________________
ગાથા ૨૮મી]
૨૦૭
કહેવાનું તત્ત્વ એ છે કે–શ્રાવણ માસમાં અઠ્ઠમ તપ આદિ ક્રિયા યુકત સંવત્સરી રૂપ પર્યુષણ પર્વ કરવાનું નથી.” “કરવામાં આવે તો શું દોષ લાગે ?' તે ગાથાના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે.
જે શ્રાવણ માસમાં સંવત્સરી કરે તો “સવીરાજી મારે” પચાસ દિવસે ઇત્યાદિ શ્રી ક૯પસૂત્રના પાઠનો ભંગ થશે. જે એમ કહો કે-“શ્રાવણ-ભાદરવાની જ્યારે વૃદ્ધિ થઈ હોય, ત્યારે બીજા શ્રાવણ અથવા પહેલા ભાદરવામાં કરાતી સંવત્સરી પચાસ દિવસે જ થાય છે. પછી એ પાઠન ભંગ શી રીતે થશે?” તો અમે કહીએ છીએ કે-ઉપર બતાવ્યા પ્રમાણે ચોમાસુ રહ્યાનું ગૃહસ્થને જણાવવાના અધિકાર સિવાય બીજે અધિક માસની પ્રમાણતા ગણાતી નથી. જે તમે અહીં અધિક માસ ગણવાનો જ આગ્રહ કરશે, તો તમારે સંવત્સરી પછી સો દિવસે ચોમાસી પરિકકમણું થતું હોવાથી,
શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના ૫૦ દિવસ વ્યતીત થતાં અને સીત્તેર બાકી રહેતાં પયુંષણ કરે છે,” એવું શ્રી સમવાયાંગ સૂત્રનું જે વચન છે તેનો ભંગ થશે. એમ નહિ કહેવું કે-પર્યુષણાની પહેલાં જે અધિક માસ હોય છે તે પ્રમાણ છે, પણ તે પછીને જે હોય છે તે પ્રમાણ નથી.” કેમકે–શાસ્ત્રમાં તેવું કહ્યું નથી. વળી
चूर्णिः- "इत्थ त्ति आसाढपुण्णिमाए सावणबहुलपंचमीए वा 'पज्जोसविए'त्ति अप्पणो अणभिग्गहियं, अहवा जदि गिहत्था पुच्छंति-'अज्जो ! तुम्भे इत्थ वरिसाकालं ठिया ? अह न ठिया ? एवं पुच्छिएहिं 'अणभिग्गहियं' ति संदि. ग्धं वक्तव्यं 'इहान्यत्र' वा” इत्यादि । निशीथचू० उ० १०"
(પૃ. ૨૨) ८०-"समणे भगवं महावीरे वासाणं सविसईराइए मासे वइक्कंते सत्तरि राइंदिपहिं सेसेहिं वासावासं पज्जोसवेति' ત્તિ ચતુર્થવ વિભુતા (. ર૨)