________________
[તત્ત્વતરું
માનતા નથી. પણ મારે એ મત છે કે-“જ્યારે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરીએ છીએ ત્યારે પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય પણ કરે જોઈએ.”
સિદ્ધાન્તી બેનું ખંડન કરે છે શું બધી પવિઓ અખંડ રહી શકે?
જૈનમત પ્રમાણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય છે, એટલે તે મનાય પણ ખરી અને બેલાય પણ ખરી. આ હકીક્ત પાછળ ગાથા ૪ ની ટીકામાં સવિસ્તર પ્રતિપાદન કરેલી છે, તે તમે બન્ને કેમ ભૂલી જાઓ છે? પહેલા વાદીએ “બારે તિથિઓને અખંડિત રાખવાની જે વાત જણાવી છે તે તેમની કલ્પના માત્ર છે. માસમાં બાર પર્વતિથિઓ ઉપરાંત કલ્યાણકતિથિઓ પણ પતિથિ તરીકે આવે છે. કલ્યાણતિથિઓ એ બીજાદિ પર્વતિથિઓની માફક પર્વ તિથિઓ જ છે, તે પાછળ ગાથા “ર” ની ટકામાં તેમજ શ્રી ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષમાં (જુઓ ગાથા ૪ ની ટીકા) સાફ સાફ સાબીત કરેલું છે. જે બાર તિથિઓ અખંડ રાખવી હોય, તે આ તિથિઓએ શે અપરાધ કર્યો કે–તેને અખંડ રાખવાનું કહેતા નથી ? જે તે સઘળીને તમારા મત પ્રમાણે “અખંડ” રાખવા જશે, તે તિથિઆરાધનની વ્યવસ્થા ઉપર તમારે પાણી જ મૂકવું પડશે. “જે પૂર્વાને નિયમ ક્ષીણ પર્વતિથિને પૂર્વતિથિમાં આરાધવાનું જણાવે છે, પરંતુ તેને બદલે પૂર્વતિથિને ક્ષય કરી નાખવાનું જણાવતું નથી. જે પૂર્વની અપર્વતિથિ હોય, તે તે અપર્વતિથિને બદલે તે દિવસમાં સંપૂર્ણ થતી એક્લી