________________
ગાથા ૧૭ મી ]
૧૩૫
ધારવા પ્રમાણે જો ઉત્સગ કરતાં અપવાદને ખળવાન માની ઉત્સર્ગના ‘ઉત્સર્ગ” એટલે ત્યાગ કરી દેવામાં ડહાપણ મનાય, તે જૈનદર્શનની આખી થીયરી જ ઉડી જશે. જૈનધર્મીમાં એવુ' ફરમાન છે કે—સાધુ બીમાર હાય ત્યારે સચેાયવશાત્ આધાકિમ આહાર પણ કલ્પે. 'આ અપવાદ-નિયમ છે. ઉત્સગ-નિયમ એ છે કે- મુનિને એવા આહાર ન ખપે.' અહીં ઉત્સર્ગ કરતાં અપવાદ મળવાન ક્યારે થાય ? જ્યારે ઉત્સ`પાલનનું સ્થાન રહ્યું ન હેાય ત્યારે જ' એટલું ખાસ યાદ રાખી મૂકે. જ્યાં સુધી ઉત્સનિયમને અવકાશ હાય ત્યાં સુધી તે તેને અનાદર થઈ શકે જ નહિ. ખીમારને માટેના અપવાદ તંદુરસ્તના ગળામાં નખાય તે અનર્થ જ થાય કે ખીજું કાંઈ ? તેજ પ્રમાણે ક્ષયવૃદ્ધિ માટેના અપવાદ જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તેને માટે બળવાન થાય, પણ જે તિથિ ઉદયમાં હાય, જેની સમાપ્તિ પણ તે જ દિવસે થતી હાય, તે તિથિને માટે તે તેને નિખલ બનીને આઘા જ ઉભા રહેવું પડે છે; કેમકે-ત્યાં ઉત્સનિયમ ખુદ હાજર થઇને પેાતાના અમલ બજાવે છે. રાજાની ગેરહાજરીમાં રાજાની વતી રાજાના અમલદારોના અમલ ચાલે, પણ જ્યારે તે પેાતાના સ્થાને હાજર થઈ જાય ત્યારે અમલદારાના અમલ તેના ખુદના અમલને હટાવી શકતેા નથી. ઉત્સ કરતાં અપવાદ બળવાન છે' એવા વ્યાકરણના સાધારણ સૂત્રને માટે ન્યાય આવે છે, તેને તમે જૈન સિદ્ધાંતના ઉત્સગ–અપવાદ સાથે ગુ'ચવી નાખેા છે તેથી તમારી બુદ્ધિ મા` ચૂકી જાય છે. સમજી મનુષ્યાએ લૌકિક અાને લેાકેા ત્તર સાથે ગુંચવી નાખવા જોઇએ નહિ.