા! આપના પ્રભાવથી હું આજે જાપ પૂર્ણ કરી શકયો. સ્થિરતા રાખી શકયો જો કે જેનો જાપ કરું છું તેના પ્રભાવથી જ પૂર્ણ કરી શકું છું છતાં તે એવી મહાન વ્યક્તિઓ છે કે તેનો પ્રભાવ ઝીલવાની મારી તાકાત હજુ પ્રગટી નથી. હાલમાં તો સાક્ષાત્ સહાય કરનાર આપ છો તેથી આપના પ્રભાવથી હું પ્રભાવિત થયો છું. આજે આપનો પ્રભાવ અનુભવાયો એ પણ મારે મન મહાન આનંદનો વિષય છે. પરમેષ્ઠિ ભગવંતના સંપૂર્ણ પ્રભાવથી જયારે સંપૂર્ણ પ્રભાવિત થઈશ ત્યારે તો હું મુક્તિ (જીવન મુક્તિ) નો આનંદ અહીં જ, આ જ અવસ્થામાં અનુભવતો હોઈશ. ૮. અહંમનું ધ્યાન
ફા.વ. ૧૪, રાણકપુર. અહમ્ જ્વાલાની અંદર અશુદ્ધ વિચારો નાખી નાંખીને બાળી નાંખ્યા, ઉપયોગ શુદ્ધ થયો.
હે પ્રભુ! તારી સાથે મળવામાં આનંદનો અનુભવ થાય છે. મુક્તિના આનંદનો અનુભવ ત્યાં જઈશું ત્યારે થશે અત્યારે તો તે આનંદ અનનુભૂત છે. ફકત કર્મ મુક્ત જીવો અનુભવે છે પણ હમણાં તો તને મળવાથી આનંદ સાક્ષાત્ અનુભવું છું. એથી મુક્તિમાં જવાનો વિચાર જ નથી આવતો. ૯. સમવસરણનું ધ્યાન
ચે.શુ. ૧, રાણકપુર. ભગવાનની સભા સૌથી ઉત્તમ દ્રવ્યોથી બનાવેલી છે, ઈદ્રો, ચક્રવર્તી રાજાઓ વગેરે મોટા મોટા માણસો ભક્તિથી ભરપૂર હૃદયે દોડા દોડી કરી રહ્યા છે. ઊંચા મુખ કરી કરીને પ્રભુને નિરખી રહ્યા
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org