________________
૧. વંદન-દર્શન
મા.શુ. ૧૦, ૨૦૩૧ વીતરાગ દર્શન વિના નવિ જાણ્યું નિજરૂપ, ભવભ્રમણ એળે ગયું પડિયો ગહન ભવકૂપ;
ભણીયો પણ ગણીઓ નહિ આવ્યો નહિ વિવેક,
જ્ઞાન છતાં ભારે થયો ખર ચંદનથી છેક; આત્મસ્વરૂપ પિછાનીયું ભણી ગણીને એહ, તેહનું જીવિત સફળ હુએ સફળ સફળ સવિ તેહ;
ઉપગારીના ગુણને ભૂલ્યો ધરી અવિવેક,
ક્રોધ વિશે પડી ભૂલીયો શુદ્ધ બુદ્ધ નહિ એક; સિદ્ધચક્રને ધ્યાવતાં ઉપન્યો અતિ આનંદ, જેહના મૂળમાં જેહ છે તેહ છે પરમાનંદ,
૨. આનંદમય જીવનનું રહસ્ય
(પ્રભુ પ્રત્યે પ્રેમ (રાગ) પ્રગટ કરવા માટે જીવ અને ઈશ) અશાની જીવ અપૂર્ણ અસહાય અને દુઃખી હોવાથી દયાસિંધુ કૃપાવતાર એવા પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા ચાહે, સહાયતા માગે એ તદ્દન સ્વાભાવિક છેભગવાન સિવાય બીજો કોઈ સહાયતા કરનાર ન હોવાથી ભગવાનની જ અનન્ય શરણાગતિ ઈષ્ટ છે. ભગવાન પર જીવનો પરમ અને નિરંતર પ્રેમ સ્વાભાવિક છે કેમકે તત્ત્વથી તો પોતે તેના જેવો છે. અર્થાત્ તે સ્વરૂપ છે પોતાનો પોતાની પર જ ડોમ બધા કરતાં મોટો હોય છે. જો જીવ ભગવાનની સાથેનો પોતાનો (છ પ્રકારનો) સંબંધ જાણે ન! આ બધું તદ્દન સ્વાભાવિક જ છે. તે માટે બીજા કોઈ પ્રયાસની આવશ્યકતા નથી. જીવ અજ્ઞાનવશ એ સંબંધ ભૂલી જાય છે તો પણ પ્રેમ સ્વાભાવિક હોવાથી તે પ્રગટ દેખાય પણ એ તરફ જીવની દૃષ્ટિ જવી જોઈએ. એ તો વિષયમાં એટલો લિપ્ત છે કે એની પ્રભુ તરફ જવાની ફુરસદ જ નથી. એક ક્ષણ માટે પણ જો જીવ વિષયથી મોટું ફેરવી ભગવાન તરફ કરે તો તે એના અંતઃકરણમાં જ છે.
ભગવાન સર્વજ્ઞ છે તેથી જીવમાં અને પોતામાં કંઈ ભેદ નથી એ તે જાણે છે તેથી તેમનો જીવ પરના પ્રેમ સ્વાભાવિક હોય છે જ. તે જીવને કદી ભૂલતા નથી. તેને સહાય કરવા તેનો યોગક્ષેમ કરવા સંપૂર્ણપણે તૈયાર જ છે પણ વાત એમ છે કે ભગવાન જીવનું યોગક્ષેમ કરવા તે તરફ મોઢુ કરી તૈયાર ઊભા છે, પણ જીવે ભગવાન તરફ પીઠ ફેરવી વિષયો તરફ મોઢું ફેરવી રાખ્યું છે, વિષયમાં લિપ્ત છે તેમાં જ રમમાણ છે તેથી ભગવાન જુએ છે કે બાળક જીવ રમતમાં જ રમી રહ્યો છે તો પછી એને છે ડતા નથી ને જાણે છે કે કદીને કદી થાકશે, ધરાઈ જશે એટલે ઉપરતિ થશે ત્યારે હું તેને એકદમ ખેંચી લઈશ. વચ્ચે વચ્ચે પણ સંસારની રમતમાં જયારે તે પડી જાય છે, દુઃખી થાય છે ત્યારે તે તેને
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org