________________
હo.
[તત્ત્વતરે
તમારે અમોને નહિ કહેવું, કારણ કે-પુનમને ક્ષય થએલો હેવાથી ચૌદશમાં તેની વાસ્તવિક સ્થિતિ છે જ. તે હોવાની યુક્તિ અમે કહી ગયા છીએ, અને હજી આગળ જ્યાં ક્ષણ અને વૃદ્ધિ તિથિનું સાધારણ લક્ષણ જણાવીશું ત્યાં કહીશું, પણ તમે તો તુટેલી ચૌદશને પુનમમાં તમારી બુદ્ધિકલ્પનાથી આરોપીને આરાધે છે કેમકે–પુનમમાં ચૌદશના ભોગની ગંધ સરખી નથી. છતાં તમે તે તે હોય તેમ સ્વીકારીને ચાલે છે. તે તમારું શું થશે ? તમારું આ આરોપજ્ઞાન તો સર્વથા મિથ્યાજ્ઞાન રૂપ છે. વાદી શ્રી દેવસૂરિજીએ શ્રી પ્રમાણુનયતત્ત્વકાલંકારમાં ફરમાવ્યું છે કે- જે વસ્તુ જેમાં ન હોય તેમાં તે વસ્તુનું જ્ઞાન કરવું એ આરોપ છે, જેમ છીપમાં રૂપું ન હોવા છતાં કેઈ રૂપું માની લે તેમ.” જુઠ્ઠો વસ્તુનું નામ આરોપ છે.
ધ્યાન રાખજો કે અહીં શાસ્ત્રકારે પુનમના ક્ષયે તેરસ કે ચૌદશને ક્ષય કરવાનું નથી કહ્યું, પણ ચૌદશને દિવસે જ ચૌદશપુનમ બેનું આરાધન ફરમાવ્યું છે. પુનમને દિવસે ચૌદશ નહિ હોવાથી પુનમે ચૌદશ માનનારને મિથ્યા આપની આપત્તિ આપી છે.
ચતુર્દશીના ક્ષયે ત્રદશી જ લેવી સત્ય છે.
વળી પુનમને દિવસે કરાતા પાક્ષિક અનુષ્ઠાનને તમે પુનમનું અનુષ્ઠાન કહેશો કે ચતુર્દશીનું અનુષ્ઠાન કહેશો? જે પુનમનું અનુષ્ઠાન કહેશે તે પાક્ષિક અનુષ્ઠાનને લોપ થશે અને જે ચૌદશનું કહેશે તે એક મૃષાવાદ થશે, કેમકે–પુનમને ચૌદશ કહેવી એ સ્પષ્ટ મૃષિાભાષણ જ છે.
૩૧-“ચડુક્ત પ્રમાનિયતારવારે શ્રીદેવીવાર્ય पादैः- अतस्मिस्तद्ध्यवसायः समारोपो, यथा शुक्तिकायामिदं ખતમ ફુતિ (g. ૯)