Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
મોટા માનવનાં. મોટા મન
66
અમેને ૫. પૂ. આચાર્ય મ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે પૂજ્યપાદ ધર્મરાજા ગુરુદેવશ્રીમાન વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ રચિત. સિરિ સહુનાહ ચરિય’ના ગુર્જ રાનુવાદ છપાઈ રહ્યો છે. પણ અમારું વિશેષ ધ્યાન તા તે રીતે દાયુ કે, પૂજ્યપાદશ્રીની એ કૃતિમાં પ્રારંભ અને અંતમાં ખે
વાર્તાના ઉલ્લેખ કરી. ગ્રન્થકારશ્રીએ પેાતાના મેાટા મનના એક ઉમદા પરિચય કરાવ્યેા છે.
પૂજ્યપાદશ્રી તેઓશ્રીના પરમતારક ગુરુદેવ શ્રીમાન આચાય મહારાજ શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાથે શ્રી ગાડીછ ઉપાશ્રયમાં કે જે ઉપાશ્રયના જિર્ણોદ્ધાર થતાં પ્રથમવાર જ પ. પૂ.