________________
૨૦૪
[ તત્ત્વતર
થભાષ્યમાં જે કહ્યું છે તે શાસ્ત્રના અક્ષરે છે જ—એમ જે તમે કહેશે, તે તમારે જાણવું જોઈએ કે તે વિષય પર્યુષણ માટે નથી પણ ચોમાસું રહ્યાનું ગૃહસ્થને જણાવવા માટે છે. તે આ સૂત્રમાં પણ બતાવ્યું છે અને હજી બતાવશે. વિશેપ વિસ્તાર જાણવાની ઈચ્છાવાળાએ શ્રી કુલમંડનસૂરિ પ્રણીત વિચારામૃતસંગ્રહ જે. અધિક માસ જે અનુપયોગી જ છે તે વિવાદ કરવાનું કાંઈ કામ નથી
અપ્રામાણિક્તા. અહીં ધ્યાન રાખવાનું છે કે શાસ્ત્રકારે પાંચ વર્ષના યુગમાં અગીયાર મહિનાના અને તેર મહિનામાં પણ વર્ષ આવતાં હોવાનું જણાવ્યું છે. એક વર્ષના સચિત્ત ત્યાગ અને શીલાદિના નિયમવાળાને શું આથી કાંઈ બાધ આવશે કે? કહેવું જ પડશે કે વર્ષને નિયમ પાલનારને વર્ષ ઓછું વત્ત થાય તેથી નિયમમાં કઈ ત્રુટિ આવતી નથી. એવી જ રીતે બાર તિથિ આદિના નિયમવાળાને પણ તિથિની ક્ષય વૃદ્ધિ થવાથી નિયમમાં કશી જ અનિયમીતતા કે શંકા ઉઠવા જેવું થતું નથી. જેમ સચિત્ત ત્યાગાદિના નિયમને માટે વર્ષ ઉથલાવાતું નથી તેમ અહિં તિથિ પણ ઉથલાવી શકાતી નથી આથી એ નિશ્ચિત છે કે ભેગી તિથિના આરાધનથી ભડકીને જેઓ “સંચિત્તત્યાગાદિ નિયમ શું એક દિવસ ઓ છે પળાશે? ઈત્યાદિ બીક બતાવે છે તે બેટી છે.
આ વિષયમાં શ્રી ગ્રન્થકાર મહારાજે જેમ શ્રી કુલમંડનસૂરિકૃત વિચારામૃત સંગ્રહની ભલામણ કરી છે, તેમ પાછળ જણાવેલી તેમના નામે ચઢેલી તેરસને ક્ષય કરવાની ગાથા જે વાસ્તવિક હેત, તે તેને અંગે પણ તે પ્રકરણમાં