________________
ગાથા ૨૯ મી]
૨૦૯
ભાદરવા માસને છોડીને વાર્ષિક આલોચનાદિ વિશેષ કાર્યોવાળું શ્રી પર્યુષણ પર્વ શ્રાવણ માસમાં પણ કરવાનું કઈ પણ આગમમાં કહ્યું નથી. ગ્રન્થ વધી ન જાય તે માટે અમે એ વિષે વધારે કહેતા નથી.
જે એમ કહેવામાં આવે કે “પર્યુષણ બે પ્રકારની છે. એક ગૃહસ્થજ્ઞાત અને બીજી ગૃહસ્થ અજ્ઞાત. અજ્ઞાત તે છે કે જેમાં વર્ષઋતુને યોગ્ય પાટ-પાટલા વિગેરેને યત્ન કરાય છે. જ્ઞાત તે છે કે જેમાં વાર્ષિક આલોચનાદિ કરાય છે, ઇત્યાદિ.” તે પણ બરાબર નથી, કેમકે–તે કર્તવ્યોનું કથન તે કેવળ ભાદરવા સુદ પાંચમ અને શ્રી કાલિકસૂરિ મહારાજના આદેશથી ચોથને જ આશ્રીને કરેલું છે, પરંતુ માત્ર માસી અવસ્થાન જણાવવા રૂપ જ્ઞાતપર્યુષણાને અંગે કરેલું નથી. જો એમ ન માનવામાં આવે તો સંવત્સરી પછી જે સીત્તેર દિવસે માસી પડિકમણું કરવાને નિયમ છે તેમાં બાધ આવશે.
જે એમ કહેવું કે- સીત્તેર દિવસો તો જઘન્યથી કહેલા છે, નહિ તે અધિક થાય તે પણ વાંધો નથી.” તે તે ઉન્મત્તવચન સરખું છે, કેમકે-ચોમાસું રહેવાની અપેક્ષાએ શાસ્ત્રમાં જઘન્યાદિ વિચાર કરે છે, પણ તે વાત ચેમાસીપડિઝમણ માટે નથી. નહિ તે કાર્તિક-માસી પડિકમણને માસનિયમ પણ નહિ રહી શકે. શ્રી સ્થાનાંગાદિ સૂત્રોમાં જઘન્યથી સીત્તેર દિવસ, મધ્યમથી ચાર મહિના ઉત્કૃષ્ટથી છ મહિના એક સ્થાને રહેવાને કાળ જણાવ્યા કર્તાને પણ અપ્રામાણિક જણાવનારે પાઠ વિશેષ છે. તે આ રહ્યો“પર્વ દ્રવૃત્તિ વ્યવસતિઃ ”
४४-" कार्तिक चतुर्मासकप्रतिक्रमणस्य मासादिनियमाમવિકરા:” એ પાઠ લિખિત પ્રતમાં અધિક છે.